સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પુષ્પાબેન વ્યાસ


ફૂંક વાગશે ફરી…. – પુષ્પાબેન વ્યાસ 6

કોઈ ગીત કે ગઝલ એટલી સુંદર કૃતિ હોય કે તેને વાંચતા વાંચતા ગાવાની ઈચ્છા થઈ આવે, એ મનમાં આપમેળે ગણગણાવા લાગે ત્યારે એટલું તો ચોક્કસ કે મનના વણજોયા તારને સ્પર્શતું એ ગીત કોઈક તો વિશેષતા ધરાવતું હશે જ. ગીતમાં કવયિત્રી સર્જનહાર પ્રત્યેની શ્રદ્ધાની વાત કહે છે. પ્રસ્તુત કૃતિમાં ક્યાંક રચનાકારને આધ્યાત્મિક જગત સાથે સીધો તર સંધાયો હોય એવી સંવેદના વાચકને થાય છે. પોતાના ભાવજગતમાં રહીને જે રચનાકારોની કૃતિઓ આપોઆપ ઉતરે છે તેમનો કૃત્રિમ રીતે કારખાનામાં બનતી વસ્તુઓની જેમ સર્જન કરતા સર્જકો કરતાં અંદાઝ સમૂગળો અલગ જ અનુભવાય છે. પ્રસ્તુત કૃતિ પણ જાણે આખેઆખી રચનાકારના માનસમાં ઉપસી હોય એવી સુંદર અને શ્રદ્ધાસભર છે.