સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રવિ સાહેબ


સંતો ધોખા બડા ધુતારા.. – રવિ સાહેબ 1

રવિ સાહેબના નામથી ગુજરાત – સૌરાષ્ટ્રમાઁ ભાગ્યે જ કોઈ અજાણ હશે. રવિસાહેબના ભજનો આપણી ગ્રામજનતામાં ઠેરઠેર કઁઠઃસ્થ સ્વરૂપે પણ મળી આવે છે એવી તેની અસર અને પહોઁચ અનુભવાય છે. આજે રવિસાહેબની આવી જ ત્રણ સુંદર ભક્તિરચનાઓ પ્રસ્તુત છે. ૧) મન રે રામભક્તિ કર સાચી, ૨) સંતો ધોખા બડા ધુતારા અને ૩) સંતો હમ ભેદીકે ભેદ, જૂઠા જ્ઞાની કથત હે વેદી પ્રસ્તુત કર્યા છે. આશા છે કે શ્રાવણમાસના આ અનેરા પર્વ પર ભક્તિરચનાઓ સમયોચિત પ્રસ્તુતિ થઈ રહેશે.


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨) 6

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..


રવિસાહેબના ત્રણ ભજનો… (Audio / Video) 4

સંતશ્રી ભાણસાહેબ સમાધિસ્થાન, કમિજલા (તા. વિરમગામ) ના મહંત શ્રી જાનકીદાસજીબાપુ સાથે આવેલા કેશવપુરા ગામના સેનવા સમાજના દેશી ભજનિકોમાં ચાર સગા ભાઈઓ છે. શ્રી મોરારીબાપુ દ્વારા સંતવાણી – સંતસાહિત્યના ગાયકો, વાદકો અને વિદ્વાનોને સન્માનવા માટે યોજાતા સંતવાણી એવોર્ડ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ દરમ્યાન આ ભાઈઓ, શ્રી જેઠાભાઈ મકવાણા, શ્રી વીઠાભાઈ મકવાણા અને શ્રી કાવાભાઈ મકવાણાએ સંતવાણીની સરવાણી રેલાવી હતી તેમાંના ત્રણ ભજનો આજે અહીં મૂક્યા છે. રવિસાહેબના આ ભજનો અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુનો ખૂબ ખૂબ આભાર અને વંદન.


જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ 2

પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય – પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી – શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું – એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે – એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ – જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.