Daily Archives: June 6, 2016


મારો લડાખનો પ્રવાસ.. – તુમુલ બુચ 24

લડાખ એટલે ભારતનાં દરેક રખડું પ્રકૃતિના પ્રવાસી માટેનું મક્કા – મદીના ગણાય એવું સ્થળ. ગૂગલ પર શોધવા બેસો તો નકશા, ફોટા અને માહીતીલેખોથી ભરેલી લાખો સાઈટ મળી આવે. કબુલ કે, એમાં ન હોય એવું તો કશું પણ મારી પાસે નથી. છતાં દરેક વ્યક્તિનો લડાખ પ્રવાસનો અનુભવ નોખો હોય છે. મેં લડાખ જવાનું નક્કી કર્યું એ દિવસથી ડગલે ને પગલે લેવાયેલા અનેક નાના મોટા નિર્ણયોની ફલશ્રુતિ રૂપે લગભગ પાંચ – છ મહિના પછી હું એ ઘટનાપ્રચુર રાતે લદાખમાં હતો. હું, અને મારા બે મિત્રો – અમે ત્રણ જણા લદાખના પાટનગર લેહમાં રાતના એક વાગ્યે, વરસાદથી બચવા એક દુકાનના છાપરા નીચે ઉભા હતા અને હવે ક્યાં જવું એમ વિચારતા હતા.