સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પૂર્વી મોદી મલકાણ


બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ 10

નવરાત્રિ અને દશેરાની ચર્ચા હોય અને બંગાળની દુર્ગાપૂજાની વાત ન હોય તો આ ઉત્સવ અધૂરો રહી જાય છે. વસ્તુતઃ દુર્ગાપૂજા વગર બંગાળ અને બંગાળીઓની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બંગાળમાં દશેરા એટલે રાવણદહન નહીં બલ્કી મહિષાસૂર વર્ધિનીનાં પૂજનનો સમય. માન્યતા છે કે નવમી સદીનાં પૂર્વાર્ધમાં બંગાળમાં જન્મેલા દિપક નામનાં સ્મૃતિકારોએ શક્તિ ઉપાસનાની પરિપાટિ (પરંપરા) ચાલું કરેલી. આ સ્મૃતિકારો પછી રઘુનંદન ભટ્ટાચાર્ય નામનાં વિદ્વાન બ્રાહ્મણે દશપ્રહારધારિણીનાં રૂપમાં (પોતાની દશે ભૂજાથી પ્રહાર કરનારી) શક્તિનું પ્રચલન કર્યું ત્યારે તેમણે માતાના આ સ્વરૂપને શાસ્ત્રીય વિધિવિધાનથી સંપુષ્ટ કરી.


દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ 2

મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો.


તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ 5

બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.


મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ 10

અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. અમેરીકાથી ટૂંક સમય માટે ભારત આવેલા પૂર્વીબેન મોદી મહારાષ્ટ્રના ગણેશ શક્તિપીઠ મયૂરેશ્વરની તેમની મુલાકાત વિશે અને એ સ્થળવિશેષ વિશે વિગતે જણાવે છે.


વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ 36

પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.


ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ 28

અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.


વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ 23

પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૨) – પૂર્વી મોદી મલકાણ 9

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ – પૂર્વી મોદી મલકાણ 15

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વિશે વાત કરે છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.