સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મુર્તઝા પટેલ


તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ 7

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે… પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


દુવાની અસર… – મુર્તઝા પટેલ (Audiocast) 33

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, અને વાચકમિત્રોના અપાર પ્રેમને પામી છે. પણ આજે તેઓ પોતાની ઘરેડથી અલગ – નવી જાણકારી, મેનેજમેન્ટ અને વ્યવસાયિક વાતોને મૂકીને એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. વળી આ પ્રસંગ તેમના અવાજમાં સ્વરબદ્ધ પણ થયો છે, તો આવો આજે વાંચીએ, સાંભળીએ અને માણીએ મુર્તઝાભાઈ પટેલની નવી કૃતિ, ‘દુવાની અસર…’ પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ 19

હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ… આજે પ્રસ્તુત છે એક સદાબહાર હિન્દી ગીત વિશે તેમના હટ’કે વિચારો, અને સાથે ગીત તો ખરું જ.


લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર? – મુર્તઝા પટેલ 13

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે. આજની આ કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


વાનરો વેચવાનો વેપાર એટલે… 17

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે.