સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જ્યોતીન્દ્ર દવે


12 comments
ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, "સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે." ગીતાની ગઝલનો આ સુંદર હાસ્યલેખ આજે પ્રસ્તુત છે...

ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે


8 comments
જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના "અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે...." પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા - સરળતાને લીધે માણવાલાયક છે.

અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે


9 comments
જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.

ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે2 comments
(અંગત નિબંધ પ્રકારના હાસ્યનિબંધમાં સમાજની કુપ્રથાઓ કે કુરિવાજો પર ધારદાર કટાક્ષ હોય છે, કે પછી અમુક વ્યક્તિવિશેષની આદતો, વિલક્ષણ-વિચિત્ર બાજુ કે ટેવો પર હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન હોય છે. જ્યોતીન્દ્ર દવેના નિબંધોમાં આ પ્રકારના સૂક્ષ્મ હાસ્યના તરંગો બધેજ વહેતા નજરે ચડવાનાં. તેમની કૃતિ "ખોટી બે આની" હાસ્યનિબંધો માટે સીમાચિહ્ન મનાય છે. પ્રસ્તુત નિબંધમાં માણસની વ્યર્થ પ્રશ્નો પૂછ્યા કરવાની આદતની સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરવા માટે ઝાટકણી કરવામાં આવી છે. વિશેષ વર્ણન, વાર્તાલાપ અને પ્રસંગોના યથોચિત ઉલ્લેખથી હાસ્યલેખક નિબંધના સ્તરને પરાકાષ્ઠાએ લઇ જાય છે.

? – જ્યોતિન્દ્ર દવે