ગુજરાતી માઈક્રોફિક્શન લીગ – કાર્ય પદ્ધતિ 16 comments


ગુજરાતી વોટ્સએપ ગૃપ ‘સર્જન’ કે જે ફક્ત માઈક્રોફિક્શન સર્જન અને ચર્ચા માટેનું આગવું ગૃપ છે, તેમાંના અનેક આયોજનો અંતર્ગત રચાતી કૃતિઓમાંંથી પસંદગીના સર્જનો અહીં મૂકવામાં આવશે. આ ગૃપમાં જોડાવા માટે વોટ્સએપ પર આપના નામ અને પરિચય સાથે મને મેસેજ કરો.. નંબર છે ૯૯૭૪૪૧૦૮૬૮

* * *

ગુજરાતી માઈક્રોફિક્શન માટેના વોટ્સએપ ગૃપ ‘સર્જન’ પર દર શનિવારે સવારે એક પ્રોમ્પ્ટ / કડી આપવામાં આવે છે, રવિવાર સાંજ સુધી એ કડી પરથી વધુમાં વધુ ૩૦૦ શબ્દો સુધીની માઈક્રોફિક્શન બનાવીને ગૃપમાં મૂકવામાં આવે છે અને મિત્રો તેના પર પ્રતિભાવ આપે છે, તેના વિશે ચર્ચા થાય છે. સર્જનાત્મક્તાની અનેકવિધ શક્યતાઓને આ એક કડી દ્વારા એક તાંતણે બાંધવાનો પ્રયત્ન થાય છે. આવા બે અત્યંત સફળ પ્રયાસો થઈ ચૂક્યા છે, જે સમયાંંતરે અહીં પ્રસ્તુત થશે.

ઉપરાંત જાણીતી ટૂંંકી વાર્તાઓની માઈક્રોફિક્શન બનાવવી, છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન બનાવવી, કોઈ એક થીમ પરથી માઈક્રોફિક્શન રચવી, વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે / થનાર છે.

અક્ષરનાદ છેલ્લા ત્રણેક વર્ષથી જે પ્રયત્નમાં સતત રત છે એ જ પ્રવાહમાં ગુજરાતીમાં માઈક્રોફિક્શન સર્જનને એક સન્માનિત સ્થાન અપાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે.


16 thoughts on “ગુજરાતી માઈક્રોફિક્શન લીગ – કાર્ય પદ્ધતિ

 • SHAILESH PANDYA

  “ માસ્તર “
  હાથમાં સવારનું છાપું… આવતા જ એની બોઝિલ આંખો ફરીથી રડી ઉઠી..સમાચારનું શીર્ષક વાંચી એ ધ્રુજી ગયો..
  “ શિક્ષણના નામે કલંક” “….શાળામાં સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતા લંપટ શિક્ષક પર ચોતરફથી ફિટકાર…”
  એની આંખો ધોધમાર વરસી પડી… હળાહળ…જૂઠ સામે એ હારી ગયોતો..હવે..’.પોતે નિર્દોષ હોવા છતાં પણ….આવડો મોટો આરોપ મૂકી ગામમાં એને બદનામ કરવાઓ કારસો કરનાર ટ્રસ્ટીશ્રી જગમોહન અને નાલાયક આચાર્ય પર એને ખુબ ધ્રુણા ઉપજી..એક નાનકડા ઇન્કારની આવડી મોટી સજા..’પણ એણે સિદ્ધાંત સાથે ક્યારેય બાંધછોડ કરી નહોતી..આજ પણ નહિ..એ ક્યારેય સરકારી ગ્રાન્ટનાં પૈસાને આ બંને બાબુઓને હડપવા નહિ દે…પણ…આખરે આજ એ હારી ગયોતો…એની નજર સામે બા.. અને બાપૂની તસવીર ઊપસી…. શુ જવાબ આપશે ? શુ મો દેખાડશે મા-બાપને? દુનિયાને?
  .આદર્શ શિક્ષક …આદર્શ…કેવા કેવા સપના જોયા તા.. અને ફરી એની આંખો વરસી પડી…ખોટા આક્ષેપ અને આરોપ ના બોજથી એ હારી ગયો તો..
  કોઈ દરવાજો ખખડાવતું હોઈ એવું એને લાગ્યું….વિચારમાં ને વિચારમાં…એ ઉભો થયો…
  “આખી દુનિયા વિરોધમાં ને હું એકલો…” એણે દરવાજો ખોલ્યો,’..પણ આશુ ?
  સામે એના વૃદ્ધ માબાપને ઉભેલા જોયા….. અને …પિતાજીએ એની આંખમાં જોઇને કહ્યું…ગભરાઇશ નહિ દીકરા…તું એકલો નથી આ લડાઈમાં.. અમે પણ તારી સાથે છીએ…
  અમારા સંસ્કાર પર અમને પૂરો ભરોસો છે. અને એ પિતાજીના ખભે માથું મૂકી રડી પડ્યો..ક્યાય સુધી એ રડતો રહયો……

