સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ

ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે.. તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે!


પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ

મહાશિવરાત્રી પાપમુક્તિનો, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે.


સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ 2

કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.


બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ

આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.


ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ 5

આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ. પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ.
#ChatGPT #Lexica #AI #Tools #Gujarati #ContentWriting


Useful Android Applications

ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬ 2

આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા, રસપ્રદ ગેમ, ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા, મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે.


અક્ષરનાદનો સોળમા વર્ષમાં પ્રવેશ.. 21

અક્ષરનાદ.કોમ નામની ગુજરાતી સાહિત્યને સમર્પિત નાનકડી વેબસાઈટ આજે પોતાના અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશે છે.


કેસેટ્સના કામણ – જિજ્ઞેશ અધ્યારૂ 6

મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમનની કેસેટ્સ ધમધોકાર વેચાતી. જય આદ્યાશક્તિ, ઉતરાયણની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ – આ બધી સદાબહાર કેસેટ્સ હતી.


‘અથશ્રી’ પ્રશ્નોત્તરીના જવાબો 1

મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૨ (નવરાશનો સદઉપયોગ) 2

ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી અક્ષરનાદની આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં ઇ-પુસ્તકો પછી બીજા ક્રમે આવે છે. દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..


મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ : માણસ બની ગયેલા પ્રાણીની વાત : જિજ્ઞેશ અધ્યારૂ 2

કેટલીક ફિલ્મો એવી તો અસરકારક અને સજ્જ હોય કે એ શરૂ થાય ત્યારથી, એની પહેલી ફ્રેમથી પ્રેક્ષક તરીકે આપણને સતત એની સાથે જકડી રાખે અને આપણે એમાં ઊંડા ને ઉંડા ઊતરતા જઇએ, જાણે રીતસર ખૂંપી જઈએ. એ ફિલ્મની સફર પડદા પર ચાલી રહેલા દ્રશ્યો નહીં પણ જાણે આપણે ખરેખર જીવતા હોઈએ એવી રીતે એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય. લીજો જોઝ પેલિસરી દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ આવી જ એક અસરકારક, દંગ કરી દેતી સિનેમેટિક સુંદરતાથી ભરેલી અદભુત ફિલ્મ છે.


લિપસ્ટિક અંડર માય બુરખા (રિવ્યૂ) – જિજ્ઞેશ અધ્યારૂ 12

જેમને મારી જેમ, એકથી વધુ સમાંતર ચાલતી વાર્તાઓ વાળી ફિલ્મો ગમતી હોય, જેમને એક સાથે અનેક કથાનક, અનેક પાત્રો અને એમને ગૂંથી લેતા દોરા જેવું ફિલ્મનું એક મુખ્ય ધ્યેય અલગ-અલગ ઘટનાઓ દ્વારા એક જ ફિલ્મમાં જોવામાં રસ હોય એમણે Lipstick under my Burkha ખાસ જોવી જોઈએ.


રશિઅન ડૉલ : જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી – જીજ્ઞેશ અધ્યારૂ 1

અનેક વેબશ્રેણીઓના જમાવડા વચ્ચે માત્ર ‘ટાઈમલૂપ’ હોવાના લીધે શરૂ કરેલી ‘રશિઅન ડૉલ’ એક ક્ષણ પણ નિરાશ નથી કરતી. ખૂબ સબળ અને સ્પષ્ટ વાર્તાકથન, મજેદાર અને રસપ્રદ વળાંકો, પ્રભાવશાળી અભિનય, સહજ સંવાદો, વાર્તાની સાથે સતત વહેતો એક અંડરકરંટ જે સતત પ્રેક્ષકને વાર્તાથી આગળ લઈ જાય, અને ખૂબ આશાભર્યો અંત.. બધું મળીને આ શ્રેણીને આટલી લોકપ્રિય બનાવે છે.

Review of webseries Russian Doll

ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા 1

પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.


અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14

૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.


‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.


ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ 2

આજકાલ ફેમિનિઝમનો વાયરો વાય છે, ઘણી રીતે એ યથાર્થ પણ છે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કદાચ હવે આઉટડેટેડ છે, પોતાના અલગ અસ્તિત્વને ઝંખતી – પામતી સ્ત્રીઓની વાત કહેતી ઘણી ફિલ્મો – ટી.વી અને વેબ શ્રેણીઓ આવી રહી છે, એમાંથી ઘણી એ વાતને યોગ્ય રીતે મૂકી શકવામાં સફળ રહી છે, અમુક એવી પણ છે જે ફેમિનિઝમના પેકેટમાં એ જ ચવાઈને ડુચ્ચો થઈ ગયેલી વાતો ભયાનક રીતે ડ્રામેટાઈઝ કરીને મૂકે છે..


જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય 6

હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.


નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય 7

અક્ષરનાદ સર્વે સર્જકમિત્રોને, વાચકમિત્રો, સહયોગીઓ અને સર્વે સ્નેહીજનોને નવા વર્ષના સાલમુબારક.. વિક્રમ સંવત ૨૦૭૫નું આ નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સંતોષપ્રદ, ઉલ્લાસસભર અને સફળ નીવડે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના. ગત વર્ષે ઈશ્વરકૃપા અને મિત્રોના ઉત્સાહસભર સહકારથી અક્ષરનાદ સરસ ચાલી શક્યું, ધારણાથી વધુ સારી રીતે.. અશ્વિનભાઈ અનુદિત નવલકથા શિન્ડલર્સ લિસ્ટ અને ધ્રુવભાઈની તત્વમસિ અક્ષરનાદ પર ખૂબ વંચાઈ. એ સાથે અનેક કૃતિઓને વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને આવકાર મળ્યો. સર્જકમિત્રોનો અક્ષરનાદની ક્ષમતા અને પદ્ધતિમાં વિશ્વાસ અને સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે એથીય વધુ સત્વશીલ વાંચન વાચકો સુધી પહોંચાડી શકીએ અને નવા સર્જકોનો ઉત્સાહ વધારતો આ મંચ સહજતાથી આપી શકીએ એ જ પ્રયાસ સતત રહેશે..


હું ચંદ્રકાંત બક્ષી – એક હિંમતભર્યો નાટ્યપ્રયોગ 4

બક્ષીના જીવનની, સંઘર્ષો અને સંતોષની, વ્યક્તિત્વ અને ખુદ્દારીની વાત સચોટ કહેતી એકદમ ચુસ્ત સ્ક્રિપ્ટ, જે કહેવું છે એ સિવાય કંઈ જ નહીં કહેવાની કાળજી અને અભિનયનો ઉજાસ – હું ચંદ્રકાંત બક્ષી આ બધા જ માપદંડો સજ્જડ સાચવે છે. બક્ષીનામા લગભગ બેથી વધુ વખત વાંચ્યું છે, એટલે એમના જીવન વિશે તો ખ્યાલ હતો જ. ગયા મહીને કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં હતો ત્યારેય બક્ષીને યાદ કરેલા. પાલનપુર અને કલકત્તા, બંને સાથે બક્ષીનું અદ્વિતિય જોડાણ નાટકમાં સતત ઝળક્યા કરે છે.


‘મન્ટો’ ફિલ્મ રિવ્યૂ – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઘણાં વખતે એક ફિલ્મ જોઈને અજબ સંતોષ થયો. મન્ટો ફિલ્મ વિશે પહેલીવાર સાંભળેલું દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ટાઈમ્સ લિટરેચર ફેસ્ટિવલમાં જેમાં નંદિતા દાસને સાંભળવાનો અવસર મળેલો. કોઈએ એમને પૂછ્યું હતું કે મન્ટો એક ફિલ્મ તરીકે એમની વાર્તાઓને, એમના જીવન અને વ્યક્તિત્વને કેટલો ન્યાય આપી શક્શે? બે કલાકમાં તમે કેટલુંક બતાવી શક્શો. નંદિતાએ કહેલું કે મન્ટોના જીવનનો સૌથી અગત્યનો ભાગ – ૧૯૪૬થી ૧૯૫૦ સુધીનો સમય ફિલ્મમાં લેવાયો છે, અને ફિલ્મ જોયા પછી મને લાગે છે કે જાણે આથી વધુ સચોટ રીતે મન્ટો વિશે, એમના સર્જન અને એમના વ્યક્તિત્વ વિશે કોઈ કહી શક્યું હોત નહીં. મન્ટોના ચાહકો માટે આ એક અદનો અવસર છે.. આર્ટફિલ્મનું લેબલ લઈને આવી હોવાથી ‘મન્ટો’ ફિલ્મ જલ્દી જ થિએટરોમાંથી નીકળી જશે, પણ એ પહેલા એને જોઈ આવો.. રેસ ૩ કે વીરે કી વેડિંગ જેવી વાહિયાત ફિલ્મોને બદલે મન્ટો બે વખત જોઈ શકાય એવી ફિલ્મ છે. એક અદના લેખકને, ભારત અને પાકિસ્તાનના ભાગલાથી આહત થયેલા એક સર્જક જીવને એના સર્જનોથી ઓળખવાનો આ ફિલ્મથી વધુ સારો અવસર ભાગ્યે જ મળશે. નંદિતા દાસને તેમના આ સુંદર સાહસ બદલ વધાવી લેવા જોઈએ. અને ક્યાંક મનને ખૂણે આશાનું એવું બીજ પણ રોપાયું કે આપણા ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય કે મરીઝના જીવન પર પણ આવી કોઈ સુંદર ફિલ્મ બને તો!


