સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પન્નાલાલ પટેલ


3 comments
અક્ષરનાદ પરની પૉડકાસ્ટ રૂપે આપણા સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રસ્તુત કરવાના પ્રયત્નની આ સફરનો ચોથો મણકો.. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી પન્નાલાલ પટેલની સુંદર કૃતિ 'વાત્રકને કાંઠે' ગઈકાલે આ વાર્તા અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી જેનું ઑડીયો વર્ઝન આજે પ્રસ્તુત છે. અક્ષરનાદની ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રસ્તુત કરવાના પ્રયત્નને અનેક મદદરૂપ મિત્રો સાંપડી રહ્યા છે. દિલ્હીમાં ગુજરાતી સમાચાર વાચક, અને સાથે સાથે ગુજરાતી જાહેરાતો, સીરીયલો અને પ્રાયોજિત કાર્યક્રમોમાં અવાજ પણ આપે છે એવા પ્રણવભાઈએ આ કાર્યમાઁ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, આજે તેમના આ જ સહયોગને લીધે તેમના અનુભવસિદ્ધ્ અવાજમાં સાંભળીએ આ સુંદર વાર્તા...

શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૪ : વાત્રકને કાંઠે


4 comments
ઈ.સ. ૧૯૧૨માં રાજસ્થાનમાંના ડુંગરપુર જિલ્લાના માંડલીમાં જન્મેલા શ્રી પન્નાલાલ નાનાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં વિપુલ સર્જનને લીધે ખૂબ ખ્યાતિ મળી. એમની જાનપદી – પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી વાર્તાઓમાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો. ગામડું તો પન્નાલાલના લોહીમાં એટલે ગામડાની નિષ્ઠા અને સ્વાર્થપરાયણતા, શાણપણ અને લુચ્ચાઈ, ખમીર અને પામરતા, દિલાવરી ને દિલદગડાઈ, એની અકલ્પ્ય ગરીબી અને જડતા; આ બધું પન્નાલાલની વાર્તાઓમાં યથાતથ ઝીલાયું. તેમની વાર્તાઓએ ગ્રામ્યજીવનમાંથી પાત્રો રાષ્ટ્રસ્તર ઉપર મૂકી આપ્યાં. ‘સાચી ગજિયાણીનું કાપડું’ હોય કે ‘વાત્રકને કાંઠે’ હોય, સમાજજીવન અને વ્યક્તિજીવનના તાણાવાણા તેમાં અવશ્ય વણાયેલા મળે. એમને માટે સાહિત્યનો સ્વામી મનુષ્ય રહ્યો. વાત્રકને કાંઠે પન્નાલાલ પટેલની આગવી રચના છે. ભોળાભાઈ પટેલ નોંધે છે તેમ તેનો આરંભ અંતિમ દ્રશ્યની નજીકની પરિસ્થિતિથી થાય છે, વાર્તાની નાયિકા નવલના જીવનની વાત, મનોમંથન અને તેના અપરાધબોધને વાર્તાકાર તળપદી પ્રાણશક્તિ દ્વારા સજ્જડ ઉપસાવી આપે છે અને એ જ આ વાર્તાની વિશેષતા બની રહે છે.. તો આજે માણીએ શ્રી પન્નાલાલ પટેલ રચિત વાર્તા વાત્રકને કાંઠે.

વાત્રકને કાંઠે.. – પન્નાલાલ પટેલ


12 comments
પન્નાલાલ પટેલનો જન્મ માંડલી (હાલ રાજસ્થાન)માં થયેલો. ચાર અંગ્રેજી ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જકોમાં તેમની ગણના થાય છે. મળેલા જીવ, માનવીની ભવાઈ, વળામણ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. ખેતરમાં પાકને મુક્તપણે ચરતી ગાયને કાઢવા જતાં શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા જવામાં મોડો પડતો ગરીબ મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં કઈ રીતે પાસ થાય છે તે અહીં પન્નાલાલ પટેલની વિશિષ્ટ શૈલી દ્વારા આસ્વાદક રીતે ઉભરી આવે છે.

પરીક્ષા – પન્નાલાલ પટેલ