સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હિન્દી / અંગ્રેજી ગીતો

હિન્દી / અંગ્રેજી ગીતો


7 comments
દિલ્હીના પહેલા અને એકમાત્ર સામ્રાજ્ઞી રઝિયા સુલતાન (1205-1240)ને તેમના જ એક ગુલામ જમલ-ઉદ્-દીન યાકૂત સાથે પ્રેમ હતો એમ માનવામાં આવે છે. રઝિયા સુલતાનના જ પાત્રને લઈને શ્રી કમાલ અમરોહીએ ૧૯૮૩માં હિન્દી ફિલ્મ બનાવી જેમાં ધર્મેન્દ્ર અને હેમાજી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ફિલ્મ પ્રચલિત થઈ તેના બે ગીત માટે જેના શબ્દો આપ્યા હતા જાંનિસાર અખ્તરે, સંગીત આપ્યું ખય્યામે અને ગાયક હતા કબ્બાન મિર્ઝા. નિષ્ફળ અથવા અશક્ય પ્રેમની વાતને લઈને જે ગીત મને ખૂબ ગમે છે તેમાં આ સર્વપ્રથમ છે - અને એકમાત્ર છે. ગુલામના અવાજ માટે પસંદ કરાયેલ મિર્ઝા સાહેબના અવાજમાં એક અનોખી ચોખ્ખાઈ, એક ગજબની કશિશ છે, ભારોભાર દર્દ છે અને છતાંય તેમણે પ્રેમની ખુમારી સહેજભર પણ ઓછી થવા દીધી નથી. તેમનો અવાજ રહી રહીને મનમાં ગૂંજે છે. આજે પ્રસ્તુત છે આ જ ગીત... સાંભળીએ, અનુભવીએ, માણીએ.

આઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા


19 comments
હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ... આજે પ્રસ્તુત છે એક સદાબહાર હિન્દી ગીત વિશે તેમના હટ'કે વિચારો, અને સાથે ગીત તો ખરું જ.

મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ


2 comments
ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩ માં, કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં. એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું. એ ગીતના ગાનાર હતા પીટર સીગર. આજે પ્રસ્તુત છે એ પ્રેરણાદાયિ વ્યક્તિત્વ વિશે થોડીક ઓછી જાણીતી માહિતિ અને અંતે ગીત તો ખરું જ.

We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી7 comments
ઇ.સ. ૧૯૬૫ માં રજૂ થયેલી, શશિકપૂર અને નંદા અભિનીત હિન્દી ફિલ્મ જબ જબ ફૂલ ખિલે ના બધાંય ગીતો મને ખૂબ પ્રિય છે, પરંતુ આ એક ગીત બાળપણથી ગાતો રહ્યો છું, ગણગણતો રહ્યો છું. એક બુલબુલની પ્રેમકથા વર્ણવતું આ સુંદર ગીત ખૂબ હ્રદયસ્પર્શી છે. આવી સુંદર કથા વર્ણવતા ગીતો એક અલગ આભા ઉપસાવે છે અને શ્રોતાના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. આજે પ્રસ્તુત છે આ ગીતના શબ્દો. આનંદ બક્ષીએ લખેલા આ ગીતને સંગીતબધ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતને મહંમદ રફી તથા નંદાજીએ સ્વર આપ્યો છે.

એક થા ગુલ ઔર એક થી બુલબુલ…


5 comments
એક આખી પેઢીને રજુ કરતું આ ગીત એક એવા યુવાનના સ્પંદનો અને યાદોને દર્શાવે છે જે પોતાના મિત્રોની સાથે વિતાવેલી પળો, સુંદર યાદોને ફરીથી જીવવા માંગે છે.અત્યારે લગભગ બૂલાઈ ગયેલું આ ગીતે ભારતીય પોપ સંગીત વિશ્વમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતું. શ્રી અલી હૈદર કરાંચીમાં જન્મેલા અને અભ્યાસે એક સિવિલ એન્જીનીયર છે. તેમના ત્રણ આલ્બમની થોડીઘણી સફળતા પછી આ પાકિસ્તાની ગાયકનું ૧૯૯૩માં આવેલું આલ્બમ "સંદેશા" ખૂબ પ્રસિધ્ધ થયું. પુરાની જીન્સ આ જ આલ્બમનું મુખ્ય ગીત હતું. આ ગીતના શબ્દો સાથે કોલેજમાં ભણતા અને કોલેજ છોડીને ગયેલા યુવાનોએ યુવતિઓએ ખૂબ પ્રેમથી તાદમ્ય સાધ્યું અને તેના પ્રસંગો કે ઘટનાઓ સાથે પોતાની જાતને જોડીને જોઈ છે.

