સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અરુણા ચોકસી


એકલતા.. – અરુણા ચોકસી 16

વડોદરામાં એક પ્રતિષ્ઠિત નાગરિક અને કવયિત્રી સુશ્રી અરુણાબેન ચોકસીની એક અછાંદસ રચના પ્રસ્તુત કરી રહ્યો છું, વિષય છે એકલતા. એકલતાની અનુભૂતિ સહુએ કોઈને કોઈ સમયે મેળવી હોય છે. લોકો એકાંત ઝંખે અને એકલતાથી દૂર ભાગતા હોય છે. એકલતા ખાસ કરીને વૃદ્ધોને બહુ સાલતી હોય છે અને તેમાં પણ જયારે તેમને તેમના સંતાનો ભગવાન કે વૃદ્ધાશ્રમને સહારે છોડી દે ત્યારે એકલતાની ભાવશૂન્યતા જીવતરને જાકારો આપવા લાગે છે. આ વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે જેની માર્મિક રજૂઆત અરુણાબેને પ્રસ્તુત રચનામાં કરી છે.