સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કંદર્પ પટેલ


જય સોમનાથ – કંદર્પ પટેલ 5

હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર બિરાજમાન શિવ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રનો પ્રભાસ ભાગ પાસે નૈઋત્ય દિશાથી અરબી સમૃદ્ર નમન કરી રહ્યો છે, ત્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજમાન છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથ’નું આગવું મહત્વ છે. સૌથી વિશાળ શિવલિંગ – જેનું રક્ષણ અગાધ સમુદ્ર કરે છે. સીધા દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકાય તેવા દિશાસૂચન સાથેનો બનસ્તંભ સમગ્ર પૃથ્વીને જોડીને રાખતો ન હોય ! સતયુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર નામે જાણીતા ભગવાન સોમનાથ.


શૃંગાર, શૈયા અને શ્યામા.. – કંદર્પ પટેલ 3

શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે.

શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”


ધર્મનું કેન્સર.. – કંદર્પ પટેલ 3

બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી….! હાય..હાય…હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.

જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલ માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે.


સ્કિલ ડેવલપમેન્ટ કે still… development? – કંદર્પ પટેલ 5

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મૂક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો.


મંત્રદ: પિતા – કંદર્પ પટેલ 8

આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા.

પિતા એ…


ટર્નિંગ પોઈન્ટ, ટોકિંગ પોઈન્ટ – કંદર્પ પટેલ 12

જુન મહિનો. વેકેશન પુરા અને સ્કુલની શરૂઆત. દર વર્ષે આ મહિના દરમિયાન કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની ‘સ્ટુડન્ટ’ લાઈફને અલવિદા કહીને આગળ વધવા અસલી પરીક્ષાઓનો સામનો કરવા પોતાની ગાડીઓને ‘કિક’ લગાવતા હોય છે. આ સમયે કોલેજના કેટલાયે ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં પોતાની ‘હરાજી’ કરાવવા માટે લાઈનબદ્ધ ઉભા રહી જાય છે. ‘માર્કેટર્સ’ એકદમ શાકભાજીના ભાવે તેમની ખરીદી કરે છે અને તોયે ઢગલો ‘શિક્ષિત બેરોજગાર’ બનીને સડી જાય છે. આશાઓ- અપેક્ષાઓ- ઇચ્છાઓ- ભવિષ્યની સચ્ચાઈ… આ દરેક વાતો જાણે અંધકારમાં ડૂબેલી જણાય છે. સામાજિક, આર્થિક, વ્યવહારિક સંબંધોનું દબાણ એટલું હોય છે કે જાણે તેમને ‘પ્રેશર કૂકર’માં મુક્યા હોય અને ‘સીટી’ એ લોકો આમની હાલત પર મારતા હોય છે. નિરાશાના ગર્તમાં ડૂબીને નાસીપાસ થઈને બેસી જાય છે. મનને મારીને ગમે ત્યાં પોતાના ‘લેવલ’ કરતા નીચેના સ્તરની જોબ સ્વીકારે છે. શું કરવાના? આગળનો પ્લાન શું છે? જોબ મળી ગઈ? ‘પ્લેસમેન્ટ’ ના થયું? વિચાર્યું છે કંઈ? કોઈ જગ્યા એ ‘સેટિંગ’ પડ્યું? લોકોના શેતાની દિમાગની ઉપજ એવા આ દરેક પ્રશ્નો આખો દિવસ એક જુવાનિયાના મનને ભવિષ્યના ભયની પ્રતીતિ કરાવે છે, પણ કોઈને પ્રેરણાત્મક કે સૂચક વાતો કહેવી નથી.


માતૃદેવો ભવ… – કંદર્પ પટેલ 18

મા એક અવ્યક્ત સંબંધ, એક નિર્મમ અહેસાસ, અદ્વિતીય વિશ્વાસ. ગર્ભમાં એક મુક આહટથી માંડીને તેના જન્મ સુધી, તેની કિલકારીઓથી માંડીને કડવી થપાટ સુધી, આંગણાના તુલસીના છોડથી પૂજ્ય વડલાની પવિત્ર દોર સુધી, મા માતૃત્વની કેટ-કેટલી સંરચનાઓ રચે છે. પૃથ્વી પોતાના સંતાન માટે પર અમૃતનું ઝરણું, પતિ માટે પ્રેમનો અસ્ખલિત પ્રવાહ, પિતા માટે લાડકડી લાડો. દુનિયામાં માત્ર મા ને જ સૃજનશક્તિ અર્પીને ઈશ્વરે વિલક્ષણ વ્યવસ્થાની પ્રતિભા ધરી છે.

મા એટલે…


‘જાણ’ હોવા છતાં ‘જાણભેદુ’, સંસ્કારીતામાં છીંડુ.. – કંદર્પ પટેલ 10

બે દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’ (જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલા હતા.


સામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…! – 17

ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’ આપતા ગયા અને પોતાની કલમથી દુનિયાને ભારતીય ઇતિહાસનું એવું તે ઇન્જેક્શન ‘પ્રિસ્ક્રિપ્શન’માં મુક્ત ગયા અને પાછળ એ લેનારાઓની લાઈન લાગતી ગઈ. અને ઇતિહાસને વિકૃત ચિતરવાની શરૂઆત અંગ્રેજોએ જ કરી દીધી અને ત્યારબાદ સામ્યવાદીઓની આખી જમાત કીડીઓની જેમ ધીરે ધીરે કોરી ખાઈને ખોખલી કરી મુકવા પહોચી ગઈ.


સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ – કંદર્પ પટેલ 7

આજે તા. ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આજનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ છે, ૧૫૨ વર્ષ પહેલા આજના દિવસે જન્મેલા વિવેકાનંદજીના વિચારો અને માર્ગદર્શન, યુવાનોને તેમણે આપેલ આદર્શો અને ફિલસૂફી આજના સમયમાં પણ પ્રસ્તુત છે, ઉલટું તેની સર્વસ્વિકૃતિ અને પ્રસાર પ્રચાર વધ્યો છે. સ્વામી વિવેકાનંદને પ્રણામ સહ આજે કંદર્પ પટેલની કલમે પ્રસ્તુત છે તેમના વિશે આ સુંદર લેખ. અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.