પુરાની જીન્સ ઔર ગિટાર – અલી હૈદર


3 comments
લેટીન અમેરીકામાં ખૂબ પ્રખ્યાત અને સ્પેનિશ / અંગ્રેજી ગીતોના અનોખા જાદૂગર એનરીક ઈગ્લેશીયસ વિશે આજે થોડીક વાતો, એનરીક યુવાદિલોની ધડકન છે અને એ વાતનો પુરાવો છે કે ઉર્મિઓને અને સંગીતને કોઈ સરહદો કે બંધનો નડતાં નથી, તેના ગીતો સીમાઓ વળોટીને આખાંય વિશ્વમાં ખૂબ ઉમંગથી ગવાય છે, તેની અનોખી ગીત રચનાઓ અને સંગીત એક અનોખા વિશ્વની સફરે લઈ જાય છે.

સંગીતની સફરનો અનોખો જાદુગર – એનરીક ઈગ્લેશીયસ5 comments
બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો આજે અહીં આપ સૌ ની સાથે વહેંચી રહ્યો છું. સૌ પ્રથમ તેનું બચપન કી મુહબ્બત કો..... એ ગીત સાંભળ્યું હતું, તેની પ્રથમ બે પંક્તિઓ ખૂબ ગણગણી, પણ પછી આગળ આવડતું નહોતું... તો બીજુ ગીત એવું જ મનભાવન...., તું ગંગા કી મૌજ મેં યમુના કા ધારા.. 1952માં રિલીઝ થયેલી શ્રી ભારત ભૂષણ અને મીના કુમારી અભિનીત આ ફિલ્મના ગીતો ઉર્દુના પ્રખ્યાત શાયર શકીલ બદાયૂંનીએ લખ્યા છે. નૌશાદના સંગીત સાથે લતાજી અને રફી સાહેબનો અવાજ સાંભળતા મનમાં જે આનંદની અને પ્રસન્નતાની લહેરો છવાય છે તેનું શું કહેવું? આપને આ ગીત સાંભળવા ગમે છે?

બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો – શકીલ બદાયુંની


5 comments
એકલતાની અમુક ક્ષણોમાં, જ્યારે કોઇકના ખભા પર માથું મૂકીને રડવાનું, કોઇકને જોઇને હસવાનું મન થાય આવા અવિસ્મરણીય સમયે તમારું મનપસંદ ગીત કયું? ફ્રેન્ડશીપ ડે માટે મારા તમામ મિત્રોને મારા તરફથી સાદર ભેટ આ મારું મનપસંદ ગીત.

યાદ કીયા દિલને… – હસરત જયપુરી


7 comments
આ પહેલા એક અંગ્રેજી ગીત, એવરીથીંગ આઈ ડુ, આઈ ડુ ઈટ ફોર યુ નો ભાવાનુવાદ  હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે અહીં પોસ્ટ કર્યો હતો…..આજે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતુ એક અન્ય ગીત જેને ગાયું છે સેલિન ડીયોને….ટાઈટેનીક ના માય હાર્ટ વીલ ગો ઓન થી મશહૂર થયેલી આ ગાયિકાનો અવાજ તો સુંદર છે જ પણ તેના દરેક ગીતના ભાવ પણ એટલા જ સરસ છે….અને એ મારી ફેવરીટ ગાયિકા છે…..અનુવાદ કેવો લાગ્યો જરૂર કહેશો… ****** અને એ જ સાચો રસ્તો છે… (click above title link to listen to the original song) હું તમારૂ મન વાંચી શકું છું અને હું તમારી વાત જાણું છું, તમે કેવા સંજોગો માં થી પસાર થઈ રહ્યા છો એ મને ખબર છે… આ ઉંચુ કપરૂં ચઢાણ છે, તમારા માટે મને દુઃખ થાય છે, આ (સંજોગો) માં થી તમારે પસાર થવુ પડશે… પણ તમે હારતા નહીં, કારણ કે આ (પ્રેમ ની લડાઈ) માં તમે જીતી શકો છો જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો, જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય, ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે ) પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે અને બસ આ જ સાચો રસ્તો છે…. જ્યારે તમે મને એક સામાન્ય ઉતર માટે પ્રશ્ન કરો છો ત્યારે મને ખબર નથી કે શું કહેવુ પણ (એ) જોઈ શકાય છે કે જો […]

