એક અપીલ – ધ્રુવ ભટ્ટ 9


૯૨ વર્ષે મેડિકલ કારણોસર બ્રેઈનસ્ટ્રોક આવે તે શક્યતા છે, છાપાએ અને અહેવાલ તૈયાર કરનારાઓએ આટલા નીચા ન ઉતરવું જોઈએ. ભગત સાહેબની માંદગીને વિવાદમાં ઘસેડનારાઓને સાહિત્યકાર ગણવાથી પણ હું દૂર રહીશ. ભગત સાહેબ પીડામુક્ત થાય તેવી પ્રાર્થના. હું સાહિત્યની ગણાતી હોય તેવી બધી જ સંસ્થા વિખેરીને સાહિત્યને સ્વાયત્ત અને મુક્ત કરી દેવા ભલામણ કરું છું. નવયુવાનોને વિનંતિ કરું છું કે ક્યાંય સંસ્થા સાથે જોડાય નહીં.

– ધ્રુવ ભટ્ટ


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 thoughts on “એક અપીલ – ધ્રુવ ભટ્ટ

 • Dr santosh

  બધા સ્વાયત્તતાની પાછળ કેમ પડી ગયા છે? અરે ભાઇ જે સ્વાયત્ત સંસ્થા છે તેણે શું નોંધપાત્ર કર્યુ છે ? અને સ્વાયત્ત હોય કે ના હોવા થી વાચકને શો ફેર પડે છે? સર્જકોએ સર્જન કરવાનુ છે, સારું સારું સમાજને પીરસવાનુ છે. ગુણવત્તા યુક્ત સાહિત્યનુ નિર્માણ કરવાનુ છે યુવાનોને વાચતા કરવાના ચે ઘણા અગત્યના કામોઅ બાકેી ચ્હે.

 • Valibhai Musa

  આદરણીયશ્રી, રોકડું પરખાવવા બદલ અભિનંદન. મોટા ભાગની સાહિત્ય સંસ્થાઓ સ્થાપિત ઈસમોની જાગીર બની ગઈ છે અને આ જાગીરીપ્રથા નાબૂદ થવી જ જોઈએ. જો કે સૂકા ભેગું લીલું પણ બળશે, છતાંય એકસૂત્રતા તો લાવવી જ પડે.

 • Dhruv bhatt

  ગુજરાતી બોલનારા અને વાંચનારા ઓછા થતા જાર છે. બોલીઓ લુપ્ત થવાને આરે છે તેવા સમયે ગુજરાતી સાહિત્ય અને પ્રજા સંસ્થાઓનું વજન ઝીલી શકે તેમ નથી. ગુજરાતીને સંસ્થાઓએ ટકાવી છે તે માન્યતા ભૂલ ભરેલી છે. લોકો બોલે છે તે જ ભાષા ટકે છે. મારી મા બોલતી તે મારી માતૃભાપા.
  સાહિત્યને સંસ્થા સાથે કોઈ સંબંધ જ નથી. સંસ્થા ફામેથી જ સાહિત્ય સાથે જાડાય છે. એટલે સાહિત્યને માટે છીએ કહીને રચાયેલી સંસ્થા વિખેરી નાખવાન મારી આગ્રહ પૂરવકની ભલામણ છે.
  મિત્રો જે કંઈ કરો તે ગુજરાતી બોલી અને ભાષા માટે જ કરો. ભાષાની સંસ્થા માટે નહીં
  ધ્રુવ

  • Hetal

   તદ્દન સાચી વાત છે , સર ! સંસ્થાઓ એ ગુજરાતી ટકાવી છે કે નહિ એ નથી જાણતી , પરંતુ ગુજરાતી ભાષા અને એ ભાષા ની અગણિત બોલી ઓ ને લીધે સંસ્થાઓ ટકી છે. જેમ તમારી રચના ‘સમુદ્રાન્તિકે ‘ માં છે ને એમ : આપણે એમ માની ને ગર્વ લઇએ છીએ કે આપણા થી કોઈ પ્રથા /ભાષા /રિવાજ ચાલે છે, પણ આ તો યુગો યુગો થી ચાલ્યું આવે છે, આપણે તો માત્ર એ કાલખંડ નો એક નાનો ભાગ જોઈ શકીએ છીએ, એમાં થોડું યોગદાન આપી શકીએ છીએ , અને એમાં પણ અભિમાની થઇ જઇએ છે।