Daily Archives: September 23, 2018


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૭)

એપ્રિલ ૨૮, ૧૯૪૪ના દિવસે, અરીસાના એક ખૂણેથી પોતાને નીહાળતાં ઓસ્કર એટલું તો જોઈ શકતો હતો, કે છત્રીસ વર્ષની ઉંમરના પ્રમાણમાં તેની કમર ખાસ્સી વધારે દેખાતી હતી. પરંતુ આજના દિવસે યુવાન છોકરીઓને ભેટતી વેળાએ કોઈએ તેની જાડી કમરનો વિરોધ નહોતો કર્યો! કોઈપણની વગથી પર ગણાતા પોમોર્સ્કા અને મોન્ટેલ્યુપિક જેવા સત્તાના કેન્દ્રોની બહાર રહેવાની પરવાનગી ઓસ્કરને એસએસ દ્વારા જ અપાઈ હોવાને કારણે ઓસ્કરની ફેક્ટરીના જર્મન ટેકનીશ્યનોમાંથી જે કોઈ પણ એસએસના બાતમીદાર હશે, એ આજે જરૂર હતાશ થઈ ગયા હશે!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૬) 1

આ તરફ રાઇમન્દ ટિસ કંઈક જૂદી જ રીતે યહૂદીઓને મદદ કરી રહ્યો હતો. સૌમ્ય સ્વભાવનો ટિસ એક હોશિયાર ઓસ્ટ્રિઅન કેથલિક હતો. પગે એ થોડો લંઘાઈને ચાલતો હતો, જેના માટે કોઈ પહેલા વિશ્વયુદ્ધને જવાબદાર ઠેરવતું હતું, તો કોઈ તેને માટે બાળપણમાં થયેલા કોઈક અકસ્માતને કારણભૂત ગણતું હતું.

એમોન કે ઓસ્કર કરતાં એ દસ વર્ષ મોટો હતો. પ્લાઝોવની છાવણીમાં આવેલી જુલિયસ મેડરિટ્ઝની ગણવેશની ફેક્ટરીમાં કામ કરતા ત્રણ હજાર દરજીઓ અને મિકેનિકોનો વહીવટ એ જ સંભાળતો હતો. મેડરિટ્ઝની ફેક્ટરી સાથે વહીવટીભવન ટેલીફોન લાઈન વડે જોડાયેલું હતું, એટલે એમોન ઘણી વખત ટિસને પોતાની ઑફિસમાં ચેસ રમત રમવા માટે બોલાવતો હતો. પહેલી વખત રાઇમન્ડ એમોન સાથે રમવા ગયો ત્યારે અડધો કલાક થઈ જવા છતાં રમત એમોનની તરફેણમાં પૂરી ન થઈ!


‘મન્ટો’ ફિલ્મ રિવ્યૂ – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઘણાં વખતે એક ફિલ્મ જોઈને અજબ સંતોષ થયો. મન્ટો ફિલ્મ વિશે પહેલીવાર સાંભળેલું દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ટાઈમ્સ લિટરેચર ફેસ્ટિવલમાં જેમાં નંદિતા દાસને સાંભળવાનો અવસર મળેલો. કોઈએ એમને પૂછ્યું હતું કે મન્ટો એક ફિલ્મ તરીકે એમની વાર્તાઓને, એમના જીવન અને વ્યક્તિત્વને કેટલો ન્યાય આપી શક્શે? બે કલાકમાં તમે કેટલુંક બતાવી શક્શો. નંદિતાએ કહેલું કે મન્ટોના જીવનનો સૌથી અગત્યનો ભાગ – ૧૯૪૬થી ૧૯૫૦ સુધીનો સમય ફિલ્મમાં લેવાયો છે, અને ફિલ્મ જોયા પછી મને લાગે છે કે જાણે આથી વધુ સચોટ રીતે મન્ટો વિશે, એમના સર્જન અને એમના વ્યક્તિત્વ વિશે કોઈ કહી શક્યું હોત નહીં. મન્ટોના ચાહકો માટે આ એક અદનો અવસર છે.. આર્ટફિલ્મનું લેબલ લઈને આવી હોવાથી ‘મન્ટો’ ફિલ્મ જલ્દી જ થિએટરોમાંથી નીકળી જશે, પણ એ પહેલા એને જોઈ આવો.. રેસ ૩ કે વીરે કી વેડિંગ જેવી વાહિયાત ફિલ્મોને બદલે મન્ટો બે વખત જોઈ શકાય એવી ફિલ્મ છે. એક અદના લેખકને, ભારત અને પાકિસ્તાનના ભાગલાથી આહત થયેલા એક સર્જક જીવને એના સર્જનોથી ઓળખવાનો આ ફિલ્મથી વધુ સારો અવસર ભાગ્યે જ મળશે. નંદિતા દાસને તેમના આ સુંદર સાહસ બદલ વધાવી લેવા જોઈએ. અને ક્યાંક મનને ખૂણે આશાનું એવું બીજ પણ રોપાયું કે આપણા ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય કે મરીઝના જીવન પર પણ આવી કોઈ સુંદર ફિલ્મ બને તો!