Jignesh Adhyaru


About Jignesh Adhyaru

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન


પ્રેમની પરિભાષા – જીગ્નેશ અધ્યારૂ 4

કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે….તો લો આ રહ્યો પુરાવો એક પાર્ટી ચાલી રહી હતી, અને બધી પાર્ટીઓની જેમ એમાં પણ પુરુષ નજરો કેટલીક સુંદર સ્ત્રિઓ પર હતી. તે પણ ત્યાં જ હતો. પાર્ટીમાં, મહાલતો, બેફીકર….તે અચાનક દરવાજામાં પ્રગટ થઈ, યજમાન તેને આવકારવા ગયા અને બધાની નજરો તેના પર જ જડાઈ રહી, તે ખૂબ જ સુંદર હતી, નાજુક નમણી કાચ ની ઢીંગલી જેવી… ઘણા તેની પાસે જવા માટે, તેની સાથે વાત કરવા માટે ઊતાવળા હતા પણ તે કોઈને ભાવ ન આપતી. તે પણ તેણીના ધ્યાન માં આવવા માંગતો હતો, પણ પાર્ટી પૂરી થવામાં હતી, બધા વિખેરાઈ રહ્યા હતા. અચાનક તે તેણીની પાસે પહોંચ્યો અને હતી એટલી બધી હિંમત એકઠી કરીને બોલ્યો “શું હું તમારી સાથે એક વાર કોફી […]

What is the taste of your love

Mother and son

માં – A Tribute to the Motherhood 4

મધર્સ ડે એટલે મમતાનો ઊત્સવ માં – શબ્દો થી પર અને લાગણીઓના પ્રદેશના આ સંબંધને હું ખરેખર શું વર્ણવી શકું ?….જ્યારે વિચાર્યું કે મધર્સ ડે ના દિવસે…એક એવી પોસ્ટ મૂકવી છે જે મારા પોતાના બ્લોગ માટે એક સીમા ચિન્હ બની રહે….મને એ વારે ઘડીયે વાંચવાની ઈચ્છા થવી જોઈએ…..આ પોસ્ટ અત્યાર સુધીની મારી બધી પોસ્ટસ માં સૌથી લાંબી છે….પણ આ ખરેખર હ્રદયમાં થી આવે છે…અને ૧૧ તારીખે રવિવાર હોવાના લીધે મને આનંદ છે કે હું ઘરે હોઈશ અને મારી મા ને આ વંચાવી શકીશ…..મારી કદી એના માટે વ્યક્ત ન થયેલી લાગણીઓ તેને વંચાવી શકીશ… હું આજેય યાદ કરૂં છું એ દિવસો…એ સોહામણા દિવસો…જ્યારે જ્યારે હું ખૂબ તોફાન કરતો, વાંચવામાં કે હોમવર્ક કરવામાં ચોરી કરતો, મારી માં મને મારવા વેલણ લઈને દોડતી….ક્યારેક પકડાઈ […]


લાગણી – જીગ્નેશ અધ્યારૂ

કોઈના વગર કોઈ ઝૂરી ઝૂરી ને મરતુ નથી કોઈનો હાથ પકડીને કોઈ ભવસાગર તરતું નથી સ્વાર્થ ના સગા સહુ પૈસો જ છે પરમેશ્વર પૈસા વગર તો લોહી પણ લોહીને સાંભરતુ નથી નફરતના બીજ વાવીને દુઃખનો પાક લણીને આંખોમાં નફરત ભરીને કોઈ સુખી થતુ નથી…  – જીગ્નેશ અધ્યારૂ

Heart Berak lonely and sad in love

taro virah means waiting for you in love

તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે, સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ? લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે, તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે, વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ? પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે… મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે, પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે   – જીગ્નેશ અધ્યારૂ


