સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વલીભાઈ મુસા


7 comments
જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે : “નામદાર ન્યાયાધીશ સાહેબ, આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?

બિચ્ચારા દુખિયારા! – વલીભાઈ મુસા


11 comments
વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.

મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા


21 comments
આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક સુંદર માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજે ગોપાલ ખેતાણી, કિશોર પટેલ, નિતીન લિંબાસીયા અને વલીભાઈ મુસાની વાર્તાઓ પ્રસ્તુત કરી છે.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧ – વિવિધ પ્રતિયોગી મિત્રો12 comments
અક્ષરનાદ પર વલીભાઈની વાર્તાઓ સમયાંતરે સતત પ્રસ્તુત થતી રહે છે, એ જ શૃંખલામાં તેમની તરોતાજા વાર્તા નવપરણિત યુગલની આંતરીક સમજણની અને તેમના સહજ મનમેળની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

મધુરજની અને રજનીગંધા! – વલીભાઈ મુસા


18 comments
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં રહેતા, સાહિત્યના અનેક પ્રકારોના લેખનમાં વ્યસ્ત વલીભાઈની અક્ષરનાદ પર આ પહેલા ચારેક વાર્તાઓ પ્રસ્તુત થઈ ચૂકી છે. આજની વાર્તા આપણા સમાજના જાતિભેદને લીધે થતી આભડછેટને આવરે છે. આજની પેઢી આવી બદીઓને કેટલી સહજતાથી હટાવી શકે છે તેનું આ એક સહજ આલેખન છે. માનવામાં તો એવું આવે કે આ બદીઓ નાબૂદ થઈ ગઈ છે પણ શહેરો પૂરતી જ એ વાત સાચી છે, આપણા કેટલાય ગામડામાં આજે પણ એ કડવી હકીકત છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી વલીભાઈનો આભાર તથા શુભકામનાઓ.

ખુશાલનો ઢોલ (વાર્તા) – વલીભાઈ મુસા


15 comments
શ્રી વલીભાઈની વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, પરંતુ આજની તેમની વાર્તાનો વિષય કાંઈક અનોખો છે, 'જોડણી'. જોડણીને આધાર લઈને લખેલી તેમની પ્રસ્તુત વાર્તા એક બાળકના જોડણી વિશેના વિચાર અને તેની મનોદશા પણ પ્રસ્તુત કરે છે. મારા મતે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વાર્તાની ગૂંથણીને જોતા એ શક્યતાનો ભાર લઈ શકે એમ છે. આશા છે વાચકોને આ પ્રયોગ ગમશે. અક્ષરનાદને વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈ મુસાનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા16 comments
આજે પ્રસ્તુત છે વલીભાઈ મુસાની અનોખી વાર્તા. જો કે આજે પ્રસ્તુત વાર્તા પોતાનામાં પણ એક પૂર્ણ રચના જ છે, પરંતુ અહીં વિશેષ વાત છે, કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! એવો પ્રયોગ અહીં થયો છે અને સુસંગત વાર્તાની કડી પણ અહીં અપાઈ છે. પ્રયોગાત્મક સર્જનને અક્ષરનાદ સદાય આવકારે છે, અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ વલીભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા


10 comments
સમાજને બદીરૂપ પરંપરા અને નકારાત્મક રૂઢીઓને તોડીને આગળ વધવા માંગતી આજની યુવાપેઢીની વાત કરતી પ્રસ્તુત વાર્તા શ્રી વલીભાઈ મુસાની રચના છે. આજના યુવાનો સમાજને નુકસાનકારક એવી પ્રણાલીઓને તોડીને નૂતન સમાજની રચનામાં યોગદાન આપી શકે છે એ મતલબની વાત કહેતો વલીભાઈનો પ્રસ્તુત પ્રયત્ન વાચકમિત્રો સમક્ષ તેમણે આજે અક્ષરનાદના માધ્યમથી મૂક્યો છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવાની તક આપવા બદલ તેમનો આભાર તથા અનેક શુભકામનાઓ.

પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા


15 comments
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં રહેતા શ્રી વલીભાઈ મુસા ૭૨ વર્ષની ઉંમરે પણ સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. નવલિકા, નિબંધ, કાવ્ય, વિવેચન, હાસ્યલેખો, હાસ્યહાઈકુ, વ્યંગ્ય, કાવ્યો જેવા અનેક ક્ષેત્રોમાં લેખનરત વલીભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. 'દન્યાવાદ, નામસ્તે !' શીર્ષક ધરાવતી આ કૃતિને વાર્તાથી વધુ એક પ્રસંગ તરીકે જોવી જોઈએ જેમાં માનવમૂલ્યોના પ્રતિષ્ઠાન માટે કરાતા એક અનોખા પ્રયત્નનો ચિતાર આપવામાઁ આવ્યો છે. કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ વલીભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.

દન્યાવાદ, નામસ્તે ! (ટૂંકી વાર્તા) – વલીભાઈ મુસા