સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઇન્દુલાલ ગાંધી


11 comments
આંધળી મા નો કાગળ અમૃત ભરેલુ અંતર જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે લખ કે માડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દા’ડા ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પહેરે, પાણી જેમ પઇસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ ! કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી. ખેતર વેચ્યા, ખોરડુ વેચ્યુ, કૂબામાં કીધો છે વાસ જારનો રોટલો જડે નહીં તે’દી, પીઉં છું એકલી છાશ તારે પકવાનનાં ભાણાં, મારે કોરી જારનાં ભાણાં દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. લખીતંગ તારી આંધળી માં ના વાંચજે ઝાઝા ઝુહાર ાંગે રહ્ય્મ નથી એકેય ઢાંકણ, કોઠીએ ખૂટી છે જાર હવે નથી જીવવા આરો આયવો ભીખ માગવા વારો અમૃત ભરેલું અંતરે જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ******** દેખતા દીકરાનો જવાબ ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ, આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત. વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની […]

આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી