સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દુષ્યંત પંડ્યા


3 comments
તમે કદી માંદા પડ્યા છો? ગંભીર રીતે માંદા પડ્યા છો? એ હૉસ્પિટલની નાનકડી ઓરડીમાં એક સામટા તમારા અર્ધો ડઝન શુભેચ્છકો આવી ચડે એવો અનુભવ તમને થયો છે ખરો? અને તમારી સમક્ષ પોતાના કાકાના દીકરા ગણપતની, ફઈની દીકરી કુંદનની, પડોશી જગજીવનની અને એવી બધી વાતોનો પટારો ખોલે છે. તમારી માંદગી બાજુએ રહી જાય છે. ના. એમની આ બધી પૈડથી તમારું માથું દુખવા લાગે છે. આખરે મોડી સંજે એ જાય છે ત્યારે, તમે પ્રભુને પ્રાર્થના કરો છો કે, 'હે પ્રભુ!તું આવી માંદગી ન દેજે અને માંદગી દેવાનો હો તો, આવા મુલાકાતીઓ ન દેજે.' પણ મુલાકાતીઓ પર માંદા પડનારનો અંકુશ નથી. આવી જ માંદગીથી મુલાકાતીઓના અજોડ સંબધને દર્શાવતો શ્રી દુષ્યંતભાઈનો આ લેખ અત્રે પ્રસ્તુત છે.

(માંદગી ઉપર) મુલાકાતીઓ – દુષ્યંત પંડ્યા