શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૪ : વાત્રકને કાંઠે 3 comments


.

અક્ષરનાદ પરની પૉડકાસ્ટ રૂપે આપણા સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રસ્તુત કરવાના પ્રયત્નની આ સફરનો ચોથો મણકો.. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી પન્નાલાલ પટેલની સુંદર કૃતિ ‘વાત્રકને કાંઠે’ ગઈકાલે આ વાર્તા અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી જેનું ઑડીયો વર્ઝન આજે પ્રસ્તુત છે.

અક્ષરનાદની ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રસ્તુત કરવાના પ્રયત્નને અનેક મદદરૂપ મિત્રો સાંપડી રહ્યા છે. દિલ્હીમાં ગુજરાતી સમાચાર વાચક, અને સાથે સાથે ગુજરાતી જાહેરાતો, સીરીયલો અને પ્રાયોજિત કાર્યક્રમોમાં અવાજ પણ આપે છે એવા પ્રણવભાઈએ આ કાર્યમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, આજે તેમના સહયોગને લીધે તેમના અનુભવસિદ્ધ્ અવાજમાં સાંભળીએ સુંદર વાર્તા… વાત્રકને કાંઠે

વાર્તા મૂળે જ લાંબી હોવાથી સ્વભાવિક રીતે આ ઑડીયો પણ લાંબો જ છે, પાર્શ્વસંગીતમાં અખતરો કરવા આજે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનું મિશ્રણ કર્યું છે. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત સમયમાં ‘જુમો ભિસ્તી’, ‘થીગડું’ અને ‘ખરી મા’ ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. આટલા સમયમાં સાઉન્ડક્લાઉડ પર જુમો ભિસ્તી ૧૮૦૦થી વધુ વખત અને સમગ્રપણે આ વાર્તાઓ ૩૦૦૦થી વધુ વખત સાંભળવામાં આવી છે એ આ પ્રયત્નની ફળશ્રુતિ છે. શ્રોતાઓએ આ પ્રયત્નને હોંશભેર વધાવ્યો છે, વાર્તાની ઑડીયો પ્રસ્તુતિ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો આગામી પસંદગી અને રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.


3 thoughts on “શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૪ : વાત્રકને કાંઠે

 • Chandrakant Lodhavia

  શ્રી જીજ્ઞેશભાઈ,
  આપની આ નવી ઓડીઓકાસ્ટ ની વાર્તાઓ સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો. પન્નાલાલ પટેલની વાર્તામાં અવાજના આરોહ અવરોહ થોડી તકલીફ અનુભવી.
  વોકલ સાઉન્ડ અને સાથે મુકેલા સંગીત અવાજો હળવા ભારે રહેવાથી ઓડીઓ સાંભળવાની અનુકુળતા ન રહી.
  ચન્દ્રકાન્ત લોઢવિયા – વડોદરા.

 • Dhiren

  Very nice attempt Jigneshbhai, Pranavbhai! Enjoyed the story. Pls keep bringing more of this!

  I noticed couple of pronunciation corrections..around 20 mins, the word ‘deh lata’ is spoken as ‘dehl ta’ . Before that somewhere, ‘na valapta’ is spoken as ‘nav lapta’… Please consider this as a constructive feedback.

Comments are closed.