અને એ જ સાચો રસ્તો છે…સેલિન ડીયોન – ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ5 comments
મારી આંખો માં જુઓ….તમે જોશો કે તમે મારા માટે શું છો…તમારા હ્રદયમાં, તમારી આત્મા માં શોધો…. જ્યારે હું તમને ત્યાં મળીશ ત્યારે તમારે વધારે શોધવાની જરૂર નહીં પડે આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને તમારા માટે મરવા જેવુ નથી એમ પણ ના કહેતા…. તમને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું મારા હૈયામાં જુઓ….તમને ત્યાં કાંઈ નહીં મળે જે છુપાવ્યુ હોય…. હું જેવો છું એવો મને સ્વિકારો….મારા જીવનને સ્વિકારો….હું બધું જ સમર્પણ કરી દઈશ….બધુ ત્યાગી દઈશ આ વાત પર ઝઘડવુ યોગ્ય નથી એમ મને ના કહેતા, મને આનાથી વધારે કાંઈ નથી જોઈતુ…. કારણકે મને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું તમારા પ્રેમ જેવો કોઈ પ્રેમ નથી અને તમારાથી વધારે કોઈ મને પ્રેમ આપી શકે તેમ નથી. જ્યાં સુધી તમે મારી સાથે નથી ત્યાં સુધી હું ક્યાંયનો નથી. બધો સમય, દરેક રસ્તે (તમારો સાથ જોઈએ છે…) આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને મારે તમારાથી વધારે કાંઈ જોઈતુ નથી…. હું તમારા માટે ઝઘડો કરીશ, જુઠુ ય બોલીશ, તમારા માટે બધી સીમાઓ પાર કરી જઈશ…..હા હું તમારા માટે મૃત્યુ પણ સ્વિકારી લઈશ (કારણકે મને ખબર છે) ……હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે જ કરૂં છું.. . શબ્દો વાંચીને કાંઈ ખ્યાલ આવે છે?…..હા જો આ […]

હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે – બ્રાયન એડમ્સ


10 comments
જે મિત્રો ગુલામ અલી ની ગઝલો ના શોખીન છે તેમના માટે આજે એક સરસ સરપ્રાઈઝ છે. અત્રે પોસ્ટ કરી રહ્યો છું શાયર મૌલાના ફઝલ ઉલ હસન હસરત મોહાની એ રચેલી સદાબહાર ગઝલ ચુપકે ચુપકે રાત દિન….આપણે ઘણી વાર તેનું મારી મચેડીને રીમીક્ષ કરેલ રૂપ સાંભળીએ છીએ. આ ગઝલ અહીં મૂકી રહ્યો છું પુસ્તક “માસ્ટરપીસીસ ઓફ ઉર્દુ ગઝલ ફ્રોમ ૧૭ સેન્ચ્યુરી ટુ ૨૦ સેન્ચ્યુરી” માં થી. ગુલામ અલીના સ્વરમાં તમે આને ક્યારેક સાંભળી હશે, તો નિકાહ ચલચિત્રમાં પણ તે મૂકવામાં આવી હતી. અહીં એક પ્રેમી તેની પ્રેમીકા જ્યારે તેની સાથે હતી ત્યારની અત્યંત નાની અને સામાન્ય લાગતી વાતોને કેવુ અદમ્ય મહત્વ આપીને તેના પ્રેમને સમજાવે છે ! કોઈ મોટા ફિલોસોફીકલ લેક્ચર નહીં, કોઈ ભારે ઉપદેશ નહીં, બસ ફક્ત નજાકત અને પ્રેમ… ગુલામ અલીએ ગાયેલા ગીતમાં ૯ શેર છે પણ ઓરીજીનલ ગઝલ માં ૧૬ શેર છે….અને બધા અહીં મૂકી રહ્યો છું. ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ હમકો અબ તક આશિકી કા વો ઝમાના યાદ હૈ વાં હઝારોં ઈજ્તિરાબ, યા સદ હઝારો ઈશ્તિયાક વો તુજ સે પહલે પહલ દિલ કા લગાના યાદ હૈ તુજસે મિલતે હી કુછ બેબાક હોજાના મેરા ઓર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ ખીચ લેના વો મેરા પરદે કા કોના દફ્તન ઔર દુપટ્ટે સે તેરા વો મુંહ છીપાના યાદ હૈ જાન કર હોના તુજે વો કસદ એ પા બોશી મેરા ઔર તેરા ઠુકરા કે […]