RSS Feeds – 1 to 10 9

એક મિત્ર ને મારા બ્લોગ વિષે વાત કરતા કરતા મેં એને મારા બ્લોગ ની RSS ફીડ સબસ્ક્રાઈબ કરવાનું કહ્યું. તો એ પૂછે કે એટલે શું? થયું કે લાવ જે લોકો આના વિષે નથી જાણતા તેમને થોડુંક …અને એટલે જ આજે આર એસ એસ feed રીડર વિષે થોડી વાતો… RSS ફીડ વિશેની બધી વાતો લગભગ અહીં સમાવવાનો પ્રયત્ન કર્યો છે… શરૂઆત કરીએ એકડે એક થી. RSS એટલે શું? આએક ટૂંકાક્ષરી શબ્દ છે જેનું પૂર્ણ રૂપ છે  Really Simple Syndication. ઘણા લોકો એને Rich Site Summary કે Really Simple Subscribing પણ કહે છે… સામન્ય ભાષા માં કહેવુ હોય તો “કોઈ પણ વેબસાઈટ કે બ્લોગ પર વિઝિટ કર્યા વગર તેના પર ક્યારે નવી પોસ્ટ કે માહીતી આવી તે જાણવા માટે આ એક અત્યંત ઊપયોગી સાધન […]

RSS Feed of the wordpress blog adhyaru.wordpress.com in google reader

arrahman_sings

बोल सजनी – એ. આર. રહેમાન

આજે શ્રી એ. આર. રહેમાન નું આ ગીત …from Movie : Doli Saja Ke Rakhna… बोल सजनी मोरी सजनी -२ ढंग जहाँ का कितना बदला रंग मोहब्बत का ना बदला चलन वफ़ा का है बस वैसा सदियों से ही था वो जैसा प्यार का दीवानापन है वो हि ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल बोल सजनी मोरि सजनी जीने का बहाना है ये प्यार साथी सपना सुहाना है ये प्यार साथी संग मेरे साथी चल धरती चली है जैसे आसमाँ संग परबत […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ ૪ 13

કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી, તેના ઉપયોગ વિષે જાણ્યા પછી મજા પડી જશે…..ઉપયોગી તો છે જ સાથે સાથે નવું જાણવાનો અને ઈન્ટરનેટ ના સાગર માં નવી ભૂમી શોધ્યાનો આનંદ થશે, ચાલો આજે કેટલીક નવી વેબસાઈટ ની સફરે… PHOTO FUN 1. મારી જેમ મોબાઈલ નો ફોટોગ્રાફી માટે અત્યંત ઉપયોગ કરતા યૂઝર્સ માટે આ એક આશિર્વાદ છે. અહીં તમે તમારા મોબાઈલ કેમેરા થી લીધેલા ડોક્યુમેન્ટસના ફોટૉગ્રાફ્સ ને મોડીફાઈડ સ્વરૂપમાં તથા તેના અંતિમ ફોર્મ ને PDF કે JPEG સ્વરૂપમાં સેવ કરી શકો છો કે પછી E-MAIL કે FAX કરી શકો છો…. 2. અહીં ના અનેક ટૂલ્સ અને સિમ્પલ પણ અત્યંત સ્માર્ટ યૂઝર ટેકનીકસ આ વેબસાઈટને બીજી કોઈ પણ ફોટો એડીટીંગ વેબસાઈટ કરતા ખાસ બનાવે છે. અત્યંત ઉપયોગી અને બીજી કોઈ પણ […]

Jignesh Adhyaru Blog Publication Magazine Cover PHoto

rahman-2004

ऐ अजनबी – એ આર રહેમાન 3

આજે થયુ લાવો કાંઈક અલગ મૂકું, અને આમેય આજે સવાર થી શ્રી એ. આર. રહેમાન નું આ ગીત ગણગણતો હતો…તો એ જ આજે અહીં મૂક્યું છે….અમારા ગ્રૃપના બધા મિત્રોની લગભગ આ એક સર્વ સ્વિકૃત પસંદ હતી….એટલે જ એ યાદ કરૂં છું તો હોસ્ટેલ નો રૂમ અને આ ગીત ગાતા મિત્રો યાદ આવી જાય છે… ओ पाखी पाखी परदेसी ऐ अजनबी तू भी कभी आवाज़ दे कहीं से मैं यहाँ टुकड़ों में जी रहा हूँ तू कहीं टुकड़ों में जी रही है ऐ अजनबी तू भी कभी … रोज़ रोज़ रेशम सी हवा, आते जाते कहती है बता रेशम सी हवा कहती है बता वो जो दूध धुली, मासूम कली वो है कहाँ कहाँ है वो रोशनी, कहाँ है वो जान […]


મેં તજી તારી તમન્ના – મરીઝ 9

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – ‘મરીઝ’

beauty

ચૂમી છે તને – મુકુલ ચોકસી 5

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી


ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત રાજ્ય ના 49માં હેપ્પી બર્થ ડે ની તમને સૌને મુબારકબાદી. ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત. આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે. આ અન્વયે ગુજરાત દિવસની ઊજવણીની તડામાર […]


હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. – મરીઝ


પ્રેમ એટલે શું? – ઊર્મિ 6

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે- અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  – ઊર્મિ ( View Comments for the original link )


ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”

1. કોણ માનશે? આશાનો એ મીનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અંધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ, એ ડૂબવા લાચાર હતો કોણ માનશે? ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા” ને એજ મારનાર હતો કોણ માનશે? 2. તૃષા વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા, કંઇ ઘૂંટડા એ વેદના પીજાય છે તૃષા, તૃષિત હ્રદયની આંખમાં છંટયછે તૃષા. રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા. એહો હરણના કંઠમાં ,ચાતક […]


એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ 9

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ  – રમેશ પારેખ


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ 3 (Addictive) 10

કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી તેના બંધાણી થઈ જશો….આ વેબસાઈટસ એક વાર સર્ફ કર્યા પછી તેને તરત ભૂલવી મુશ્કેલ છે… 1. તમે હીરો અને એન્જેલીના જોલી કે ઐશ્વર્યા રાય કે પેરીસ હીલ્ટન હીરોઈન હોય એવી મૂવીનું ટ્રેલર જોવા તમારો ફોટો અહીં બતાવ્યા પ્રમાણે મૂકો અને જુઓ મલ્ટીમીડીયા ની કમાલ….રેગ્યુલર વિશ કરવાના ગ્રીટીંગ્સ કાર્ડ થી કાંઈક વધારે અહીં મળી શકે છે…તમારા મિત્રોના, સંબંધીઓના ફોટા ને ક્લિપ સ્વરૂપે મૂકી એક્સાઈટમેન્ટ ઊમેરી શકો છો… 2. ચહેરાનું મોર્ફીંગ કરો અને મજા કરો….ઉદાહરણ અહીં બતાવ્યુ છે….તમારો અને કોઈ પણ સેલીબ્રીટી નો ફોટો મોર્ફ કરી શકો છો…..મજાની સાઈટ….સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર પ્રમાણે જતા મજા પડશે….એક ઊદાહરણ અહીં આપ્યુ છે. 3.  તમારા ફોટાને ઘણી બધી નાની ઇમેજના સંયોજન સ્વરૂપે જુઓ…..તમારા ફોટાને […]

saddam

આજની ખણખોદ-પત્નિ સ્પેશીયલ (5) – સંકલિત

આજની પત્નિ સ્પેશીયલ ખણખોદ : આ એક એવો પ્રેમી હતો જે તેની પ્રેયસી ને કહેતો કે “તારા માટે હું નર્ક માં ય જવા તૈયાર છું” હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તે ખરેખર નર્ક માં છે. એક માણસ ને અપહરણકારો તરફ થી એક પત્ર મળ્યો કે જો તમે બે દીવસમાં ૧૦૦૦૦૦ રૂપીયા નહીં આપો તો અમે તમને વચન આપીએ છીએ કે તારી પત્નીને અમે મારી નાખીશું બીજા દીવસે તેમને જવાબ મળ્યો “માફ કરશો, બેંક હડતાલ ને લીધે મારા તરફ થી રૂપીયાની વ્યવસ્થા થઈ નથી પણ તમે તમારૂ વચન જરૂર નિભાવજો… શું થયુ? કેમ ઊદાસ છે? મારી પત્ની કહે છે કે તે મારી સાથે ૩૦ દિવસ નહીં બોલે… એ તો સારી વાત છે હા પણ આજે ત્રીસમો દિવસ છે… તમે […]