સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઈશ્વર પેટલીકર


6 comments
અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.

છોકરમત કોની? – ઈશ્વર પેટલીકર


9 comments
શાળા સમયથી જ સંવેદનાસભર અને સંબંધોના તાણાવાણા મારફત હાર્દને સમજાવતી વાર્તાઓના આ અદના લેખક એવા શ્રી ઈશ્વર પેટલીકરની કૃતિઓનું અનોખું ઘેલું લાગેલું. તેમની 'જનમટીપ' નવલકથા ઉપરાંત 'લોહીની સગાઈ' જેવી રચનાઓ મનને સ્પર્શી જતી અવિસ્મરણીય કૃતિઓ છે. શ્રી ઈશ્વર પેટલીકરની ઉપરોક્ત વાર્તા, 'શિવ-પાર્વતી', બે ભાઈઓ અને તેમના કુટુંબની, કુટુંબના એક ભાઈના ગાંડપણની અને તેને લીધે થતી અગવડોની, એક અસ્થિર મગજના માણસને સાચવવાની વાત હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તુત થઈ છે, અને તેની રસમયતામાં વધારો કરે છે તેનો અનોખો અંત. અવિસ્મરણીય કૃતિઓ પ્રસ્તુત કરવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો આ પ્રયત્ન વાચકમિત્રોને ગમશે એવી આશા છે.

શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર


14 comments
સબધાઈ એટલે મજબૂતી એ અર્થમાં સબધો પાડોશી એટલે અણીના સમયે સાથે ઉભો રહે તેવો મદદગાર પાડોશી, પણ શું ચંદ્રકાન્તભાઈ ખરેખર અભરામ માટે સબધો પડોશી નીવડ્યા? ઈશ્વરભાઈ પેટલીકરની વાર્તાઓના પાત્રો અને તેમની સંબંધ સૃષ્ટી અનોખી રીતે નિરૂપાયેલી હોય છે, એમની બધી વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ અભરામ - અમીના - ચંદ્રકાંતભાઈના પાત્રોની લાગણીઓ, મજબૂરીઓ અને લાગણીના સંબંધની વાતો સુપેરે નિરુપાઈ છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ખિસ્સાપોથી 'ભાઈ, દિકરો અને પાડોશી' માંથી આ વાર્તા સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે.

સબધો પાડોશી (વાર્તા) – ઈશ્વર પેટલીકર3 comments
પ્રહલાદનું આખ્યાન નાનપણમાં સાંભળતાં મને એ સંસ્કાર પડેલા કે હિરણ્યકશિપુ પાપી છે અને પ્રહલાદ પુણ્યશાળી છે. આજે એ આખ્યાન ફરી વાંચતાં પ્રહલાદની ભક્તિનો મહિમા એટલો જ રહ્યો, પણ હિરણ્યકશિપુ પ્રત્યે જે ધિક્કાર હતો તે ચાલ્યો ગયો. એણે પુત્ર ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો, તેનો વિચાર કરતાં નને નવું દર્શન થયું. પ્રહલાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રનો ઇષ્ટધર્મ જુદો હોઇ શકે. એ પાળવાનો પુત્રને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્ર પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઇએ. કોઇપણ માન્યતા અંગે પિતાપુત્ર વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઇએ.

આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર


9 comments
તો આ જ નવલકથા વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખ્યું છે, "ચોકઠામાંથી મુક્ત થયેલો કોઈ કોઈ લેખક એકાએક ઝબકે છે અને પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી કે પ્રાણ ભરીને પીધેલી નાની એવી લોકદુનિયાનું પણ કલાદર્શન લઈ આવે છે, ત્યારે ગુજરાતમાં નવાં અજવાળાં પથરાય છે અને અષાઢની પ્રથમ દ્રષ્ટિએ પલળેલી ધરતીની ધૂળમાંથી જે સોડમ ઉઠે છે તેવી સોડમ આપણને પ્રસન્ન કરે છે, એ સોડમ સાતેક વર્ષ પૂર્વે ભાઈ પન્નાલાલ પટેલ આવ્યા અને આજે ભાઈ ઈશ્વર પેટલીકર લાવે છે. 'જનમટીપ'ની પાત્રસૃષ્ટિ પાટણવાડિયાના નામે ઓળખાતી ગુજરાતના ખેડુ - ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમમાંથી લેવામાં આવી છે. એ કોમ જાણીતી છે મારફાડ અને ચોરીલૂંતના ગુનાઓ માટે, પણ કલાકારનું નિશાન ફોજદાર, સમાજસુધારક, જેલર કે ન્યાયકર્તાના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસમાત્રના બહિરંગનું પડ ભેદીને એના અંતરંગમાં ઉતરી તેમની માનવતાનું હાર્દ પકડવાનું છે. 'જનમટીપ'માં એ માનવતા ઝીલાઈ છે. વાર્તાનો ઉપાડ, પ્રસંગોનો ઉપાડ, પાત્રોની બુદ્ધિશક્તિની ચતુઃસીમાને સાચવી રાખતો પાત્રવિકાસ, વાર્તાલાપોની સુરેખતા અને તે સર્વનેય જેનો અભાવ નિરર્થક બનાવે તેવું કસબીની ધીરતાનું તત્વ 'જનમટીપ'ને સાંગોપાંગ કૃતિ બનાવી શક્યું છે." કદાચ શાળામાં અથવા અન્યત્ર આ પાઠ વાંચેલો એવું આછુ યાદ છે ખરું. એ રસદાર કૃતિનો, એમાંના એક પ્રસંગની સાથે સ્વાદ આજે આપ સૌ સાથે ફરી લઈ રહ્યો છું.

સાંઢ નાથ્યો… – ઈશ્વર પેટલીકર