સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : લોક સાહિત્ય


5 comments
શ્રી મંગલભાઈ રાઠોડ જાણીતા લોકગાયક, સાહિત્યકાર અને ગીતકાર છે. 'ડાયરા'વિશેનો આ લેખ એ વિશેનિ પ્રાથમિક સમજ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂકે છે. મંગલભાઈ પાસેથી હજુ આપણને આ વિષયના ઉંડાણપૂર્વકના અભ્યાસુ લેખ મળવાના છે એવી અપેક્ષા સાથે લોકસાહિત્ય અને લોકસંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડતા 'ડાયરા' વિશેની વધુ વાત તેઓ આપણને કરશે અને તેમના અનુભવનો લાભ વાચકોને મળશે. અક્ષરનાદમાં મંગલભાઈનું સ્વાગત છે અને પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.

‘ડાયરો’ એટલે… – મંગલ રાઠોડ


2 comments
આપણા લોકસાહિત્યમાં અનેક વાતો, કથાઓ અને પ્રસંગો વણાયેલા છે જે ધીરે ધીરે હવે કંઠ:સ્થ સાહિત્યના લોપ સાથે ભૂંસાઈ રહ્યા હોય એમ અનુભવાઈ રહ્યું છે. ચેલૈયાનું ગીત અને પ્રસંગ આવો જ એક પ્રસંગ છે. જો કે આવા પ્રસંગોની હકીકત વિશે નિશ્ચિતતા ન હોવા છતા એ લોકસમાજમાં નિશ્ચિત મૂલ્યો પ્રસ્થાપિત કરવાની જવાબદારી નિભાવતા હોય એમ અનુભવાય છે. ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો. ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ પાસેનો શિયાળબેટ હોવાની માન્યતા છે અને એ વિશેના પુરાવાઓ પણ છે. અને પેલો ખાંડણીયો પણ અહીં બિસ્માર હાલતમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પ્રચલિત ચેલૈયાનું હાલરડું પણ એક કરુણાસભર અને સબળ લોકસાહિત્યની રચના છે. આજે પ્રસ્તુત છે આવું જ એક લોકગીત. અત્રે નોંધનીય છે કે ચેલૈયાને ફરી જીવતો કર્યો હોવાની વાત આ ગીતમાં નથી.

સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી – લોકગીત


12 comments
સર મહમદ યુસુફના વડીલોની પેઢી હાજી કાસમની પેઢી કહેવાતી. તેઓ સાહસિક વહાણવટીઓ અને બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના કાઠિયાવાડના એજન્ટો હતા પણ એમનો દબદબો, શાખ, પ્રતિભા ને વહીવટ એવાં હતાં કે એમના કાળમાં એ કંપની ’હાજી કાસમની કંપની’ તરીકે અને એની આગબોટો ‘હાજી કાસમની બોટ’ તરીકે જ ઓળખાતી. આવી એક બોટ નામે ‘એસ.એસ.વેટરના’ આ તરફ સૌ પહેલી વીજળીના દીવાવાળી બોટ હોવાથી આપણા લોકો એના મૂળ નામ ’વેટરના’ ને બદલે તેને ‘વીજળી’ ના નામથી જ ઓળખતા. નવી નકોર બંધાયેલી એ લંડનથી આવી કરાંચી, ત્યાંથી મુસાફરો લઇ આવી કચ્છ-માંડવી. ત્યાંથી ચૌદ જાનો મુંબાઇ આવવા એમાં બેઠી . માંડવીથે એ દ્વારકા આવી, ત્યાં તોફાન શરૂ થયું. ભગવાનજી અજરામર નામના એક ભાઇ તોફાનને કારણે દ્વારકા ઊતરી પડ્યા. આગબોટ આગળ ચાલી.તોફાન વધ્યું - ભયંકર થયું !... જાણો વીજળી વિશેની અનેક વાતો વિગતે...

હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે6 comments
પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત 'પુરાતન જ્યોત' પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું 'સોરઠ સરવાણી સંપુટ' હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.

જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૨


10 comments
પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત 'પુરાતન જ્યોત' પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું 'સોરઠ સરવાણી સંપુટ' હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.

જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧


4 comments
ગઈકાલથી, તા. ૧૧ જુલાઈથી અહીં રાજુલા - પીપાવાવ - મહુવા પંથકમાં મૂશળધાર - ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, વાવણીની મૌસમ ફરી દસ્તક દઈ ચૂકી છે, અને આમેય મને સદાય આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો અને મહેનત કરવાનો એ શ્રેષ્ઠ સમય લાગ્યો છે. ધરતીનો ધબકાર સર્જતો, અંગેઅંગમાં ઉમંગની અને 'હાશ'ની હેલીઓ વરસાવતો મેહુલો આવી પહોંચ્યો છે તેની જડ-ચેતન સૃષ્ટિમાં કેવી અસર થાય છે તે દર્શાવતું પ્રસ્તુત લોકગીત ખરેખર આપણી ગ્રામ્યસંસ્કૃતિનો આવિર્ભાવ કરાવી જાય છે. મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટેના તેના પ્રેમ, ઉપકાર અને લાગણીના સંબંધોને દર્શાવતું આ લોકગીત તરત હોઠે ચઢી જાય તેવું સરળ અને સરસ છે.

આવ્યો મેહુલો રે! – લોકગીત4 comments
ગૌરીવ્રત - ગોરમાની પૂજામાં માત્ર સુંદર વર જ નહીં, સ્વર્ગ સમું સાસરું પણ મંગાય છે, સંયુક્ત કુટુંબ અને તેના સંવાદની ચાહના કન્યાના વ્રત પાછળ છે. સસરો સવાદિયો હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભુખાળવાં હોય તો જ વહુને ખાવાનો આગ્રહ કરે ને? કહ્યાગરો કંથ, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, અને આંગણે દૂઝતી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર આપણા મલકની કોડીલી કન્યાઓને જોઈએ છે. ગૌરીવ્રતની પાછળ રહેલી સુંદર ભાવના આ લોકગીતમાં સરળ રીતે અભિવ્યક્ત થાય છે.

ગોરમા, ગોરમા રે… – લોકગીત


1 comment
પહેલાના સમયમાં ગુરૂ શિષ્ય પરંપરાનો યુગ હતો, વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમે રહી વિદ્યા અભ્યાસ કરતા, સાથે આશ્રમના બધાં કામ કરતાં, નાના મોટા કે ઉંચા નીચા કામનો ભેદ ત્યાં કદી આડો ન આવતો અને આમ જીવનનો સૌથી મહત્વનો પાઠ તેઓ ત્યાં શીખતાં. તો સામે પક્ષે ગુરૂઓ પણ વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ ભાવનાઓ અને સદવિચારના પ્રસાર માટે બધું કરી છૂટતાં. ગુરૂ શિષ્યના સુંદર સંબંધો વિશેની વાતો અને કથાઓ આપણે ત્યાં અપાર છે. એક ગુરૂની પોતાની મુશ્કેલીઓ અને અંગત સંબંધોને વીસરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત કરેલા પ્રસંગમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.

પ્રેમસૂત્રમાં પરોવાયેલાં – ક્ષિતિમોહન સેન


3 comments
ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.

અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨)2 comments
ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.

અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧)


15 comments
ખૂબ નાના હતા ત્યારથી અમારા દાદી અમને વાત વાતમાં કહેવતો અને રૂઢીપ્રયોગો ટાંકતા. ક્યારેક તેમના અર્થ ખબર પડતા, ક્યારેક નહીં. પરંતુ એ સાંભળવાની મજા આવતી. હવે તેઓ મારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર બેઠાં છે. અસ્સલ ગામઠી સોરઠી ભાષામાં એ જ લહેકાથી વાત વાતમાં કહેવતો ટાંકવાની ટેવ મારા સહકાર્યકર અને મિત્ર શ્રી શૈલેષ પાંડવને છે. આ સંકલન તેમને આભારી છે. આપણી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણી મૂડી છે. આપણામાંથી કેટલાને આ સંકલનમાંથી અડધાથી વધુ કહેવતો ખબર છે? આપણી ભાષાના મૂળ સમાન, બીજ સમાજ આ વાક્યો ફક્ત એકાદ વાક્ય નથી, કેટલીય પેઢીઓના માનસમાં વિવિધ સમયે ઉદભવેલી એ વિચારવીથીકાઓ છે.

આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત


8 comments
આપણી સંસ્કૃતિના સાહિત્ય અને ભાષાના વારસામાં અનેક પ્રેમકથાઓના પણ રત્નો ભંડારાયેલા પડ્યા છે. સોન હલામણની આખી વાતમાં કુલ 91 થી વધુ દુહાઓ શ્રી મેઘાણીએ સંગ્રહી આપ્યા છે. આવી અનેક સુંદર, કંઠસ્થ પરંપરાથી સચવાયેલી સોરઠી પ્રેમકથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠી ગીતકથાઓ વસાવવા જેવું છે. એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંશો અત્રે ટાંક્યા છે.

અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ8 comments
શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલુ "શિવાજીનું હાલરડું" બાળકને માતાના ઉદરમાંજ મળતી શૌર્ય, બહાદુરી અને માતૃભૂમીના રક્ષણ માટે ખપી જવાની ઉદાત્ત ભાવના સાકાર કરતું હાલરડું છે. ભાગ્યેજ કોઇ એવો ગુજરાતી હશે જેણે માતાના મુખે આ હાલરડું નહીં સાંભળ્યુ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણીએ બીજી કોઇ રચના ન કરી હોત તો પણ આ એક જ રચના એ બતાવવા પૂરતી છે કે તેમને રાષ્ટ્રીય શાયર કેમ કહેવાય છે.

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી


9 comments
રાસગરબા અને લોકગીતો આપણા ગ્રામીણ જીવનની અનેરી સંપત્તિ છે, મૌસમનો વરસાદ અને તેના અમૃત પરિપાક રૂપે ઉતરેલા ધાન અને અન્ય પાક પછી ધરતીપુત્રો મદમસ્ત થઇને આવા લોકગીતો પર જીવે છે, એક સુર, એક તાલ, સરખા ઠમકા અને તાળીઓ, સાથે ઝૂમતા ને આનંદતા હૈયા એ સોરઠી જીવનનું અનેરું રસદર્શન છે. શબ્દ, સંગીત અને ધ્વનિ એ ત્રણેયનો સુમેળ સાધનાર આવું જ એક સુંદર ગ્રામગીત...

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત)


2 comments
ગંગાસતીના અમુક ભજનો આપણે જાણીએ છીએ અને ક્યારેક સાંભળીએ છીએ પણ એમના વિશે, એમની જીવનકથા અને એમની ભજનવાણીના મર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? પ્રસ્તુત છે આ કડીઓમાં ગંગાસતી વિશે થોડીક વિશેષ જાણકારી.

ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા9 comments
આ કદાચ આપણા લોકગીતોની વિશાળ ક્ષમતા જ છે કે જે બતાવે છે આપણી સમૃધ્ધ પરંપરામાં સર્વ પ્રકારના ગીતો છે. આજના યુગમાં આવા વિષયો પર ગીત રચાય એ તો કલ્પના જ રહે. પુત્રહીન માતાથી હવે તો વાંઝિયા મહેણાં સહેવાતા નથી. માતાજીની પાસે એ કેવો દીકરો માંગી રહી છે? માણો આ લોકગીત...

દીકરાની ઝંખના – લોકગીત


3 comments
ચૈત્રી નોરતાં શરૂ થઇ ગયા છે, અને આ ચૈત્ર નવરાત્રી ભક્તિ અને સાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જગતજનની માતાને યાદ કરતાં આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતાનો આ ગરબો …….  માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, મા શો લીધો શણગાર રે … દેવી. મા પાવાની પટરાણી રે … દેવી. મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી. મા લીલાવટ દીવડી શોભતી .. દેવી. મા દામણી રત્નજડાવ રે .. દેવી. મા કાને કનક ફૂલ શોભતા .. દેવી. મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી. મા કોટે તે પાટિયાં હેમના .. દેવી. મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી. મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી. માને દશે આંગળીએ વેઢ રે .. દેવી. મા લીલા તે ગજનું કાપડું .. દેવી. મા છાયલ રાતી કોર રે .. દેવી. મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી. મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી. મા પગે તે કડલાં શોભતા .. દેવી. મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી. મા ગાય અને જે સાંભળે .. દેવી. તેની અંબા પૂરે આશ રે .. દેવી. ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી. મા જન્મોજનમનો દાસ રે .. દેવી.

માં અંબા તે રમવા નીસર્યા – ગરબો


6 comments
આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે. અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે.

ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ5 comments
આદિત્ય હ્રદય સ્તોત્ર એ સૂર્ય ભગવાનની બધીજ ઉપાસના પ્રાર્થનાઓ અને સ્તોત્રોમાં સર્વથી વિલક્ષણ અને વૈદિક પધ્ધતિ દ્વારા રચાયેલ સૂર્ય પ્રાર્થના – મહાનત્તમ વંદના છે. રામાયણના રામ રાવણ વચ્ચેના યુધ્ધ વખતે અગત્સ્ય મુનિએ પ્રભુ શ્રી રામને આ સૂર્ય પ્રાર્થનાની શિક્ષા આપી હતી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે સૂર્યભગવાનની આરાધના કરી હતી. કહેવાય છે કે સારા નેત્રજીવન માટે અને હ્રદયરોગ કે અન્ય અસાધ્ય બીમારીઓથી બચવા માટે આ પ્રાર્થનાનો ઉપયોગ થાય છે. પરંતુ તેની સાચી પધ્ધતિ અનુસરવાથીજ તેના ફાયદા મેળવી શકાય છે. તતો યુધ્ધ પરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ, રાવણં ચાગ્રતો દષ્ટ્વા યુધ્ધાય સમુપસ્થિતમ. દૈવતૈશ્વ સમાગમ્ય દૃષ્ટુમ્ભ્યાગતો રણે, ઉપગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાંસ્તદા રામ રામ મહાબાહો શ્રુણુ ગુહ્યં સનાતનમ યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસે આદિત્યહ્રદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ જયાવહં જપેન્નિત્યમક્ષયં પરમ શિવમ સર્વમંગલમાંગલ્યં સર્વપાપપ્રણાશનમ ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ રશ્મિમન્તં સમુધ્યન્તં દેવાસુરનમસ્કૃતમ પૂજ્યસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વિ રશ્મિભાવનઃ એષ દેવાસુરગણાંલ્લોકાન પાતુ ગભસ્થિભિઃ એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાંપતિઃ પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ વાયુર્વિહ્યિઃ પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન સુવર્ણસદ્દશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકરઃ હરિદૃશ્ચઃ સહસ્ત્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન તિમિરોન્મથનઃ શમ્ભુસત્વષ્ટા માર્તણ્ડકોંડશુમાન હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ અગ્નિગર્ભોદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ઘનવૃષ્ટિરપાંમિત્રો વિન્ધ્યવીથિ પ્લવંગમઃ આતષી મંડલી મૃત્યુઃ પીંગલઃ સર્વતાપનઃ કવિર્વિશ્ચો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ તેજસમાધિ તેજસ્વી દ્વાદશાત્મન્નમોડસ્તુ તે જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોસ્તુતે બ્રહ્મૈશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે ભાસ્વતે […]

આદિત્ય હ્રદય


13 comments
તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.) ( ભૈરવી –  ગઝલ  ) ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?  યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ? ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા? સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧ ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે; દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨ “તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને; મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩ મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા; જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪ – દુલા ભાયા કાગ

પાગલ હંસ – દુલા ભાયા કાગ


20 comments
કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા […]

ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂપ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી; સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે. તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં; મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે? પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો; બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે? દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો; ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.  – દુલા ભાયા કાગ

પ્રવૃત્તિને પંથે – દુલા ભાયા કાગ


11 comments
दुर्गा सप्तशति ( शक्रादय स्तुति )  अथ चतुर्थोऽध्यायः .. ऋषिरुवाच .. १.. शक्रादयः सुरगणा निहतेऽतिवीर्ये तस्मिन्दुरात्मनि सुरारिबले च देव्या . तां तुष्टुवुः प्रणतिनम्रशिरोधरांसा वाग्भिः प्रहर्षपुलकोद्गमचारुदेहाः .. २.. देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूत्यार् . तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म विदधातु शुभानि सा नः .. ३.. यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च . सा चण्डिकाखिलजगत्परिपालनाय नाशाय चाशुभभयस्य मतिं करोतु .. ४.. या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः . श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् .. ५..किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि . किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु .. ६.. हेतुः समस्तजगतां त्रिगुणापि दोषै- र्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा . सर्वाश्रयाखिलमिदं जगदंशभूत- मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या .. ७.. यस्याः समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवि . स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु- रुच्चार्यसे त्वमत एव जनैः स्वधा च .. ८.. या मुक्तिहेतुरविचन्त्यमहाव्रता त्वं अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः . मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै- र्विद्यासि सा भगवती परमा हि देवि .. ९.. शब्दात्मिका सुविमलग्यर्जुषां निधान- मुद्गीथरम्यपदपाठवतां च साम्नाम् . देवी त्रयी भगवती भवभावनाय वात्तार् च सर्वजगतां परमात्तिर् हन्त्री .. १०.. मेधासि देवि विदिताखिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा . श्रीः कैटभारिहृदयैककृताधिवासा गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा .. ११.. ईषत्सहासममलं परिपूर्णचन्द्र- बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् . अत्यद्भुतं प्रहृतमात्तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण .. १२.. दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल- मुद्यच्छशाङ्कसदृशच्छवि यन्न सद्यः . प्राणान्मुमोच महिषस्तदतीव चित्रं कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन .. १३.. देवि प्रसीद परमा भवती भवाय […]

દુર્ગા સપ્તશતિ (શક્રાદય સ્તુતિ)


ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. -મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. -મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. -મોરલી….. પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ્ય રે. -મોરલી…. ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. – – લોકગીત

ઝુલણ મોરલી વાગી