ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી 11


૧. જિંદગીનો આઠડો.. – હિરલ કોટડીઆ

વાત ખાલી એક આઠડો કરવાની જ હોય.. અને પછી સાહેબ ફોર્મમાં લખી આપે કે પાસ એટલે અઠવાડિયામાં લાયસન્સ મળી જાય.. મને આટલી જ ખબર હતી..

પણ ત્યાં.. એ..એ.. બેન પગ નીચે નહિ અડાડવાનો.. દુરથી વળાંક લેસોને તો બેલેન્સ રહેશે.. બહુ ઉતાવળ નહિ કરો…. ભાઈ જરાય બીક રાખમાં… એ ગયા.. કેમ થયું.. પગ નથી પહોચતા લાગતા એટલે ગાડી નમી ગઈ.. વાગ્યું નથી ને.. અરે રે છેલ્લે છેલ્લે પગ નીચે રાખી દીધો.. હવે પાછો આખો આઠડો કરવો પડશે.. બેન તમારાથી નહિ થાય.. તમે પેલા એજેન્ટને ૨૦૦ રૂપિયા આપી દયો.. એટલે વાર્તા પૂરી થાય..

જિંદગીનું પણ કૈક આવું જ છે.. વાત ખાલી જીવવાની જ હોય પણ જે જીવતા હોય એને ખબર પડે કે જિંદગી નો આઠડો કેમ થાય.. બાકી પગ પહોચતા હોય ને તોય નમી જતી જિંદગીની ગાડીઓ ક્યાં આપડે જોઈ નથી..

– હિરલ કોટડીઆ

૨. દેશ નહી સુધરે.. – ગોપાલ ખેતાણી

નિવૃત્ત થયા પછી પણ પ્રવૃત્ત રહેતા ગુણવંતરાય તૈયાર થઇ, બ્રિફકેસ લઈને મેટ્રો સ્ટેશન પહોચવા રિક્ષા પકડી. અણઘડ રીતે વાહનો ચાલતા જોઇ એમણે પોતાના જ્ઞાનનો વ્યાપ સહપ્રવાસી જોડે વધાર્યો, “દેશના લોકોની માનસીકતા જ આવી છે. કોઈમાં સ્વયંશિસ્ત જેવું છે જ નહીં.”

મેટ્રો સ્ટેશન આવતા જ તેઓ ચેકીંગ માટેની કતારમાં ઘૂસ્યા, વડીલ સમજીને કોઇ કંઈ બોલ્યું નહીં. લગેજ સ્કેનરમાં પણ કતાર હોવા છતાં તેમણે બ્રીફકેસ મૂકવા ઘૂસ મારી ત્યારે લોકોએ તેમને કતારમાં આવવા કહ્યુ

પણ જેવી ટ્રેન આવી કે આસપાસ ઉભેલા લોકો ગુણવંતરાયને ધક્કો મરતા આગળ વધ્યા, તેઓ કકળી ઉઠ્યા “આ દેશ નહીં સુધરે.”

૩. લગની – ગોપાલ ખેતાણી

૧૪મી નવેમ્બરે સોસાયટીના સંચાલકોએ બાળકો માટે સોસાયટીના બગીચામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યુ. બાળકો માટે મીણીયા રંગો, ચિત્ર દોરવા માટે શીટ અને ઉત્સાહ વધારવા બિસ્કીટ તથા જ્યૂસ મંગાવ્યા. બાળકો મજેથી ચિત્રો દોરવા લાગ્યા.

થોડીવારમાં આસપાસ રહેતા મજૂરોના બાળકો પણ આવી પહોંચ્યા. સંચાલકો એમને પણ રંગો, ડ્રોઇંગશીટ, બિસ્કીટ તથા જ્યૂસ આપ્યા. તેમાંથી એક નાની છોકરી થોડીવારમાં ચાલી નીકળી. એ જોઇ એક સંચાલક મિત્ર બોલ્યા “આ લોકો આવા જ હોય. ફકત ખાવાની લાલચે જ અહીં આવતા હોય છે.”

બે ત્રણ જ મિનિટમાં એ છોકરી તેની કાંખમાં તેના નાના ભાઈને લઇ આવી પહોચી. ભઇલુને બાજુમાં બેસાડી ડ્રોઇંગ શીટમાં લગનથી પોતાની કલ્પનાના રંગો પૂરવા લાગી.

૪. કોયડો.. – ગોપાલ ખેતાણી

“મમ્મી, કોયડો એટલે શું?”

“નીરજ કેટલી વાર તને કહ્યુ કે ગુજરતીમાં ટૉક્ નહીં કરવાની. we will talk in English only. mind well, you are the student of convent school.”

“હા, પણ મમ્મી; મારી અને રાઘવ વચ્ચે શરત લાગેલી છે. એ મને એક કોયડો પૂછવાનો છે.”

“how many times I told you not to make friendship with desi boys. be a part of group of your class.”

“o.k મમ્મી. પણા એ તો કહે, કોયડો એટલે શું?”

“I don’t know, don’t ask such foolish words. please ask grandpa or granny”

– ગોપાલ ખેતાણી

મૂળ રાજકોટના, વ્યવસાયે એન્જીનીયર ગોપાલભાઈ ખેતાણીએ રોજબરોજના જીવનમાં આસપાસમાં અનુભવેલી ઘટનાઓ પરથી ત્રણ માઈક્રોફિક્શન લખી છે, તો હિરલબેન કોટડીઆની વાતમાં પણ અનુભવ તો આપણા સૌનો જ છે, ફક્ત દ્રષ્ટિકોણનો ફરક છે.. બંને મિત્રોએ અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમની કલમને શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી

 • gopalkhetani

  સર્વે વાચક મિત્રો નો ખુબ જ આભાર. ખાસ કરી ને શ્રી જિગ્નેશભાઇ, જેમની સખત અને નિરંતર મહેનત થી આપણે સહુ અક્ષરનાદ નો આનંદ લઇ રહ્યા છીએ, તેમણે એક સારુ પ્લેટફોર્મ પુરુ પાડ્યુ. આભાર્.

 • Kalidas V. Patel {Vagosana}

  ” લગની ” અને ” કોયડો ” વધુ ગમી. બીજી બે પણ સારી છે. ગરીબો પ્રત્યે તિરસ્કારની દ્રૃષ્ટિ અને ખોટો પૂર્વગ્રહ રાખતા સમાજને ઉઘાડો પાડતી ‘લગની’ સાચે જ સંવેદનશીલ છે, તો ” કોયડો ” આપણા મોટા ભાગના વાલીઓનું માનસ રજૂ કરે છે અને અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના પાલ્યને ગુજરાતી ન આવડવાનું જાણે અભિમાન લેતાં તેનું જાણી જોઈને અહિત કરે છે.
  … … પરંતુ, ખોટા શબ્દ પ્રયોગો — આપડે , લેસોને , રાખમાં { રાખ મા } , માનસીકતા , મરતા { મારતા } , પણા { પણ } — દુઃખી કરી ગયા.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા}

  • gopalkhetani

   હેમલભાઇ, આપ ના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. સાક્ષરો તથા વાંચકો ના પ્રતિભાવો અને પ્રેરણા જ નવુ સર્જન કરવા પ્રેરે છે.