અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી 24


“અમો કાકા બાપાના પોરીયા રે, કુંડલીયું ખેલાડુ
અમો જુલા જુલણ જાવા રે, કુંડલીયું ખેલાડુ”.

એયને ગરબા ઘુમીને આપણે “મદ્રાસ કાફે” ની રેસ્ટોરન્ટ, દુકાન કે લારીએ ભાઈબંધુની સાથે જમાવીએ. કાફેવાળા જાણીતાં હોય તો બુમ મારીએ “અન્નાઆઆઆ!!! એક મૈસુરી મસાલા. એય રિતીયા, તું શું ગરચીસ?”. રિતીયો ફરમાવે “આપણે એક મસાલા ઢોંસા અને એ પહેલા ઇડલી સંભારની પ્લેટ”.

લાલ કલરની ગંજી નીચે લુંગી, મોહનલાલની જેમ અડધી ઉપર ચડાવેલી હોય, અનીલ કપુર કરતાંયે ઘાટી મુછ કે જેના દોરાં બે હોઠની વચ્ચે ઘુસણખોરી કરવા માગતા હોય એવા અન્ના, ઢોંસા ઉથલાવતાં લહેકામાં હોંકારો આપે “આઆઅક્કે”.
આ ઢોંસા આપણને હવે દક્ષીણ ભારતીય ઓછા અને ગુજરાતી વધારે લાગે છે.

જો કે આપણા વ્હાલા “શુદ્ધ ગુજરાતી રોમાન્સ” આપનારાં પુડલાં , ઢોંસાના પિતરાઈ ભાઈ, પહેલેથી ગુજરાતમાં “વર્લ્ડ ફેમસ” છે જ. છતાં ઢોંસાએ ગુજરાતીઓના પેટમાં પોતાનો પ્લોટ બુક કરાવી લિધો છે. પુડલાં ઉત્તર ભારતમાં “ચિલરા” કે “ચિલ્લા” તરીકે ઓળખાય છે. દિલ્લી (કે દિલ્હી) અક્ષરધામ જવાનું થાય તો અક્ષરધામ મેટ્રો સ્ટેશન પાસે તમને આ “ચિલરા” લઈને ફેરીયાં ઉભેલા જોવા મળશે. આનંદ ઉઠાવજો!

રવિવારની સાંજે એય ને તમે શરીર વિસ્તારીને બેઠાં હોવ અને શ્રીમતીજીને હાક મારો કે “સાંભળને, કંઈક નાસ્તો બનાવને જરા. ભુખ લાગી છે.” અને પછી શ્રીમતીજીના ચહેરા પરના બદલાયેલા ભાવ જોઈને તમને જો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય, તો તમારે તરત બોલવું “પુડલાં કરી નાખને ચાર-પાંચ”. હવે જુઓ ! તમે ખુશ ને તમારા શ્રીમતી પણ. આ ચણાનો લોટ દોયો અને મસાલાં નાખી જોત જોતામાં પુડલાં તૈયાર. અને એટલી વારમાં તમે ફુદીના-કોથમીરની ચટણી કરી નાખો તો સાસરામાં તમારા ગુણગાન ગવાશે એ નક્કી. પણ ત્યાં સુધી જરા પુડલાં અને ચટણીનો આનંદ માણો.

આ આવ્યો બીજો રવીવાર. તમારે આગોતરું આયોજન કરવું. સાંજની ચાના સબડકા લઈ બજારમાં ઉપડી જવું. હવે ઢોંસાના તૈયાર ખીરાં ઠેર ઠેર મળે છે તે લઈ લેવા અને સાથે સાથે એક શ્રીફળ પણ. ઘરે આવીને તમારે કોપરાની ચટણી બનાવવી અને શ્રીમતીજી ઢોંસા બનાવે પછી જે રંગત જામે ! લગે હાથ રજનીકાંતનુ એકાદ ફીલ્લ્મ જોઈ કાઢવું.

ઢોંસાએ જેટલો રોજગાર લોકોને આપ્યો હશે એટલો કદાચ બીજી કોઈ ભારતીય વાનગીએ નહી આપ્યો હોય. (આ પાણીપુરી અને પાંઉભાજીની બુમાબુમ કોણ કરે છે?)

ઢોંસાની જેટલી વેરાયટી તમને ગુજરાતમાં જોવા મળે છે એટલી તમને કશે જોવા નહીં મળે. આ જાત અનુભવ છે. હું અને મારી “ઈ”, અમે ચેન્નાઈ એક વર્ષ ઉપર રહેલા. પનીર ઢોંસા માટે કેટલું “રખડ્યાં” હતાં પણ હાય રે કિસ્મત ! જો કે ચેન્નાઈમાં તમને ઢોંસા હાથવગે છે અને ગુજરાત જેટલા મોંઘા નથી મળતાં. અહીં નોઈડા આવ્યા પછી શ્રીમતીજીએ ઢોંસામાં હાથ અજમાવ્યો છે કંઈ ! ફરાળી ઢોંસાએ મારા “ફળાહાર” (??) ની સમસ્યા હલ કરી નાખી છે.

આ દુનીયાંમા પ્રવાહીને ગરમ કરતાં તે ઘન સ્વરુપમાં ફેરવાય એવી વસ્તુ માત્ર ઢોંસા અને પુડલાં ! (આ ઈડલી-ખમણની બુમાબુમ કેમ થાય છે ? એ બન્ને એમના સંતાનો છે. વારસામાં ગુણ તો આવે ને ભાઈ?!)

ભાવનગર જોડે મારો અદભુત સંબંધ રહ્યો છે. હું ૧૯૯૯થી ૨૦૦૨ સુધી ભાવનગર ભણ્યો. રવીવારે સાંજે ટીફીન ન આવતું માટે બી.પી,ટી.આઈ. હોસ્ટેલથી નીલમબાગ સર્કલ અમે આવતાં ભોજનાર્થે. ત્યારે પાઉંભાજી અને ઢોંસા બે જ વાનગીઓ અમને પ્રાપ્ત થતી. આ સમયે અમે “અંકલના ઢોંસા” આરોગતાં. હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખાસ ડીસ્કાઉન્ટ મળતું. તેર રુપીયાના સાદાં ઢોંસાના દસ અને પંદર રુપીયાનાં મસાલા ઢોંસાના બાર રુપીયા. એક ઢોંસા સંગાથે અમે પાંચ – છ વાટકાં સંભારના અને બે -ત્રણ વાટકી ચટણી “સાફ” કરતાં ત્યારે અમારા પૈસા વસુલ થતાં. આટલું આરોગવા છતાં ‘અંકલ’એ સદાય પ્રેમથી જ ઢોંસા પિરસ્યા છે.

બિલિપત્ર :

અખંડ ભારતવર્ષના સાર્વભૌમત્વ માટે ઢોંસાને રાષ્ટ્રીય વાનગી, રસગુલ્લાને રાષ્ટ્રીય મિઠાઈ અને લસ્સીને રાષ્ટ્રીય પીણું ઘોષીત કરવાં જોઈએ. (ફરી પાછી બુમાબુમ? આપણે “બિજ્જનેસ્સ” કરવાનો ભાઈ!)

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

24 thoughts on “અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી

  • gopal khetani

    દર્શન.. આવી સરસ કોમેન્ટ લખવા માટે દિલથી આભાર. (એક વિષેશ લેખ હોસ્ટેલના અનુભવ પર લખવો છે.)
    મોહીતજી.. મેં લેખ લખ્યો ઉત્તર ભારતથી (નોઈડા).. તમે વાંચ્યો દક્ષીણ ભારતમાં.. અને લખાયો ગુજરાતીમાં.. આનાથી વધુ ભારત વર્ષની વ્યાખ્યા શું હોઈ શકે?
    પ્રશાંતજી.. ખુબ ખુબ આભાર ઉત્સાહ વધારવા બદલ.. આપના પ્રતિભાવો જ લેખ લખવાની પ્રેરણા આપે છે
    અક્ષરનાદ વાંચતા રહો.

  • Prashant Dave

    Yummyyy……
    ોગોપાલભાઇ તમારો લેખ પણ ઢોંંસા અને પુડલાં જેમ જ ખુબ સરસ અને સ્વાદિષ્ટ છે.
    Keep it up.

  • Mohit

    Yes Mr. Gopal Bhai! Me also in South India for last 2 years, besides this could not found more varieties in Dhosa! 🙂 Really you make me missed the taste of PUDLA during reading it. Thank you very for making us enjoying the different tastes of many varieties(Dhosa, Pudla, Panipuri n all) at a same time. Very Nice Article Sir!

  • Darshan Gandhi

    True test of author happens when reader can feel & imagine what author is trying to explain through his article.
    In your article, I bet “BADHA NA MO MA PAANI AAVI GAYA HASE”.

    Very well written and expressed.

    Also one point which you forgot to mention in that “Uncle Dhosa” is that “Waiting for that moment when Uncle would get in conflict with any one of his helper… “. Bhai 10 Rs. to tyarej vasul thata……..

  • gopal khetani

    ખુબ ખુબ આભાર સૌરભજી, ટોરેશજી, અંકિતજી, વૈભવજી, પંકજજી અને સંજયજી. આપના પ્રતિભાવોઅ જ નવું લેખન કરવા પ્રેરે છે.

  • Pankaj Mishra

    જામનગરેી સ્તાઇલ મા બોલિએ તો, ભાઇ ભાઇ.

    ખુબ સરસ્ મો મા પાનિ આવેી ગયુ.

  • Toresh

    બહુ સરસ મજા આવિ. આ હાસ્ય વ્યન્ગ વાચિ ને જુના દિવસો યાદ આવિ ગયા. વાહ રે વાહ ગુજરાતિ dosha અને ગુજરતિ માનુઉસ્. Keep it up dear. Cheers!

  • gopal khetani

    સુરેશભાઈ, શ્રીમતીજીને વડી નાખીને પુડલાં બનાવવાનું સજેશન આપવાનુ દુઃસાહસ આપની પ્રેરણાથી કર્યું છે.
    મિરાજી, આ વિકએન્ડમાં પ્લાન બનાવી જ લો.
    લતાજી, ઢોંસાના ઠોંસા તો પાણીપુરીને વાગવા જ જોઈએ ને!
    હિંમતભાઈ, એટલે તો પુડલા યાદ આવે ને !
    ભુષણજી, તમે પણ રવીવારે પ્લાન કરો.
    કલ્પનાજી, સરસ ઢોંસા કે પુડલાં પણ ચાખજો હોં!
    કાર્તીકજી, ઢોંસા તો આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયાં છે હવે એમના પિતરાઈ પુડલાંનો વારો છે!
    દિવ્યેશજી, પોરીયાઓનું કામ જ ધુમ મચાવવાનું!
    હાર્દીકજી, લેખ લખતાં રહો… જે લેખ તમને ગમશે એ બીજાને વંચાવજો. (બીજામાં હું પણ શામીલ હો!)
    ..દરેક મિત્રો જેમણૅ સમય આપી પ્રતિભાવ આપ્યા એમનો ખુબ ખુબ આભાર… જેમણે આ લેખ વાંચ્યો એમનો પણ આભાર… જીગ્નેશભાઈ અને અક્ષરનાદનો અંતઃકરણ પુર્વકનો આભાર કે આ લેખનો સમાવેશ કર્યો. અક્ષરનાદ વાંચતા રહો. જય જય ગરવી ગુજરાત.!!!

  • Hardik Pandya

    ખુબ જ સરસ લેખ. મજા પડી ગઇ. આવુ કઇક લખવુ મને પણ ગમે… પણ લખવા જઉ તો મને પોતાને જ મજા ન આવે.. પણ તમારા લેખથી શીખતો રહીશ અને લખતો રહીશ.

  • Divyesh v. Sodvadiya (DVS)

    તમારા “ઈ” અને “બુમાબુમ” વચ્ચે કાકા બાપાના પોરીયાએ ધૂમ મચાવી હોં ભાઈ…
    હાસ્યસભર ઢોંસા અને પુડલાંએ મોજ કરાવી દીધી.

  • Kartik Pandya

    Super Sharing…Absolutely True. “Dosa” is Universal now. One can’t beat them. And yes, No one likes Dosas as much as Gujaratis do. Thank n Cheers…

    • himmatlal aataa

      મને એક બેને શિકાગોથી એની બેનપણી સાથે મારા માટે પુડલા મોકલેલા એ ખાધા એની યાદી વિસરાતી નથી .
      પ્રેમ નીતરતા પુડલા મને એક બેને શિકાગોથી એની બેનપણી સાથે મારા માટે પુડલા મોકલેલા એ ખાધા એની યાદી વિસરાતી નથી .
      પ્રેમ નીતરતા પુડલા

  • સુરેશ જાની

    ફરીથી…
    ભાભીને કહેજો કે ફરીવાર પુડલા બનાવે ત્યારે એમાં દસેક ટકા ‘વડી’ ભુકો કરીને નાંખે.
    પછી હમ્મેશ આ ‘સુજા’ની ઘરવાળીનો આભાર માનતા થઈ જશો !!