સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગોપાલ પારેખ


હોંશે હોંશે – ગોપાલ પારેખ 5

અક્ષરનાદ ઇ પુસ્તક વિભાગના સંચાલક અને અદના ગુજરાતી બ્લોગર ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ, મનમાં ઉગી જાય તો ક્યારેક સુંદર રચનાઓનું સર્જન પણ કરે છે, આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના. પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી, કોઈ એક ક્ષેત્રમાં જકડાઇને રહેતો નથી. પ્રેમને મેળવવા હોંશે હોંશે અનેક કામો કરવાની તૈયારી દેખાડનાર એ પ્રેમાળ વ્યક્તિની વાત અહીં ખૂબ સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.


દેવલાલીના સંભારણાં – ગોપાલ પારેખ 8

શ્રી ગોપાલભાઈ પારેખનો પરિચય નેટજગતના વાચકોને આપવાની જરૂર જ નથી. ગુજરાતી નેટવિશ્વના વૃદ્ધ યુવાન કાર્યકર એવા ગોપાલભાઈ હમણાં થોડા દિવસો માટે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે હવાફેર માટે ગયેલા, ત્યાં રહીને આવ્યા બાદ તેમને થયેલ અનેક સુંદર અનુભવો વિશે તેમણે વાત કરી. આજના વિશ્વમાં જ્યાં એક તો આવા અનુભવો જૂજ છે અને બીજું કે તેમને અનુભવવાવાળાની નકારાત્મકતા એ અનુભવને શંકાની જ નજરોથી જુએ છે ત્યાં ગોપાલભાઈની અનુભૂતિ મને ખૂબ ગમી. તેમના જ શબ્દોમાં આજે તેમના ત્રણ અનુભવો પ્રસ્તુત છે.


પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ 1

ગોપાલભાઈ પારેખ તેમના ગુજરાતી બ્લોગ પર તો સદવાંચનનો પ્રસાર પ્રસાર કરતાં જ રહે છે, પણ ક્યારેક આમ તેમના વિચારોને પણ અભિવ્યક્તિનું માધ્યમ બનાવી આપણાં સૌની સાથે વહેંચતા રહે છે. ગુજરાતીના સમૃદ્ધ બ્લોગ્સ પૈકી એક જેને ગણી શકાય એવો તેમનો “મા ગુર્જરીના ચરણે…” સાહિત્ય સંચયનો ખજાનો છે. આજે પ્રાર્થના અને પ્રભુમિલન વિશે તેમના ચિંતન વિચારો પ્રસ્તુત છે, તો “ત્વમેવ માતા”ની રચનાત્મકતા ચોટદાર થઈ છે. અક્ષરનાદને આ સુંદર વિચારો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9

1.  ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય ) અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે ! પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે !   સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે, વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.   કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે, જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.   મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે, રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.   પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે  રે ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…   2.  ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે”  નું પ્રતિકાવ્ય ) (સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત) તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે ! એકલો ખાને, એકલો ખાને,  એકલો ખાને રે !   જો સહુ ડાચા ફાડે ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે !   જો સહુ ગણગણતા જાય ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને ભાઈ એકલો ખાને રે !   જ્યારે ગાળો દે સહુ કોઈ ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે એકલો ખાને રે !   તારો સાથ માંગે જો કોઈ તો નફ્ફટ થઈને, છેટો રહીને પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને […]