સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સમીરા પત્રાવાલા


રસ્તો – સમીરા પત્રાવાલા 13

સૂરજ આજે એના પૂરા જોશમાં હતો. આજે જાણે જમીનને વીઁધીને પાતાળ સુધી પહોંચવાનું પ્રણ માંડ્યું હોય એમ કાળઝાળ વરસતો હતો. વરસાદ આ વર્ષે ઓછો હતો એમાંય આ મોસમ જ પાણી વગરની હતી! ક્યારે એવું લાગતું જલદી ઊઠીને નદી બનીને વહી જાઉં અને સાગરમાં સમાઈ જાઉં. પણ આવું વરદાન તો મને વેદપુરાણે પણ નથી આપ્યું. માણસોના પ્રતાપે મારા શરીર પર હવે કોઈ આવરણો રહ્યા નહોતાં એટલે તડકો પણ થપાટ મારીને મને અંદરથી વીંધતો હતો. ધરતીનાં પટ પર વિસ્તરાઈને લોકોને ઠેકાણે પહોંચાડવાનું મારું કામ! દુનિયા આખી અને કુદરતનો ભાર વેંઢરવાનું નામ મારી જિંદગી! માણસે મારા ઉપર ડામરના લપેડા એવી રીતે લગાવ્યા હતા જે જાણે બળદને નથ પહેરાવી હળમાં જોડાવા તૈયાર કર્યો હોય.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ… – સમીરા પત્રાવાલા 10

આજે પ્રસ્તુત છે વૈવિધ્ય વિષયવસ્તુ અને સુંદર – વિષદ વાર્તાફલક ધરાવતી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા 13

વહેલી સવારે છાપાં પર નજર કરી. પોલિટિકલ ન્યુઝ આમ તો મને ઉડતી નજરે જ જોવા ગમે છે, પણ આજે કંઈક અલગ જ હતું! મહિલા મોરચા ની વિશેષ કામગીરીએ એક ઉંચી વગનાં બળાત્કારીને સજા અપાવી હતી એના એ સમાચાર હતાં. ઉડતી નજરે પણ મોટા મોટા નામો અને અમુક ફોટાઓ વચ્ચે એક ચહેરા પર નજર અટકી પડી. એ ચહેરા સાથે નામ હતું કોર્પોરેટર “નસીમ શેખ”

મારા માટે આ ચહેરો અજાણ્યો ન્હોતો. નસીમ મારી નજર સામે મોટી થઈ હતી અને આજે મોટા માણસો વચ્ચે ઉઠતા બેઠતા પણ થઈ હતી મારા માટે એ ગર્વની વાત હતી. નસીમ મારી કામવાળી નૂરબેનની સાવકી ઓલાદ હતી. એની માનાં મોત પછી એની માસી જ એની નવી મા બની ગઈ હતી. એના અબ્બા પણ ચપ્પલ સીવી ગુજરાન ચલાવતાં. નસીમ એમની આંખોનો તારો હતી. માનું વર્તન એની હાજરીમાં ખુબ સારું હતું પણ નસીમ એટલી નસીબદાર ન્હોતી.


બેજુબાન! (ટૂંકી વાર્તા) – સમીરા પત્રાવાલા 13

ઊઊંઊંઊ….. મોમ! મને કોઈ અંદર કબ્રસ્તાનમાંનથી જવા દેતું… મોમ! તારા બધા સગા જાય છે તો મને કેમ નથી લઈ જાતાં… હું તો તારું બેબી છું ને? ઉફ્ફ્ફ! આ પટ્ટો મને મારી જ નાંખશે. કોઈ તો રોકો આ લોકોને… મને કેમ મારા ઘરથી દૂર લઈ જાય છે. ઊઊંઊંઊં….

તને ક્યાં શોધું મોમ! મારી તો જિંદગી જ બદલાઈ જાશે મોમ! જિંદગી? આના વિશે તું બહુ વાતો કરતી.. જ્યારે દરિયા અને ઢળતા સૂરજ ને જોતી તો બસ જિંદગી ની ફિલોસોફી જ જાડવા માંડતી… હું અને ડેડ બહુ કંટાળતા એ વાતોથી… મને તો સમજાતું જ નહીં શું હતું જે તું ડેડને કહેતી? જિંદગી હસતા બાળકનો ખિલખિલાટ છે..


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો 13

પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ અને બીજી ચાર વાર્તાઓ આપણે આ પહેલા માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ.