Daily Archives: February 19, 2016


જૂહી.. – ઇસ્માઇલ પઠાણ 10

સવારથી જ જૂહીનું મન આજે બેચેન હતું જ્યારથી એના દિકરા પરાગના નવા આવેલા ક્લાસટીચરને એ મળી હતી. સતત વિચારોને કારણે માથાની એક એક નસ જાણે હમણાં ફાટી પડશે એવું એને લાગતું હતું. બપોરે જરા પથારીમાં પડી ત્યાં તો રાહુલનો ફોન આવ્યો અને માંડ-માંડ મીંચાયેલી એની આંખ પાછી ટગર ટગર થઇ ગઇ. રાહુલે તો ફોન પર જ પૂછ્યું હતું કે “શું થયું? કેમ ઢીલું ઢીલું બોલે છે?” પણ એ વાતને ટાળી ગઈ હતી. એણે પથારીમાંથી ઉભા થઈ મોઢું ધોયું. વોશબેસિનના અરીસામાં પોતાનો ચહેરો જોયો. ચહેરા પર ઝળુંબી રહેલી વાળની લટ સરખી કરતાં એણે જોયું કે હવે વાળમાં ક્યાંક ક્યાંક સફેદી ડોકિયા કરતી હતી. રાહુલ તો તે છતાં જ્યારે પણ એની પાસે નવરાશની પળોમાં બેસતો ત્યારે એમ જ કહેતો “જૂહી, તારા વાળ ભલે સફેદ થવા લાગ્યા પણ મારા માટે તો હજી આજે પણ તું એ જ વીસ વર્ષ પહેલાની જુહી છે.” વીસ વર્ષ… એણે એક ઊંડો નિસાસો નાખ્યો