સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગુણવંત વૈદ્ય


3 comments
શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

ત્રણ પદ્યરચનાઓ – ગુણવંત વૈદ્ય   નવી પ્રસ્તુતિ...


1 comment
વાચકોની કાવ્યરચનાઓ અંતર્ગત આજે ગુણવંતભાઈ વૈદ્યની ત્રણ કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ગુણવંતભાઈની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે અને વાચકો તેમની કલમને સુપેરે જાણે છે. આ સાથે જીએચસીએલમાં કેમિસ્ટ તરીકે કાર્ય કરતા શ્રી હિતેષભાઈ ત્રિવેદીએ પણ ઉંમરના પાંચ દાયકા પછી તેમની લખવાની ઈચ્છાને પ્રથમ વખત સાકાર કરી છે. તો સાથે સાથે મોરબીના વિશાલભાઈ પારેખ પણ પ્રથમ વખત ગઝલરચના પર હાથ અજમાવી રહ્યા છે. વાચકો જ જ્યારે સર્જન કરવા પ્રેરાય એ હેતુ આ રચનાઓ મળ્યે સાકાર થતો દેખાય એ આનંદ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત   નવી પ્રસ્તુતિ...


15 comments
તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું? માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ. માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.

ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય8 comments
ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું નવું સર્જન - 'એક ઉર્ધ્વમુખી શૂન્ય'. સંબંધ, સંવેદના અને સમજણનો સંગમ પ્રસ્તુત કરતી આજની સુંદર રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.

એક ઉર્ધ્વમુખી શૂન્ય (વાર્તા) – ગુણવંત વૈદ્ય


9 comments
ગુણવંતભાઈ વૈદ્યની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે પ્રસ્તુત છે મંદિર વિશેની, આરતી વિશેની તેમની મનોવ્યથાનું સહોટ નિરુપણ એવી પ્રસ્તુત ઘટના. ગુણવંતભાઈના પ્રસ્તુત ચિંતનને વાચકો આવકારશે એવી અપેક્ષા સહ પ્રસ્તુત છે કૃતિ - સવારનું અલાર્મ, મંદિર...

સવારનું અલાર્મ – ગુણવંત વૈદ્ય


26 comments
વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.

એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય10 comments
ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું એમ નવું સર્જન - લઘુકથા 'વેડિંગ ઍનિવર્સરિ'. એક યુગલના જીવનમાં કઈ હદ સુધી સમજણ હોવી જોઈએ, કેટલું સહન કરવું જોઈએ.. સુંદર સર્જન અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.

વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય


8 comments
ગુણવંતભાઈ વૈદ્યની વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની ત્રણ ગઝલ પ્રસ્તુત છે જેમાંની એકનું વિષયવસ્તુ ચૂંટણી, વચનો અને તેમની પૂર્તિ વિશે છે, બીજી ગઝલ શક્યતાઓની ગઝલ છે, હિંમતની વાત કરે છે અને ત્રીજી ગઝલ તો ગઝલ વિશેની જ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો આભાર તથા શુભકામનાઓ.

ત્રણ ગઝલરચનાઓ.. – ગુણવંત વૈદ્ય


10 comments
કુદરતી આફતો દ્વારા જ્યારે વિષમ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે માનવતાની સાચી કસોટી થાય છે. વિપરીત સંજોગોમાં ટકી રહેવાની અને સંઘર્ષરત રહેવાની ક્ષમતાએજ કદાચ માનવજાતને આજના યુગ સુધી પહોંચાડી હશે ! આવી જ એક હોનારત દરમ્યાન વિખૂટાં પડેલ શિવા અને રેવાની વાત ગુણવંતભાઈ અહીં લઈ આવ્યા છે. ઘટનાની સચોટ આલેખનક્ષમતા અને સંજોગો તથા ભાવનાઓનું હ્રદયંગમ આલેખન એ ગુણવંતભાઈની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

શિવો અને રેવા (વાર્તા) – ગુણવંત વૈદ્ય14 comments
તાજેતરમાં ઉતરાખંડમાં થયેલા વિનાશની તસવીરો, વર્ણનો અને પ્રકોપ જોઈને હૈયું રડી ઉઠે એ સ્વભાવિક છે, હજારો લોકો જેમાં મૃત્યુનો ભોગ બન્યા છે અને કેટલાય કુટુંબો જે હોનારતમાં વિચ્છેદ પામ્યા છે એવા કુટુંબોના, મૃત્યુ પામેલા એ શ્રદ્ધાળુ યાત્રીઓના અને તેમના કુટુંબીજનોના દુઃખને અને તેમની વ્યથાને, જે ભોગ બન્યા છે એ સિવાય કોઈ ભાગ્યે જ સમજી શકે. લગભગ દરેક હતભાગી કુટુંબ એ જ પ્રશ્ન પૂછી રહ્યું છે, 'આવું અમારી સાથે જ શા માટે? અમારો શો વાંક?' કુદરતની સામે લાચાર વામણા માણસની આ આંતરીક ખોજ છે, જે સતત ચાલતી આવી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે... આવા જ સૂરની - એક અનોખી વ્યથાની કૃતિ આજે પ્રસ્તુત કરી છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ બાદ લખાયેલી શ્રી ગુણવંતભાઈ વૈદ્યની પ્રસ્તુત વાર્તાને 'ઓપિનિયન' સમાચારપત્ર, લંડન દ્વારા યોજાતી વ।ર્તાસ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અક્ષરનાદના વાચકો માટે ગુણવંતભાઈએ પાઠવેલી આ વાર્તા આજે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. ઈશ્વર સૌ મૃતકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

મુન્નો (વાર્તા) – ગુણવંત વૈદ્ય


14 comments
પ્રસ્તુત લઘુકથા શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ ઈ. સ. 1969 માં લખી હતી અને તેમના ભણતર દરમ્યાન - કોલેજમાં યોજાતી વાર્તાસ્પર્ધામાં એ પ્રથમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમના લેખનકાર્યની સહુ પ્રથમ રચના આ વાર્તા જ હતી. એટલે કે વાર્તા ક્ષેત્રે તેમનું પ્રથમ સંતાન આ 'ગોરખપુરનો કલાકાર' વાર્તા. આશા છે કે આપને તેમનો વીતેલા વખતનો આ પ્રયાસ ગમશે. આ વાર્તા અંગેના પ્રતિભાવો આપ જરૂરથી આપશો. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગુણવંતભાઈ વૈદ્યનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય


9 comments
શ્રી ગુણવંતભાઈ વૈદ્યની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. લઘુકથાના સ્વરૂપમાં એક પાતળા તંતુને ખૂબ ચીવટપૂર્વક ઉંડાણ સુધી લઈ જઈ તેના વિશે આવી કૃતિ રચવી એ ખૂબ કપરું અને ધ્યાન માંગી લેતું કાર્ય છે. એક નાનકડા બાળકના મનમાં અલગ અલગ રહેતા તેના માતા-પિતા વિશેની વાત, તેના પિતાની માતા વિશેની વિચારસરણી વગેરે ખૂબ સુંદર રીતે તેઓ પ્રગટ કરી શક્યા છે એ બદલ અભિનંદન અને અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

નિર્ણય.. (લઘુકથા) – ગુણવંત વૈદ્ય