સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મનોહર ત્રિવેદી


કમાલની ત્રણ દીકરીઓ… – મનોહર ત્રિવેદી 5

ગઈકાલે ફાધર્સ ડે હતો. અત્યાર સુધી એક પુત્ર તરીકે જ આ દિવસને વિચારતા એ અનોખી વાતનો અહેસાસ જ ન થયો – ગઈકાલે મારી પુત્રીએ જ્યારે તેની મમ્મીના શીખવ્યા મુજબ ‘હેપ્પી ફાધર્સ ડે પપ્પા’ કહ્યું ત્યારે લાગણીઓની વાત અનોખી થઈ રહી. ‘તો પપ્પા હવે ફોન મૂકું’ જેવી સુંદર અને હ્રદયસ્પર્શી રચના આપનાર આપણા કવિ શ્રી મનોહર ત્રિવેદીની એક અનોખી રચના દીકરીઓ વિશે જ છે… કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા અને તેની ત્રણ દીકરીઓ વિશેની આ રચના હ્રદયસ્પર્શી તો છે જ – પિતા માટે એ લાગણીની સફર છે…. અને આજે પ્રસ્તુત છે એ જ સફર મનોહરભાઈના શબ્દો સાથે અને આપણી લાગણીના ઉંડાણે.


આવકારો… – રાવજી પટેલ 3

રાવજી પટેલની પ્રસ્તુત ગઝલ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય રીતે બિરાજમાન છે. દરિયાનો સ્હેજ ઈશારો થતાં જ દૂર પ્હાડમાં સૂતેલાં ઝરણ જાગી જતાં હોય છે, આ દિવ્ય પ્રેમનો તલસાટ સામાપક્ષે પણ એટલો જ હોય છે. પ્રસ્તુત ગઝલ એ જાગૃત અને અર્ધજાગૃત મન વચ્ચેના એક પડાવનું સુંદર આલેખન છે. ક્યાંક રઝળપાટ ભૂલીને પરમાનંદમાં લીન થતાં વેંત દુનિયા જેને સફળતા કહે છે તેનું સ્મરણ થતાં ઉઠવું પડે એ દુર્ભાગ્ય જ છે. તો ત્રીજા શે’રમાં પ્રેયસીની પણ અનોખી વિભાવના… તો અંતિમ શે’રમાં રાહ જોયા પછી શરૂ થયેલું કાર્ય ઉપસ્થિતી અનુપસ્થિતીનો ચિતાર રજૂ કરે છે. પ્રતિપળ નાવિન્ય એ જીવનનો ક્રમ છે, પણ એને સ્વીકારીને સહજ જીવવું જ પડે છે. કોઈ વિશેષના ઈન્તજાર છતાં આવી ગયેલાની વાસ્તવિકતા પણ સ્વીકારીને કવિ ‘માફ કર’ શબ્દસમૂહ પ્રયોજી લે એ, એને સ્વીકારી જીવાતા જીવનનો અનુબંધ જાળવે છે.


ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ 9

નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે.