સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અશ્વિનિ ભટ્ટ


માં – A Tribute to the Motherhood 4

મધર્સ ડે એટલે મમતાનો ઊત્સવ માં – શબ્દો થી પર અને લાગણીઓના પ્રદેશના આ સંબંધને હું ખરેખર શું વર્ણવી શકું ?….જ્યારે વિચાર્યું કે મધર્સ ડે ના દિવસે…એક એવી પોસ્ટ મૂકવી છે જે મારા પોતાના બ્લોગ માટે એક સીમા ચિન્હ બની રહે….મને એ વારે ઘડીયે વાંચવાની ઈચ્છા થવી જોઈએ…..આ પોસ્ટ અત્યાર સુધીની મારી બધી પોસ્ટસ માં સૌથી લાંબી છે….પણ આ ખરેખર હ્રદયમાં થી આવે છે…અને ૧૧ તારીખે રવિવાર હોવાના લીધે મને આનંદ છે કે હું ઘરે હોઈશ અને મારી મા ને આ વંચાવી શકીશ…..મારી કદી એના માટે વ્યક્ત ન થયેલી લાગણીઓ તેને વંચાવી શકીશ… હું આજેય યાદ કરૂં છું એ દિવસો…એ સોહામણા દિવસો…જ્યારે જ્યારે હું ખૂબ તોફાન કરતો, વાંચવામાં કે હોમવર્ક કરવામાં ચોરી કરતો, મારી માં મને મારવા વેલણ લઈને દોડતી….ક્યારેક પકડાઈ જતો તો ક્યારેક દાદા, દાદી, ફઈ કે કાકા કોઈક બચાવી લેતા….કોઈ ના હોય તો ઢીબાઈ પણ જતો….અને પછી મને રડતો જોઈને એ મને ખોળામાં લઈને રડતી, વહાલથી પંપાળતી, એક એકા એક અને એક દૂની બે યાદ કરાવતી….આરા (કૂવા પાસે કપડા ધોવાની જગ્યા) માં કપડા ધોવા બેસતી અને ઓશરીના પગથીયે બેસીને હું પાડા (પહાડા) બોલતો….એ મને ખૂબ પ્રેમ કરતી, મારૂ માથું ઓંળી આપતી, સરસ પાથી પાડી આપતી…..મને સ્કૂલ જતા નાસ્તાનો ડબ્બો ભરી આપતી…વહાલ થી બકી કરતી…..ખોળામાં સૂવડાવતી……એ માં ને યાદ કરવા કોઈ સ્પેશીયલ દિવસની જરૂર નથી….જેણે મારી ઓંળખાણ મારી સાથે કરાવી, જે મને મારી પહેલા થી ઓળખે છે….અને હું જેના અસ્તિત્વનો એક ભાગ છું એવી મારી મા ને માટે હું શું લખી શકું….મને કાંઈ સૂઝતુ નથી……શબ્દો ઓછા પડે છે…. આજે હું તેના થી છસ્સો કિલોમીટર દૂર રહું છું, મહીને કે બે […]