સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુરેશ સોમપુરા


સમિધા (ઈ-પુસ્તક) – સુરેશ સોમપુરા 2

સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી ઈ-પુસ્તક સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા 5

પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અઘોરીઓ સાથે પાંચ દિવસ 68

ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]