ચુપકે ચુપકે રાત દિન – હસરત મોહાની


આજે શ્રી એ. આર. રહેમાન નું આ ગીત …from Movie : Doli Saja Ke Rakhna… बोल सजनी मोरी सजनी -२ ढंग जहाँ का कितना बदला रंग मोहब्बत का ना बदला चलन वफ़ा का है बस वैसा सदियों से ही था वो जैसा प्यार का दीवानापन है वो हि ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल बोल सजनी मोरि सजनी जीने का बहाना है ये प्यार साथी सपना सुहाना है ये प्यार साथी संग मेरे साथी चल धरती चली है जैसे आसमाँ संग परबत है कहीं पे घटा संग कहीं धुंध में हम हों जायें ओझल चल ज़माने की आँखों से बच के नैनों में एक दूजे के छुप के बितायें दो पल हम चुपके चुपके बोल सजन मोरे सजना बोल सजन मोरे सजना ढंग जहाँ का कितना बदला रंग मोहब्बत का ना बदला चलन वफ़ा का है बस वैसा सदियों से ही था वो जैसा प्यार का दीवानापन है वो हि ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल सदियों पुरानी ये रीत […]

बोल सजनी – એ. આર. રહેમાન3 comments
આજે થયુ લાવો કાંઈક અલગ મૂકું, અને આમેય આજે સવાર થી શ્રી એ. આર. રહેમાન નું આ ગીત ગણગણતો હતો…તો એ જ આજે અહીં મૂક્યું છે….અમારા ગ્રૃપના બધા મિત્રોની લગભગ આ એક સર્વ સ્વિકૃત પસંદ હતી….એટલે જ એ યાદ કરૂં છું તો હોસ્ટેલ નો રૂમ અને આ ગીત ગાતા મિત્રો યાદ આવી જાય છે… ओ पाखी पाखी परदेसी ऐ अजनबी तू भी कभी आवाज़ दे कहीं से मैं यहाँ टुकड़ों में जी रहा हूँ तू कहीं टुकड़ों में जी रही है ऐ अजनबी तू भी कभी … रोज़ रोज़ रेशम सी हवा, आते जाते कहती है बता रेशम सी हवा कहती है बता वो जो दूध धुली, मासूम कली वो है कहाँ कहाँ है वो रोशनी, कहाँ है वो जान सी कहाँ है मैं अधूरा, तू अधूरी जी रही है ऐ अजनबी तू भी कभी … ओ पाखी पाखी परदेसी तू तो नहीं है लेकिन, तेरी मुस्कुराहट है चेहरा कहीं नहीं है पर, तेरी आहट है तू है कहाँ कहाँ है, तेरा निशाँ कहाँ है मेरा जहाँ कहाँ है मैं अधूरा, तू अधूरी जी रही है ऐ अजनबी तू भी कभी …  – Gulzar  આશા છે તમને પણ મજા આવશે…

ऐ अजनबी – એ આર રહેમાન