શકુનીની રોજનીશી (ભાગ ૧૬) – જીજ્ઞેશ અધ્યારૂ 7


Selfie before Stateneedle fire

(ગતાંકથી ચાલુ, એક્ચ્યુઅલી આના ૧૫ ગતાંક છે.. એ બધા અહીં ક્લિક કરશો તો દેખાશે..)

ગઈકાલે પીજીવીસીએલ (પૂરેપૂરા ગાંધારની વીજ કંપની લોલમલોલ) ના ડખાને લીધે પાવર ગુલ થઈ ગયેલો અને હું પાંડવોના સ્ટેટનીડલ ફાયર (રાજસૂય યજ્ઞ)ની વાત આખી લખી શક્યો નહોતો.. એ આગળ..

હા તો, કૃષ્ણ ગુસ્સે થઈને કંઈક બોલવા જાય એ પહેલા ભીષ્મ બોલ્યા,

“વત્સ શિશુ, ડ્યૂડ, મારી ડિગ્રી વિશે કોઈ સ્પષ્ટતા કરવાની મારે જરૂર નથી કારણ કે યુનિવર્સિટી ઑફ ગંગા જવા માટે ઋષિકેશના લક્ષ્મણ ઝૂલાના પિલર નંબર ત્રેપનમાંના દરવાજામાંથી જવુ પડશે પણ તારા જેવા અશુદ્ધ મનના લોકો એને શોધી શક્શે નહીં. યુ નીડ ટુ અન્ડરસ્ટૅન્ડ ધ પ્રોસીજર ફ્રોમ..”

પણ ભોળા મનના બોલકા વત્સ શિશુપાલથી સી.ઓ.પી.એસ (ચીફ ઓફ પાયદળ સ્ટાફ) ભીષ્મનો આ જવાબ સહન ન થયો. આખરે તો એ સોશિયલ મિડીયા ઈન્ફ્લુઅન્સર ટ્રોલ હતો એટલે કદાચ ચાન્સ મળ્યો કે તરત એણે ભીષ્મને ભયાનક રીતે લાઈવ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. દુર્યોધન, દુઃશાસન, કર્ણ વગેરે ઓલરેડી ગુસ્સે હતાં, એમાં શિશુપાલ જોડાયો એટલે એ બધા ફોર્મમાં આવી ગયા. પણ શિશુપાલે ફોકસ બદલ્યું હતું એટલે એ મૂંઝાયા. શિશુપાલે અચાનક કોન્સન્ટ્રેશન ભીષ્મ પરથી કૃષ્ણ પર ફેરવ્યું, ‘હેય કાઉબોય, હવે તું જ કહે, ગાયો ગોકુળના રસ્તા પર ફરતી હોય, ને તું લેકફ્રન્ટ પર નૈનમટક્કા કર્યા કરે એમાં તને આટલું માન કેમ મળવું જોઈએ? છળપૂર્વક તેં આર્ય કંસનું એન્કાઉન્ટર કર્યું, મિડફાઈટમાંથીય તું એકવાર ભાગી ગયેલો.. તું તો..”

પણ અમને ખબર નહોતી કે કૃષ્ણએ એમની ફઈને પ્રોમિસ કરેલું કે શિશુપાલ ૧૦૦ વખત ટ્રોલ કરશે ત્યાં સુધી એ કંઈ નહીં કરે, પણ ૧૦૧મી વખત ટ્રોલ કરશે તો હી વિલ યુ નો.. એટલે એમણે એમનું સોલર પાવર્ડ ફ્લાઈંગ રાઉન્ડ સૉ મશીન કાઢ્યું. મને કહેવાનું મન તો થયું કે આંકડો ખરેખર ૧૦૦ને પાર કરી ગયો છે? એમાં કોઈ રિપિટ નથી થઈ? આર યૂ શ્યોર? કોન્ફિડન્ટ? પણ સૉ મશીનની સ્પીડ જોઈને હું સો વિશે ન બોલ્યો. આઈ કાન્ટ હેન્ડલ ધ સ્પીડ યુ સી. શિશુપાલનું મસ્તક ગેમ ઑફ થ્રોન્સમાં જેમ એડ સ્ટાર્કનું કપાય છે એમ વિધાઉટ અ બ્લડ ડ્રોપ કટ થઈ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી એના ગુરુના ખોળામાં પડ્યું. એ લાઈવ ટેલિકાસ્ટ અમે હૉલના ૫૨’ ના સ્માર્ટ ટીવી પર જોયું. ત્યાં બ્લાસ્ટ થયો એટલે અહીં ટેલિકાસ્ટ બંધ થઈ ગયું, બાટાસ્કાય પણ સિરીયલમાં વરસાદ પડે તો સિગ્નલ ખોઈ નાખે છે એમ જ.. વત્સ દુર્યોધન, કર્ણ અને દુઃશાસન ઓલરેડી પોતાની જગ્યાએ બેસીને છાસ પી રહ્યાં હતા એટલે મેં પણ લસ્સી મંગાવી.. વધુ સાહસ કરવાનું માંડી વાળ્યું યુ સી, ધીસ ઈઝ વ્હાય આઈ એમ નોન એઝ એક્સ્ટ્રાસ્માર્ટ.

વત્સ શિશુપાલનું મસ્તક ઓલરેડી બ્લાસ્ટમાં બર્ન થઈ ગયેલું, એટલે એને જ લાસ્ટ રાઈટ્સ માની અમે બેસણું માંડી વાળ્યું. આખાય યજ્ઞમાં કોઈએ હેલમેટ કે સેફ્ટી શૂઝ ન પહેર્યા, સેફટી ઈન્ચાર્જ વત્સ દુર્યોધન એકલો જ એ પહેરીને સતત ફરતો રહ્યો.. ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશનને દબાવીને ઈન્દ્રપ્રસ્થના રાષ્ટ્રવાદને ઉત્તેજન આપનારા આવા જ ડેમોક્રસી માટે ડેન્જરસ વાતાવરણમાં યજ્ઞ પૂરો થયો. અમે ડાબોડી હાથે લખતા લેખકોએ ઈન્દ્રપ્રસ્થની ડાબી તરફ રહેતા લોકોને ડાબેરી વિચારધારા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો, પણ તેમની ડાબી તરફ રહેતા લોકો તેમને રાઈટ વિન્ગ નેશનાલિસ્ટ કહેતા એ ઉશ્કેરાઈ ગયા. અમારા ડાબા જમણાનું આવું ઉઠમણું થશે એ તો ડુપ્લિકેટ ‘કન્હૈયા’નેય નહોતી ખબર, એનીય ‘ઉમર’ થયેલી એટલે એય ‘સીતારામ’ બોલતો થઈ ગયેલો. મારે માટે તો આ વાતાવરણ એટલે જાણે કે ઈમર્જન્સી.. પણ ઈમર્જન્સી તો સદીઓ પછી લદાવાની હતી. એટલે અમે નવરા બેઠા કંટાળવા કરતાં પેલેસની વિઝિટે નીકળ્યા.

Shakuni doing પારકી પંચાત with Duryodhana and 6 others.

ઈન્દ્રપ્રસ્થ પેલેસમાં અંદર જવા ઈન્દ્રપ્રસ્થવાસીઓને ૧૦ રૂ. અને ફોરેનર્સને ૧૦૦૦ રૂ. ટિકીટ હતી, અમે ઘરના છીએ એમ કહીને બધા એક સાથે ઘૂસવા ગયા, પણ કાચનો દરવાજો ટોકનથી જ ખુલતો હતો. ટોકન લીધા એટલે સાથે ૩ડી ચશ્મા દરવાજેથી જ અપાતા હતાં, એ પહેરીને અમે અંદર ચાલ્યા. સામેથી આવતા એક તીરને જોઈને દુર્યોધન નીચો નમી ગયો, પણ એ તીર એન્ટરન્સમાં સામે ચાલતી સ્ક્રીન પરની વાઈબ્રન્ટ ઈન્દ્રપ્રસ્થની ફિલ્મમાંથી આવેલું. થોડાક આગળ ગયા તો એક છૂટી ગદા આવી અને દુર્યોધનને એમ કે એ પણ કોઈ ફિલ્મની હશે, પણ એ અસલી હતી. દુર્યોધનના થ્રીડી ચશ્મા અને મુગટ પડી ગયા, દ્રૌપદી અને ભીમના પુત્ર સુતસોમે એ ગદા ટેસ્ટિંગ માટે ફેંકી હતી. એ જોઈને બાલ્કનીમાં ઉભેલી દ્રૌપદી હસી પડી, એણે ગાયું,

‘ગદા સુતસોમને ફેંકી આજ, ગિર ગયા તેરે સર સે તાજ..’

દુર્યોધનનું ડાહોડાહ (જોડણી સુધારાવાદીઓ માટે આ ચાન્સ રાખ્યો છે!) અપમાન થયું, વળી દ્રૌપદીએ ગાયેલા આ આખા ગીતથી અમારા કાનમાંથી લોહીની ધાર થઈ. સેવકો અમને મહેલની બહાર લઈ ગયા, ત્યાંથી મારતી બળદગાડીએ અમે ગઈકાલે જ ગાંધાર પહોંચ્યા છીએ. દુર્યોધન ખોવાયેલો છે, હજી બેકગ્રાઉન્ડમાં એને ૭.૧ ડોલ્બી ડિજીટલમાં ઈકો સાથે પેલું ગીત સંભળાયા કરે છે, અને અમે.. ઢિંચાક થઈને એને જોઈ રહીએ છીએ. મારી આંખમાં અત્યારેય આંસુ આવી ગયા, સેવિકા ડુંગળી સુધારે છે, સેવ મમરા ડુંગળી ટમેટાની ભેળ ખાવા જવાનું હોવાથી હવે આજે નથી લખવું.. થાય એ કરી લો..

(ક્રમશઃ)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૬) – જીજ્ઞેશ અધ્યારૂ

  • shirish Dave

    આ એક સંશોધનનો વિષય છે કૃષ્ણ ભગવાને શિશુપાલની સો જુદી જુદી ગાળો ચલાવી લેવી કે સો ગાળો જેમાં રીપીટ ગાળની છૂટ હતી તેમ ચલાવી લેવી.
    જો શિશુપાલની મા, બહેન, બૈરી, પુત્રી, પુત્ર કે તે પછીની જનરેશનના ફરજંદે હસ્તિનાપુરની સર્વોચ્ચ ન્યાયાલયમાં “સો ગાળ”નું અર્થઘટન કરાવવા જેવું હતું. જેથી નક્કી કરી શકાય કે કૃષ્ણભગવાને વચન ભંગ કર્યો હતો કે નહીં. જો આમ ન થાય તો “ઇમર્જન્સી” ના અર્થ ઘટનો જેવા કે બધાને જેલમાં પુરીને પોસ્ટરો એવા ચીપકાવવા કે “હમારા નિર્ધાર સબસે નમ્ર વ્યવહાર”.
    કૃષ્ણ ભગવાનની વિશ્વસનીયતા ઉપર શંકા થાય તેવું કદી ન થવું જોઇએ. જીવતા અને મરેલા પરાર્ધોના પરાર્ધોના પરાર્ધો આત્માઓની આસ્થાનો સવાલ છે.

  • ગોપાલ ખેતાણી

    જબરદસ્ત “સિકવન્સ” સાથે તમે “રિટર્ન” થયા એ જાણીને “સિકંદર”ને “રેસ”માં પાછળ પડ્યાનો શોક લાગ્યો હશે. ખતરનાક મજા પડી. “મામાશ્રી”ને “ગોપાલના સેવ મમરા” ગ્યાત છે કે નહીં એ આવતા અંકમાં જણાવશોજી ! રાધે રાધે!