સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ધ્રુવ ભટ્ટ


6 comments
વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી 'ચંદન'નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી 'ચંદન'ની વાત આધારિત નાટક 'સમુદ્રમંથન' અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક 'અકૂપાર'ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.

‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત..


8 comments
સદભાવના યાત્રા દરમ્યાન ધ્રુવભાઈએ હિન્દીમાં સાંભળેલા અને તેમને ખૂબ ગમી ગયેલા ભજનને તેમણે ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે. હિન્દીમાં પ્રસ્તુત થયેલા આ ભજનો લોકોને ખૂબ ગમ્યા હતા. ગુજરાતીમાં પ્રસ્તુત થયેલા આ ભજનોને જન્મેજય વૈદ્ય દ્વારા સ્વરાંકિત કરવામાં આવ્યા છે જેનો ઑડીયો પણ ધ્રુવભાઈએ પાઠવ્યો છે. રતનપર, સણોસરા અને ઉંઝાની કોલેજમાં આ ભજનો પ્રાર્થના સમયે ગવાઈ રહ્યાં છે. પ્રસ્તુત ભજનરચનાઓ અને તેના ઑડીયો અક્ષરનાદને પાઠવવા બદલ ધ્રુવભાઈનો આભાર્. આશા છે વાચકોને સાથે સાથે સાંભળવાની પણ મજા આવશે.

બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ (Audiocast)


3 comments
આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.

તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ12 comments
શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા 'તિમિરપંથી' ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.

ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest


4 comments
ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા 'લવલી પાન હાઉસ'નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. 'લવલી પાન હાઉસ' એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.

રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ


7 comments
શ્રી ધ્રુવ ભટ્ટની ગીરની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર માંથી આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુતિ થઈ છે. અકૂપારનો હાલમાં જ અંગ્રેજીમાં અનુવાદ પ્રો. પિયુષ જોશી અને ડૉ. સુરેશ ગઢવીએ કર્યો છે. અકૂપારના આ અંગ્રેજી સંસ્કરણમાંથી થોડો ભાગ આજે અક્ષરનાદના વાચકો માટે ધૃવભાઈની પરવાનગી સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. આ પહેલા સમુદ્રાન્તિકેનો પણ અંગ્રેજી અનુવાદ રજૂ થયેલો છે. અકૂપારના અંગ્રેજી સંસ્કરણ માટે ધ્રુવભાઈને અભિનંદન સહ શુભકામનાઓ.

 ‘Khamā Gayrne’. (Akoopar in English) – Dhruv Bhatt7 comments
શ્રી ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા 'સમુદ્રાન્તિકે' માંથી સાભાર. પ્રસ્તુત રચના અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ધ્રુવભાઈનો આભાર. દરીયાનું સતત સાંન્નિધ્ય જે રીતે મને પ્રિય છે એવો જ કાંઈક ભાવ પ્રસ્તુત વાતમાં એક વૃદ્ધા કહે છે, ધ્રુવભાઈ તેમને શબ્દો આપે છે, "આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે." દરીયા વિશેની આવી સુંદર વાત પ્રસ્તુત કર્યા વગર કઈ રીતે રહી શકાય?

અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ


13 comments
'તમે ગાયાં આકાશ ભરી પ્રીતે તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે' કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, 'ગાય તેનાં ગીત' માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.

ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ


15 comments
અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ - ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ 'સૂર ઉમંગી' આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast)1 comment
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની - સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, 'પળના દિવાલ બારી પળની રવેશ છે' કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે 'મેં એટલે સમયને એ રીત પારખ્યો છે' કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, 'મને પરણશો?' ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.

બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ


1 comment
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય 'ગાય તેના ગીત', લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ


2 comments
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે'રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.

ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ6 comments
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા "ગાય તેનાં ગીત" માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા - અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે....? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.

દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ


8 comments
નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે.

ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ


6 comments
નવલકથા "તત્વમસિ" નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની "પર" થી "સ્વ" સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન "તત્વમસિ" વિશે મારી વિચારયાત્રા

“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂમેલ્યાં મેં તો પાણીને વચમાં આગ રે ઠારો તો શી પેરે ઠારશો હોજી બાઈ મેં તો વાંચ્યા રે વિનાની જાણી વાત રે નુગરાને શું ભણાવશો હોજી જેટલા ભરેલાં ભાળો, બમણાં ખાલી જાણો એવા અમે અંતરમાં ઉતાર્યા છે આકાશ રે તાગો તો કે રીત તાગશો હોજી બાઈ મારે ડુંગર પહોંચી દરિયો ઘૂઘવો માંહી થયા અચરજ ઝબકારા અપરંપાર રે એ વાતો કઈ રીત માંડશો હોજી બાઈ મારી આંખે ભાળ્યાં ઝગમગ દીવડાં દીવડાએ ઠળીયે દેખાડ્યાં આખા ઝાડ રે અદકેરું શું બતાવશો હોજી – ધૃવ ભટ્ટ

કઈ રીતે – ધૃવ ભટ્ટ


5 comments
આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો

એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