ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’ 4


અમદાવાદ ખાતે આજે સાંજથી શરૂ થઈ રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’માં આ વખતે ‘સર્જન’ના પ્રયત્નો અને માઈક્રોફિક્શનના ‘સર્જન’ દ્વારા થયેલા પ્રચાર તથા વાચકોને ખૂબ પસંદ આવી રહેલા આ વાર્તા સ્વરૂપને લઈને બે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તા. ૧૫ ને ગુરુવારના રોજ વર્કશૉપ,

“માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

અને

“બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

આ બંને કાર્યક્રમોનો સમય, તારીખ અને વિગત શેડ્યૂલ આ મુજબ છે..

૧. “માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

માઈક્રોફિક્શન વર્કશૉપ

વર્કશૉપ માટે રજીસ્ટ્રેશન http://gujlitfest.com/registration-workshops/ કડી પર તમારી વિગતો આપીને કરવાનું છે. વર્કશૉપ માટેની ફી ૧૦૦/- રૂ. સ્થળ પર જ ભરવાની છે. રજીસ્ટ્રેશનની કડી પર માઈક્રોફિક્શન વર્કશૉપ સૌથી નીચે, ૧૧માં ક્રમે મૂકેલ છે.

૨. “બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

ચર્ચા માણવા આપ સૌને આમંત્રણ છે, એના માટે રજીસ્ટ્રેશન કે અન્ય કોઈ ફી વગેરે નથી.

આ ઉપરાંત પણ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં અનેક રસપ્રદ અને અનોખા કાર્યક્રમો છે.. પાંચ દિવસનો સાહિત્યનો આ જલસો માણવો આપને જરૂર ગમશે.. બધા કાર્યક્રમોની વિગતો સાથેનું સમયપત્રક અહીં જીએલએફની વેબસાઈટ પરથી જોઈ શક્શો.

ગુજરાતના સૌપ્રથમ અને હવે રાજ્યની સૌથી મોટી સાહિત્યિક ઘટના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (જીએલએફ) તેની ચોથી સિઝન સાથે હાજર છે. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો અને વિશ્વમાંથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો સાથે આ વર્ષનો જીએલએફ ગુજરાતનો સૌથી વિચારોત્તેજક કાર્યક્રમ બની રહશે.

જીએલએફ એ ભાષાના દૃષ્ટિકોણથી તટસ્થ કાર્યક્રમ છે અને તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, અને ઉર્દૂ ભાષામાં સેશન્સ થશે. રાજ્યમાં થતા તમામ સાહિત્યિક કાર્યક્રમોમાં જીએલએફ તેની આગવી ફિલસૂફીને કારણે અલગ તરી આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વ્યાપ અને ગુજરાતી સાહિત્યમાં નવોદિત પ્રતિભાશાળી લેખકો, કવિઓને મંચ અને પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય ભાષાઓને પણ પૂરતું સ્થાન અપાય છે.

  • ૧૪ થી ૧૮ ડિસેમ્બર – પાંચ દિવસનો સાહિત્ય અને મોજનો જલસો
  • પાંચ દિવસમાં ૮૦થી વધુ કાર્યક્રમો
  • વિવિધ ભાષાના ૨૦૦ જેટલા સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય લેખકો, વિશેષજ્ઞો અને કલાકારો.
  • માઈક્રોફિક્શનને પ્રસ્થાપિત વાર્તા સ્વરૂપ તરીકે ઓળખ બનાવવાનો આગવો અવસર..
  • જીએલએફ સિઝન-૪ ના કેન્દ્રસ્થાને છે ‘હાસ્ય’ લેખન
  • લેખિકા અને જયપુર લિટરેચર ફેસ્ટિવલનાં ડિરેક્ટર નમિતા ગોખલે, સ્વીડનના લેખક ઝેક ઓ’ યે, અશ્વિન સાંઘી, સ્ક્રીનરાઇટર્સ એસોસિયેશનના સ્થાપક અંજુમ રજબઅલી

તો આવો છો ને ‘સર્જન’ માઈક્રોફિક્શનને વધાવવા?


Leave a Reply to Anila patelCancel reply

4 thoughts on “ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’