સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નટવરલાલ બુચ


7 comments
ઉકરડો એ આપણી એક સનાતન લોકસંસ્થા છે. લોકગીતની પેઠે એની ઉત્પત્તિ અને વિકાસ પણ અનેક અજ્ઞાત માણસોને હાથે થાય છે. શેરીની બાજુમાં કે ગામને છેડે આવેલી એકાદ ખુલ્લી જગ્યા પર કોઈક આવી રાખની ઢગલી કરી જાય. કલાક બે કલાકે બીજું કોઈ જણ આવી દૂધીનાં છોતરાં કે ડુંગળીનાં ફોતરાં ત્યાં ફેંકી જાય. વળી થોડી વારે ત્રીજું કોઈ આવી તૂટેલી તાવડી કે ફાટેલો જોડો નાખી જાય. આમ ઉકરડાનો પાયો નંખાય, પછી તો વાર્તામાંની રાજકુમારીની પેઠે તે દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે અને એમ કરીને જોતજોતામાં ભારે ઝડપી વિકાસ સાધે. આજે નાની સરખી ઉકરડી હોય તે આવતી કાલે વધીને મોટા મહાકાવ્ય જેવો ઉકરડો બની જાય. તે ક્યારે વધે તે આપણને ખબર પણ ન પડે તેથી જ આપણે તારુણ્યમાં પ્રવેશતી કન્યાની વૃદ્ધિને ઉકરડાના વિકાસ સાથે સરખાવીએ છીએ.

ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ


જોન ડ્યૂઈ છેલ્લા પોણોસો વર્ષોમાં કેળવણીના ક્ષેત્રમાં પ્રયોગો કરી તેમાંથી નવી પેઢીને સારી અને ઉપયોગી કેળવણી મળે તેવા પ્રયત્નો કરતા વિચારકોમાં મોખરે છે. તેમના નાના પણ ઘણાં ઉપયોગી પુસ્તક "Experience and Education" નો ગુજરાતીમાં અનુવાદ શ્રી નટવરલાલ બૂચ ગુજરાતીમાં "અનુભવ અને કેળવણી" અંતર્ગત કર્યો છે. આપણી સમજમાં કેળવણી શબ્દનો સ્પષ્ટ અર્થ શું થાય? જોન ડ્યૂઈ કહે છે, "કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે." પ્રસ્તુત લેખ જે પુસ્તક "અનુભવ અને કેળવણી" માંથી લેવામાં આવ્યો છે તેમાં લેખક પરંપરાપ્રાપ્ત અને પ્રગતિશીલ એ બંને કેળવણી પ્રવાહોનું પૃથક્કરણ કરે છે. મૂલતઃ અમેરિકન શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થા ઉપર આધારિત આ પુસ્તક આપણી શિક્ષણવ્યવસ્થાને એથીય વધુ લાગુ પડે છે. અહીં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ વિચારાયું છે જે નકારાત્મક નહીં, વિધેયાત્મક રચના અને કેળવણી પર આધારિત હોય. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ માંથી લેવામાં આવ્યો છે.

પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી – જોન ડ્યૂઈ, અનુ. નટવરલાલ બુચ