સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગોવિંદ શાહ


4 comments
એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ'હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ. યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા - અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ.

પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ


9 comments
શ્રી ગોવિંદભાઈ શાહનું સુંદર પુસ્તક 'તારે સિતારે' અનેક સુંદર લઘુકથાઓ સાથે અનેક પ્રેરણાદાયક વાતો મૂકે છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ બે સુંદર લઘુકથાઓ. અક્ષરનાદને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