સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઝવેરચંદ મેઘાણી


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨) 6

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 1

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.


ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત 11

બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. આજે પ્રસ્તુત છે આવા જ ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.


મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”


રસધારની વાર્તાઓ (ભાગ ૨) – ઝવેરચંદ મેઘાણી (ઇ પુસ્તક ડાઉનલોડ) 4

મારા મિત્ર માયાભાઈ વાઘ જ્યારે જ્યારે રા’નવઘણની આ વાત તેમની આગવી શૈલીમાં દોહાઓ લલકારતા કહે છે ત્યારે સાંભળનારના કાનને ખરેખર અનેરી શાતા મળે છે. રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે. આશા છે આ ઈ-પુસ્તકની બધી વાતો સાથે ઉત્કટતાથી તેના ઈ-સંસ્કરણને પણ આવકારાશે.


સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા 14

ગીરની યાત્રાના અનેકવિધ અનુભવો અને પ્રવાસવર્ણનો મેં મારી આવડત મુજબ લખ્યા છે, પરંતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના આ જ ક્ષેત્રના સર્વગુણસંપન્ન અનુભવો વાંચીએ ત્યારે આપણા લખાણ માટે એક પ્રકારની નાનમ થઈ આવે, પ્રવાસવર્ણન એ જરાય સૂકો વિષય નથી એવી સમજ આ વર્ણન વાંચીને સહેજે થઈ આવે. આજે પ્રસ્તુત છે તુલસીશ્યામ વિસ્તારના તેમના પ્રવાસવર્ણન અને ઈતિહાસને સાંકળી લેવાની અદભુત હથોટીનો પુરાવો સજ્જડ આપતો પ્રસ્તુત લેખ. આ વર્ણન ‘સૌરાષ્ટ્રના ખંડેરો’ માંથી સાભાર લેવામાં આવ્યું છે.


રસધારની વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 11

શ્રી ઝવેરચંદ મેઘાણીએ, ‘લોકસાહિત્ય, ધરતીનું ધાવણ’ માં કહ્યું છે, “યથાશક્તિ મેં મારા એક જ પ્રાન્તની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું, મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી, હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છું કે – થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો, આપણા રાનીપરજ અને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકરપટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી, યુનિવર્સિટીને દ્વારે હાજર કરો, સાચો સુયશ તો જ ચડશે.” સૌરાષ્ટ્રની રસધાર”માં તેમણે જે લોકવાણીનું લોકકથાઓનું દોહન કરેલું છે, તેને રસધારની વાર્તાઓ અંતર્ગત સંકલિત કરાઈ છે. આ જ પુસ્તકની ઈ-આવૃત્તિનો પ્રથમ ભાગ આજે પ્રસ્તુત છે. ઈ-પુસ્તકની મર્યાદાઓને ધ્યાનમાં રાખતાં, તેને બે ભાગમાં મૂકવી પડી રહી છે. દિવાળીના શુભ અવસરે વાંચનનો આ રસથાળ વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી ભેટ તરીકે પ્રસ્તુત છે.


ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા 15

શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ નિમિત્તે આજે પ્રસ્તુત છે તેમના વિશે પ્રકાશિત શ્રી દીપક મહેતા દ્વારા લખાયેલ પરિચય પુસ્તિકા. ૧૯૯૪માં પ્રકાશિત આ પરિચય પુસ્તિકા સાચા અર્થમાં આપણા રાષ્ટ્રીય શાયરનો પરિચય ખૂબ સુંદર અને વિગતે આપે છે. એક સ્વાતંત્ર્યસેનાનીથી માંડીને અનોખી લેખનપ્રતિભા, એક અનુવાદકથી અનુસર્જક સુધી, ચારણી સાહિત્યથી લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ અને જાણતલ એવા શ્રી મેઘાણીને આજે અનેકો વંદન અને આ પોસ્ટ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર.


લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી 1

લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, ‘જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સ્ંધી પસાયતાએ – નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે.”


શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી 1

આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક “લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો” અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના “લોકસાહિત્યનું સમાલોચન” એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે.


બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી 2

આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે. બાળક મૂળશંકર એટલે કે શ્રી દયાનંદ સરસ્વતિને શિવરાત્રીના દિવસે થયેલા અનુભવની વાત અત્રે પ્રસ્તુત કરી છે. શિવરાત્રીનો સાચો અર્થ કદાચ અહીં ઈશારામાં કહેવાયો છે.


ભોજન ટાણે યજમાન બિરદાવળ – ઝવેરચંદ મેઘાણી 3

આપણે ત્યાં દરેક પ્રસંગને, દરેક નાનામાં નાની રોજીંદી ઘટનાને અનુલક્ષીને ગીતો રચાયાં છે. ચારણી સાહિત્યમાં ઘણાં એવા ગીતો મળી આવશે જે વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય. ઉપરોક્ત ગીત એવું જ એક ગીત છે. ઘરે આવેલા યજમાનોને જમવામાં ‘તાણ કરવી’ એટલે કે આગ્રહ કરીને જમાડવું એ સાથે તેઓ જમતાં હોય ત્યારે તેમને બિરદાવતું ગીત ચારણ ગાય એ આ ગીતની પધ્ધતિ છે. લોકબોલીમાં હોવાથી તેના અમુક શબ્દોના અર્થ રૂઢીગત શબ્દોથી અલગ પડે છે, તેની યાદી અલગથી આપી છે.


માની યાદ – ઝવેરચંદ મેઘાણી 2

કવિએ કદી માતાને પ્રત્યક્ષ નિહાળી નથી, પરંતુ રોજબરોજનાં કાર્યોમાં, રમતો રમતાં, વહેલી સવારમાં ફૂલોની મહેક સાથે, આકાશની વિશાળતામાં એમ અત્ર તત્ર સર્વત્ર કવિને માં જ સાંભરે છે. માતાના વહાલથી, તેના નિર્મળ સ્નેહથી દૂર રહેલું કવિ હ્રદય સતત પ્રકૃતિમાં અને તેના વિવિધ સ્વરૂપોમાં, દરેક કાર્યમાં માતાને ઝંખે છે એમ વર્ણવતી આ સુંદર કવિતા માતાની મહત્તાને ખૂબ વિશદ રીતે વર્ણવી જાય છે.


ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’ 3

શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું અને લોકમિલાપ ટ્રસ્ટ, શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા ખિસ્સાપોથી તરીકે પ્રસિધ્ધ કરાયેલું પુસ્તક “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” ખૂબ સુંદર રીતે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા તે સન્માનને બિરદાવતો આ લેખ ખૂબ ચોટદાર છે. આ સાથે આ સુંદર પુસ્તિકામાં કેટલાક પ્રસંગો આલેખાયા છે જે આપણા સોરઠી ગ્રામજીવનની, આપણે જેને લોક તરીકે ઓળખીએ છીએ તેવા સામાન્ય માણસોની આગવી પ્રતિભા અને ખુમારીનું દર્શન કરાવી જાય છે.


અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ 8

આપણી સંસ્કૃતિના સાહિત્ય અને ભાષાના વારસામાં અનેક પ્રેમકથાઓના પણ રત્નો ભંડારાયેલા પડ્યા છે. સોન હલામણની આખી વાતમાં કુલ 91 થી વધુ દુહાઓ શ્રી મેઘાણીએ સંગ્રહી આપ્યા છે. આવી અનેક સુંદર, કંઠસ્થ પરંપરાથી સચવાયેલી સોરઠી પ્રેમકથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠી ગીતકથાઓ વસાવવા જેવું છે. એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંશો અત્રે ટાંક્યા છે.


શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી 9

શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલુ “શિવાજીનું હાલરડું” બાળકને માતાના ઉદરમાંજ મળતી શૌર્ય, બહાદુરી અને માતૃભૂમીના રક્ષણ માટે ખપી જવાની ઉદાત્ત ભાવના સાકાર કરતું હાલરડું છે. ભાગ્યેજ કોઇ એવો ગુજરાતી હશે જેણે માતાના મુખે આ હાલરડું નહીં સાંભળ્યુ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણીએ બીજી કોઇ રચના ન કરી હોત તો પણ આ એક જ રચના એ બતાવવા પૂરતી છે કે તેમને રાષ્ટ્રીય શાયર કેમ કહેવાય છે.


ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત) 10

રાસગરબા અને લોકગીતો આપણા ગ્રામીણ જીવનની અનેરી સંપત્તિ છે, મૌસમનો વરસાદ અને તેના અમૃત પરિપાક રૂપે ઉતરેલા ધાન અને અન્ય પાક પછી ધરતીપુત્રો મદમસ્ત થઇને આવા લોકગીતો પર જીવે છે, એક સુર, એક તાલ, સરખા ઠમકા અને તાળીઓ, સાથે ઝૂમતા ને આનંદતા હૈયા એ સોરઠી જીવનનું અનેરું રસદર્શન છે. શબ્દ, સંગીત અને ધ્વનિ એ ત્રણેયનો સુમેળ સાધનાર આવું જ એક સુંદર ગ્રામગીત…


પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી) 4

અખંડ ધણીની સાચી ઓળખ માટે રચાયેલા આપણા લોકસાહિત્યના વિશાળ વટવૃક્ષને લાગેલા આવા સુંદર ભજનો રૂપી ફળોનો પરિપાક આપણને મળ્યો છે એ આપણી સંસ્કૃતિનું સદનસીબ છે. ખૂબ ગહન વાણી પણ ખૂબ સરળ શબ્દોમાં, આપણી ભક્તિસાધનાની આ રચનાઓ એક અલગ ભાવવિશ્વનું સર્જન કરે છે. આજે માણો આવુંજ એક સુંદર ભજન.


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )


તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી 5

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ, મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ, તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે. હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે (પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…) ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ, પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ, બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ, બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે. – – ઝવેરચંદ મેઘાણી


લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી 2

લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ.. નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ.. પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ.. ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ .. ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ .. રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ !  – – – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી