સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગુણવંત શાહ


31 comments
મારા તાબામાં રહેલી સધળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે ; હે હિન્દુઓ ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાની પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શક્તિ અપાર છે. કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બેન્ક બેલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વિરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હિસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મિક હોય છે તેથી ઓડિટમાં પણ વાંધો આવતો નથી. ટ્ર્સ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રિયજનો હોય છે. કહેવાતા સંત બહારથી અલિપ્ત હોય છે, પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના  પી.આર.ઓ. ઈમેજ  બિલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લંપટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મિક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીન ફસાવે છે. તેઓ શક્તિપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું આશ્રમના અજવાળ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા, તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી. કોઈ કહેવાતા લોભનંદજી કે લંપટેશ્ર્વર કે મોહાનંદજીને પનારે પડનારી અંધશ્રધ્ધાળુ પ્રજા […]

સંતોને બગાડવાનું બંધ કરો – ગુણવંત શાહ


10 comments
સમી સાંજનો દરિયો ધીમે ધીમે અરે ! સૂર્ય આ મારામાં આથમીયો ! હવે આ હવા લથડતી ચાલે અને આ ઢળતી આંખ અકાળે નભથી ઝરમર ઝરી રહી છે પથભૂલી વાદળીઓ ! આંખોની સામે આ ઉડ્યું અંધારાનું વન પળપળમાં પથરાયાં કેવા જોજન જોજન હું મારામાં ડૂબી રહ્યો છું હું સૂરજ ! હું દરીયો  – ગુણવંત શાહ

હું સૂરજ ! હું દરીયો – ગુણવંત શાહ