સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. પ્રવીણ સેદાની


2 comments
રક્ષાબંધન એ એક સંબંધના અનેરા સ્નેહાળ બંધનની ઉજવણીનો, એ જવાબદારીના વહનની સહજ સ્વીકૃતિનો અને સૌથી વધુ તો ભાઈ બહેનના એક બીજા પ્રત્યેના સ્નેહનો ઉત્સવ છે. ડો. પ્રવીણ સેદાની દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલી પ્રસંગકથા આ જ દિવસના મહત્વની એક અનેરી દાસ્તાન કહી જાય છે. દરેક તહેવારોની સાથે કેટલીક યાદો, સ્મરણો જોડાયેલા હોય જ છે, રક્ષાબંધન વિશેના એવા જ સ્મરણોનું ભાથું લઈને અક્ષરનાદના વાચકમિત્રો સાથે વહેંચનારા ડો. પ્રવીણ સેદાનીની લાગણીઓ આપણને સૌને સ્પર્શી જશે એ ચોક્કસ. યાદોની આવી સુંદર સફરે આપણને લઈ જવા બદલ અને આ સ્નેહ ગાથા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈ બહેનના સ્નેહને વંદન સાથે સર્વે વાંચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.

સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની.


1 comment
આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર 'મરમી' ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.

પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત


10 comments
દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે. અક્ષરનાદના વાચક મિત્ર ડો. પ્રવીણ સેદાની કન્યાવિદાયની કપરી ક્ષણોને શબ્દોમાં, ભાવમાં કાંઈક આમ વર્ણવે છે. તેમનો ભાવ અને સુર શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમથી છલોછલ છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે. પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી પ્રસ્તુત રચના આપને પણ અવશ્ય સ્પર્શી જશે જ એવી ખાતરી સહ આ કૃતિ અક્ષરનાદને મોકલવા બદલ ડો. પ્રવીણ સેદાનીનો ખૂબ આભાર.

જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની