Daily Archives: July 3, 2018


ના – ધ્રુવ ભટ્ટ (હવે ‘ન ઇતી…!’) 22

ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત કર્યું છે. આશા છે સર્વે વાચકમિત્રોને ગમશે. ધ્રુવભાઈનો આભાર. આ આખી નવલકથાની રાહમાં મારી જેમ અનેક મિત્રો હશે જ..

* * *

લેબમાંથી સંદેશો આવ્યો કે, ‘એક બાળક, ઓ-ટેન જન્મ્યું છે.’

નિયમ મુજબ બાળક જન્મે કે તરત કાનની પાછળના ભાગે કમ્પ્યૂટરાઈઝ્ડ ચિપ લગાવી દેવી પડે; પરંતુ ઓ-ટેનને આવી ચિપ લગાડવા જતાં ખ્યાલ આવ્યો કે ચિપને જેની સાથે જોડાય છે તે જ્ઞાનતંતુઓ કાન પાછળ નથી, ખભાની નજીક છે અને થોડા અવ્યવસ્થિત છે. આ માહિતી તંત્રવાહકને અપાઈ.