  શૈલેષ પંડ્યા

 • કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  જીજ્ઞેશભાઈ,
  બહુ સારું કામ શરુ કર્યું છે. આભાર.
  નવોદિતો થોડુક ઘરકામ કરીને ગંભીરતાપૂર્વક લખે તો ઉત્તરોત્તર પ્રગતિ જરૂર થાય.
  અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • jugalkishor

  ખુબ સારું કામ હાથ પર લીધું છે. આનંદસહ અભીનંદન અને શુભેચ્છાઓ.

 • Govind Maru

  વહાલા જીજ્ઞેશભાઈ,
  રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ વેબસાઈટ થકી આપ ખુબ જ સુંદર સાહીત્યસેવા કરો જ છો..
  વૉટ્સએપ ગૃપ ‘સર્જન’ના સથવારે માઈક્રોફીક્શન અને વાર્તા સર્જનની રચનાઓ મુકવા ‘ગુજરાતી માઈક્રોફિક્શન લીગ’ નામે એક અલગ મંચ શરુ કરવા માટે આપને તેમ જ સર્જનના સર્જકોને અઢળક અભીનન્દન.. અને શુભેચ્છાઓ..
  તમારું વાવેલું આ નાનકડું બીજ કલ્યાણકારી વટવૃક્ષ બને તેવો મને વીશ્વાસ છે..
  ધન્યવાદ.
  ..ગો. મારુ..

 • Nimesh

  All the Best and thanks to Jignesh bhai to gave chance to start write mfc through this platform.

  Best regarads,
  Nimesh

 • DG (Dharmesh Gandhi)

  વિકાસ પામવાં પહેલાં જ લેખન કળા વિસર્જીત નહિ થઇ જાય તે માટેનું “સર્જન”!!!☄

 • Vishnu Bhaliya

  જીગ્નેશ ભાઈ ખરેખર ઉત્તમ કાર્ય કરો છો…લેખક તરીખે પા પા પગલી ભરતા “સર્જન” ગ્રુપ ના દરેક મિત્ર ને સરસ પ્લેટફોર્મ મળી રહેશે…….

 • ismail Pathan

  અભિનંદન…
  સર્જન ગૃપનાં સર્વે મેમ્બર્સને….
  અને આભાર જિજ્ઞેશભાઇનો….
  નવોદિત સર્જકોને એક સરસ મજાના પ્લેટફોર્મ પર જમા કરવા માટે…

 • parikshit joshi

  માત્ર એક દિવસમાં એકદમ નવા ભાવવિશ્વમાં…જબરજસ્ત અનુભવ…આનંદ. આભાર સર્જન જૂથના સહુ માઇક્રફિક્શન સર્જકોનો..અને ખાસ તો જિજ્ઞેશભાઇનો…એમના પ્રયાસ વગર આપણે બધાં સાથે ક્યારે મળ્યાં હોત..
  માઇક્રોફિક્શન તદ્દન નવા સાહિત્યપ્રકારમાં મારા સહિતના મિત્રો માટે શૂન્યમાંથી સર્જન જેવો ઘાટ છે. એમાંય જ્યારે વોટસ્એપ જૂથમાંથી અહીં આ બ્લોક-વેબપેજ આકાર લઇ રહ્યું ત્યારે તો જાણે તળેટીમાંથી રોપ વે મારફતે સીધા ટોચ ઉપર પહોંચ્યાની અનુભૂતિ થાય છે.
  છતાં અક્ષરનાદ અને રિડગુજરાતી જેવું પોતાનું મોટ્ટું ગજું કાઢી ચૂકેલા મંચ ઉપર તદ્દન નવા સાહિત્યસ્વરુપમાં પા પા પગલી માડવા પાક્કું લેશન કરવું જ રહ્યું. હવે ફરીથી દર અઠવાડિયે પરીક્ષા પાક્કી…
  નવા તરોતાજા સાહિત્ય અને સાહિત્યકારોને આ રીતે જગત સામે રજૂ કરવાના આ પ્રયાસને સલામ…ઘણી ખમ્મા..

 • Sanjay Gundlavkar

  અભિનંદન…
  સર્જન ગૃપનાં સર્વે મેમ્બર્સને….

  ને….
  ગર્વ છે ગૃપ મેમ્બર હોવાનો

Comments are closed.