સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રિયકાન્ત મણિયાર


3 comments
આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.

પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૫)


6 comments
આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.

દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત


એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી   ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે મઘમઘ મહેક્યાં ડોલરના કંઈ ફૂલ સરીખા ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી   મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરા ગોરા ચરણે એનાં ઘુઘરીયાળા રૂપનાં નુપુર કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતા બાંધ્યા રેશમદોરી   એના પગલે પગલે પ્રગટે ઘરતી ઘૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી  – પ્રિયકાન્ત મણિયાર

સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર10 comments
આજકાલ જ્યારે ફુગાવો અને અનાજ તથા અન્ય વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે પ્રિયકાંત મણિયાર ની આ કવિતા એક ગરીબ અદના માણસની વેદના અને મોંઘવારી ને કાબૂમાં લેવાના દાવા કરતા લોકો પર કટાક્ષ સચોટ સંદેશ આપી જાય છે. ******* એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા ઔષધ ની શીશીઓ સંઘરી રાખે છે. અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ, બીજુ એને કાંઇ ભાવતુ નથી, મારે કવિ થવુ જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઊં તો ય બસ !  – પ્રિયકાંત મણિયાર

એ લોકો – પ્રિયકાન્ત મણિયાર