સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શીતલ ગઢવી


12 comments
એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. 'જક્ષણી'

જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો)


7 comments
પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. ૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો. પ્રોમ્પ્ટ હતો.. વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત


6 comments
પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે. તા. ૬ - ૭ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. ફક્ત વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો. પ્રોમ્પ્ટ હતો.. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ... આ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત




5 comments
પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા 'સંભવ-અસંભવ'માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી.. "હેં?" હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : "એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!"

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ)


4 comments
‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત […]

છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ)



10 comments
પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ)