સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દલપતરામ


પડઘા વિશે – દલપતરામ

પ્રસ્તુત કાવ્યમાં સિંહ પોતાના પડઘાથી વ્યાકુળ થાય છે ત્યારે શાણું શિયાળ તેને પડઘાનો ભેદ સમજાવે છે. કવિ પડઘાની આ વાતનું ઓઠું લઈને સારા વચન કર્મનો સારો, તો ખરાબનો ખરાબ પડઘો પડતો હોય છે તે બતાવી વાણીનો સંયમ જાળવવાની શીખ દે છે. અહીં પ્રાસ અને વર્ણાનુપ્રાસ વાળા દોહરા છંદમાં કવિએ સરળ રીતે પોતાની વાત રજૂ કરી છે.


મિથ્યાભિમાન – દલપતરામ 3

જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજી ઠક્કર તરફથી ૧૦૦ રૂ.નું ઈનામ અપાશે. એ જાહેરાતના જવાબમાં લખાયેલ કૃતિ એટલે આ મિથ્યાભિમાન. એ એક વિલક્ષણ નાટ્યકૃતિ છે, લોકબોલીમાં, શુદ્ધ દેશી શૈલીએ નીપજાવેલી ગુજરાતી જ કહી શકાય તેવી આ નાટ્યકૃતિને ઐતિહાસીક અને ક્લાસિક કહી શકાય. આ પહેલા પણ આ નાટકનો અંશ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો જ છે. આજે પ્રસ્તુત છે આ જ નાટકનો એક અન્ય હાસ્યસભર કટાક્ષસભર અને સચોટ અંક.


જીવરામ ભટ્ટ જમવા બેઠા – દલપતરામ 8

‘મિથ્યાભિમાન’ નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.


એક શરણાઈવાળો – દલપતરામ 10

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે: પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી, સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે. – દલપતરામ