સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. રાઘવજી માધડ


સરપંંચ – ડૉ. રાઘવજી માધડ

કાનો મારી લગોલગ આવીને ઊભો રહ્યો.

માર્યા…આને બોલાવવો પડશે!

મેંં કહ્યું; ‘કાંં કાના, કેમ છો?’

કાનો કહે; ‘ધૂબાકા!’

‘તારા બાપનો તંબૂરો ધૂબાકા? એક તો દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું છે ને પાછો ધુબાકાની દે છો?’ પણ આવુંં કહેવાય નહીં. બાકી હસવામાંંથી ખસવુંં થઈને ઉભુંં રહે. સાચું કહું? આવા લોકોને જાહેરમાંંતો કંઈ જ કહેવાય નહીં. માથે લૂગડાં નાખે. ફરિયાદ નોંધાવે, ન નોંધાવે તો આપડા દુશ્મનો એની પડખે થાય. ફરિયાદમાં પેલુંં લખાવે, લખો; ‘એટ્રોસીટી!’