સંબંધોની લાઈફલાઈન : ‘વેન્ટિલેટર’ – જીજ્ઞેશ અધ્યારૂ 1

આજકાલ ગુજરાતી ફિલ્મો નવી આદત પાડી રહી છે, થિએટરમાં મનગમતી સીટ પર બેસીને જાણે આપણા જ માટે શો ગોઠવાયો હોય એમ ફિલ્મ જોવાની આદત. દિલ્હી હતો ત્યારે નોઈડામાં ચાલ મન જીતવા જઈએ જોઈ, આખા થિએટરમાં પાંચ-છ જણ હતા, ગયા અઠવાડીયે નટસમ્રાટ જોઈ ત્યારે ત્રીસેક જણ હતા, એમાંય પાંચેક કપલ હતા જેમને કઈ ફિલ્મ છે એની સાથે કોઈ મતલબ નહોતો, નટસમ્રાટમાં તો મારી આગળ ટિકિટ લઈ રહેલા ભાઈએ કહ્યું, “કયું ખાલી છે?” પેલા બહેન કહે, “નટસમ્રાટ” તો કહે, ‘બે ટિકિટ આપો.” પણ બહેને જ્યારે ૨૮૦ રૂપિયા કહ્યા તો એ ભાઈ એમની સાથે આવેલા બહેનને કહે ‘ગુજરાતી ફિલમની ટિકિટ ૧૪૦, બોલો..’ હા, વડોદરામાં રેવા હાઉસફુલ હતું, પણ એવા પ્રસંગો ગુજરાતી ફિલ્મો માટે કેટલા?

એટલે ગઈકાલે મોટેરાના પી.વી.આરમાં ‘વેન્ટિલેટર’ જોવા ગયા અને અડધાથી વધારે થિએટર ભરેલું જોયું તો હરખના આંસુુ છલકાઈ ગયા. ક્યારેક મનગમતી સીટ ન મળવાનોય આનંદ હોય છે.


બ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ 17

હું કૂદીને સામેની તરફની સીટ પર પહોંચી ગયો. અહા, ઋષિરાજ પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટ સફેદી ઓઢીને જાણે હાથ હલાવીને અભિવાદન કરતા હોય, એને જોવામાં એવો તલ્લીન થઈ ગયો કે ફોટો પાડવાનું જ ભૂલી ગયો. એ અદ્રુત દ્રશ્ય જાણે મનમાં ફ્રેમ થઈ ગયું છે. કેટકેટલી સદીઓથી એ અહીં એમ જ, સાવ નિશ્ચિંત ખડો છે! યુગોથી એ અહીં ભારતના એક મોટા વિસ્તારને જાણે આશિર્વાદ આપતો ઉભો છે. વિમાનની બારીમાંથી એ ઓઝલ થયો ત્યાં સુધી એને જોયા કર્યું, પછી મારી સીટ પર જઈને વિમાનમાંથી જ બ્રહ્મપુત્રાના ફોટા પાડ્યા, પણ ત્યાં સુધી તો વિમાને ગૌહતી તરફનું ઉતરાણ શરૂ કરી દીધેલું.


પ્રવાસ અને યાત્રા વચ્ચે મળૂભતૂ ફરક – જીજ્ઞેશ અધ્યારૂ 5

પ્રવાસ અને યાત્રા વચ્ચે મૂળભૂત ફરક કયો? મારા મતે કોરા આનંદથી ભીના સંતોષ તરફનું પ્રયાણ એટલે પ્રવાસથી યાત્રા.. ગીરના અમારા કાયમી ઠેકાણાસમ અનેક સ્થળોમાંનું એક મનગમતું સ્થળ એટલે ચીખલકૂબા. ડેડાણ થઈને તુલસીશ્યામ તરફ જવાના રસ્તે જસાધારના ગીર અભયારણ્યના પ્રવેશદ્વારથી એકાદ કિલોમીટર પહેલા જમણી તરફ વળે છે એક કાચો-પાકો રસ્તો, ખેતરો અને ઝાડીઓની વચ્ચે થઈને ચીખલકૂબા નેસ તરફ. જો માહિતી ન હોય તો ભાગ્યે જ ખ્યાલ આવે, આવા સ્થળોની સ્વચ્છતા, સુંદરતા અને મહત્વ બચી રહ્યાં છે કારણકે એ પહોંચથી દૂર છે..


ઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ 4

ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,

‘Death was the ultimate safeguard against the darkest dangers of our nature.’

અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે.


ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED 6

માઇક્રોફિક્શન વાર્તા લખતા, સમજતા, મથતા મિત્રોની ટોળકી એટલે સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે બે વર્ષ પૂરા થયા. દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા પછી બનેલા આ ગ્રૂપના બે માઈક્રોફિક્શન પુસ્તકો અને અનેક સામયિકો – વર્તમાનપત્રોમાં છપાયેલી એની રચનાઓ સાબિતી છે કે અહીં સતત શીખવાનો, લખવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો અને સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો સતત પ્રયત્ન થાય છે. આ અક્ષરનાદે ‘સર્જન’ ગ્રૂપ અને આ પહેલાની ત્રણ માઈક્રોફિક્શન સ્પર્ધાઓ એદ્વારા અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે, અને અહીં થતી મથામણ, જોડણી વિષયક ચર્ચાઓ અને વાર્તા સ્વરૂપનું વિવેચન ફક્ત માઈક્રોફિક્શન જ નહીં, લઘુકથાઓ અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ સભ્યોને ઉપયોગી થઈ રહે છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે ફરીથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ચોથો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition


ઈ-પુસ્તકો : ઈતિહાસથી વર્તમાન સુધી.. – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઈ-પુસ્તકો આજે સર્વસામાન્ય થઈ પડ્યાં છે. ઈ-પુસ્તક એટલે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાંચી શકાય એવું પુસ્તક, એ અનેક ફોર્મેટમાં આવે છે, અપ્રાપ્ય પુસ્તકોના સ્કેન કરેલા ઈમેજ સ્વરૂપના પાનાંથી લઈને અડૉબેના પી.ડી.એફ, ઓપન ફોર્મેટ એટલે કે ઈપબ સ્વરૂપે, અમેઝોન કિન્ડલ વાપરે છે તે મોબી અથવા એ.ઝેડ.ડબલ્યૂ ફોર્મેટ અને અન્ય ઘણાં સ્વરૂપોમાં એ ઉપલબ્ધ છે.

૧૯૪૯માં એન્જેલા રૂઈઝ રોબલ્સે ઓટોમેટેડ રીડર બનાવ્યું હતું, પણ ન તો એને પ્રસિદ્ધિ ન મળી ન તો એ ચાલ્યું. ઈલેક્ટ્રોનિક પુસ્તકોનો વિચાર આપનાર અને તેની શરૂઆત કરનાર હતા માઈકલ હાર્ટ જેમણે અમેરિકાના બંધારણની નકલ તૈયાર કરી ૧૯૭૧માં પ્રોજેક્ટ ગુટનબર્ગ હેઠળ પ્રકાશિત કરી. (જે વર્ષે પ્રથમ ઈ-મેલ મોકલાયો હતો એ જ સમય)


વિશ્વ પુસ્તકમેળો, દિલ્હી : એક અવલોકન – જીજ્ઞેશ અધ્યારૂ 10

પહેલા જ ખંડમાં હિન્દી પ્રકાશકોનો ભયાનક મોટો જમાવડો હતો. ઑથર્સ કોર્નર પર પુસ્તક વિમોચનની તૈયારીઓ થઈ રહી હતી, જાણીતા પ્રકાશકોના સ્ટૉલ પર ભીડ હતી. એક પછી એક પ્રકાશકોના સ્ટૉલ પર ફરતો રહ્યો અને તેમના સ્ટૉલની અનેરી સજાવટ, પુસ્તકોની ગોઠવણી, વિવિધતા, વિષયોની તાજગી, કેટલાક સદાબહાર પુસ્તકોની અવનવી પ્રત જોતો રહ્યો. મુખ્ય ગેટથી જે આખી ભીડ મારી સાથે આવેલી એ સામેના અંગ્રેજી પુસ્તકોના ખંડ તરફ વળી ગઈ હતી, એટલે આ ખંડમાં એની સરખામણીએ ઓછા લોકો હતા. હિન્દી પ્રકાશકો સિવાય અહીં વિવિધ ધાર્મિક પુસ્તકો અને ગુરુઓ – બાબાઓના સાહિત્યના સ્ટૉલ પણ હતા. કેટલાક ઈ-પુસ્તકોના અને ઑડિયો પુસ્તકોના સ્ટૉલ પણ હતા. મને ઘણાં સ્ટૉલ ગમી ગયા, પણ તેમાં અમુક નોંધપાત્ર સ્ટૉલ અને તેમના પુસ્તકો વિશે લખ્યા વગર રહી શકીશ નહીં.


વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માણસના મનમાં શું ભંડારાયેલું છે? જો સમાજના, સભ્યતાના, કાયદાના, સંબંધોના, જીવનનિર્વાહના કે એવા કોઈ પણ બંધન ન હોય તો માણસ કેવો હોય? એનો અસલી ચહેરો, એનું ખરું સ્વરૂપ કેવું હોય? એવું જ હોય જેવું અત્યારે છે? કદાચ અત્યારે પણ કામનાઓ, વિકૃતિઓ, ઈચ્છાઓ બળવો પોકારીને મનનો કબજો લઈ લે છે, અને કદાચ સંજોગો ઈચ્છાઓને કચડીને રોજીરોટી કમાવા કે કુટુંબના ભરણપોષણ માટે, કચડાયેલી ઈચ્છાઓ સાથેની જિંદગી જીવવા મજબૂર કરી દેતી હોય છે, અને એટલે જ રોજેરોજ છાપામાં આપણે નિતનવા સમાચારો જોઈએ છીએ.. પણ બંધનો વગરનું જીવન કેવું હોય? બંધનો વગરના માણસની જરૂરીયાતો શું હોય? ઈચ્છાઓની પૂર્તીનો? માણસની અંદરનો જાનવર જાગે અને સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત મુજબ બળિયાઓ રાજ કરે કે પછી માણસ વધુ સંતુષ્ટ, વધુ પરીપક્વ બનીને ઉભરે? આવા અને એથીય વધુ વિચારપ્રેરક તત્વોને પોતાનામાં સમાવીને એક અનોખા વિશ્વના દ્વાર આપણી સમક્ષ ખોલતી એક અદ્રુત ટેલિવિઝન શ્રેણી એટલે વેસ્ટવર્લ્ડ, ટી.વી. શ્રેણીઓમાં અનેક સાવ વાહિયાત, નકામી અને ખોટા સંદેશા આપી જતી હોય છે, તો કેટલીક તો એથીય ખરાબ, કોઈ મતલબ વગરની નકરો ટાઈમપાસ જ હોય છે, પણ વેસ્ટવર્લ્ડ એમાં ખૂબ મોટો અપવાદ છે.


ઉગ્રસેનની વાવડી : ફિલ્મોથી પુનર્જીવન પામેલો ઈતિહાસ 7

દિલ્હીમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા કનોટપ્લેસથી તદ્દન નજીક, મુખ્ય એવા રાજીવચોક મેટ્રો સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે, હેલી રોડ પર સ્થિત ઉગ્રસેનની વાવડી / બાંવડી દિલ્હી અને આસપાસના ભૂતિયા સ્થળોમાં પ્રમુખ ગણાય છે. ઈન્ડિયા ગેટ અને જંતર મંતરથી સાવ નજીક આવેલી આ વાવ ફિલ્મ પી.કેમાં આમિર છુપાય છે એ જગ્યા તરીકે દર્શાવાયેલી જેના લીધે એ ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની મૂળ ઓળખાણ ભૂતવાવ તરીકેની છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોમાં તે સ્થાન પામે છે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરાય છે. સવારના સાતથી સાંજના છ સુધી અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. હેલી રોડ પરની નાનકડી ગલીના રસ્તે જવાતું હોઈને વાવ સરળતાથી શોધી શકાય એમ નથી. અમે ગૂગલ મેપના ઉપયોગથી એ શોધી. એ પહેલા હેલી રોડની ગલીનું વાતાવરણ પણ અનોખું છે. અહીં ગલીમાં કોઈ મોટા ટોળા કે શોરબકોર વગર એક શોર્ટફિલ્મનું અને એક એડવર્ટાઈઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. એ વટાવીને અમે આગળ વધ્યા તો એક વળાંક પછી ડાબા હાથે આવે છે ઉગ્રસેનની બાવડીનું પ્રવેશદ્વાર જે કોઈ જેલના પ્રવેશદ્વારની જેમ સળીયાવાળા દરવાજાઓનું બનેલું છે. બે’ક ચોકીદારો તદ્દન નિસ્પૃહ ભાવે અહીં બેઠા હોય છે. પરિસરમાં પ્રવેશ પછી અને વાવમાં પગથીયા દ્વારા પ્રવેશ કરતા પહેલા જમણી તરફ પુરાતત્વ વિભાગે પથ્થર પર કોતરેલ નકશો અને સૂચનાઓ છે, ડાબી તરફ આ વાવ વિશેની માહિતી દર્શાવાઈ છે.