સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પિંગળશી ગઢવી


હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ 14

શ્રી પિંગળશી ગઢવીની આ રચના આપણા ગામઠી સમાજની ભાષામાં સહજ રીતે શ્રદ્ધાનો વિસ્તાર દર્શાવતી અનોખી કૃતિ છે. વિચારતા લાગ્યું કે કવિ કેવી સરળ રીતે ઈશ્વર સાથેના સતત સંસર્ગને, તેના પરની શ્રદ્ધાને વર્ણવી જાય છે? ઈશ્વરને ભજવામાં, તેને સ્મરવામાં કોઈ બંધન હોતા નથી, પછી તે સમયના હોય, સ્થળના હોય કે ઈશ્વરસ્મરણની રીતના હોય. અમારી કાઠીયાવાડી ભાષાનો શબ્દ હટાણું, જેનો અર્થ થાય છે બજારકામ અથવા ખરીદી અને હાટડી એટલે ગુજરી બજારમાંની નાનકડી દુકાન. અહીં કવિ આ શબ્દોને ઈશ્વર સાથે કેવી રીતે સાંકળી લે છે? તેઓ કહે છે કે હરીની હાટડીએ તેમને કાયમ ખરીદી કરવા જવાનું હોય છે. હરિ તે કંઈ દુકાન ખોલીને બેઠા છે, ત્યાં તે કાંઈ ખરીદી હોતી હશે? હરીની હાટડીએ હટાણું કરવા જઈએ અને ભક્તિ – શ્રદ્ધા – આસ્થા – સમર્પણ – ત્યાગ જેવુ નાણું નથી એ ગ્રાહક આવી મહાન હાટડીએથી પણ ખાલી હાથે જ પાછો ફરે છે.