સોશિયલ મિડિયા અને આપણે.. – ધ્રુવ ગોસાઈ 13


એકવીસમી સદીના આ ક્રાંતિકારી દાયકામાં આપણે ઘણા બધા તબકકાઓમાંથી પસાર થઈ રહયા છીએ ત્યારે આવા સમયમાં આપણા રોજના જીવનમાં એવા પાસાઓ ઉમેરાયા છે જેમણે ઘણી વસ્તુઓની વ્યાખ્યા બદલવાની જરૂરીયાત ઊભી કરી છે.

પ્રાચીનકાળથી જ સંદેશાવ્યવહારની વિવિધ પદ્ધતિઓ દ્રારા વ્યકિત-વ્યકિત વચ્ચે સંવાદની શરૂઆત થઈ. આપણે જોયું, જાણ્યું તે મુજબ સંદેશાવાહક કબૂતર, પતંગ, કાચના શીશા વગેરે જેવા સાધનો અને વચ્ચેના દાયકામાં ટેલિગ્રામ, ટેલિફોન પછી એકવીસમી સદીના મોબાઈલ ફોન, સેલ્યુલર – સેટેલાઈટ ફોનકોલ્સ અને આજના ચેટીંગ / ટેકસ્ટીંગ ઍપ્સ, આજના સુપર ફાસ્ટ જમાનામાં આપણે કલ્પના કરીએ કે આપણો હાથે લખેલો મેસેજ કેટલાય વર્ષો પછી કાચના શીશામાં કોઈ અજાણ્યા વ્યકિત ને સમુદ્ર કિનારે મળે અને તે સમયનો વ્યકિત વ્હોટ્સએપથી મેસેજ કરે છે!

આપણા આ વ્યસ્ત જીવનમાં આપણે સોશિયલ મિડિયાને સમય આપીએ છીએ એ ઘણી મોટી વાત છે. એ આપણી તેના પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે. ઘણા યુવામિત્રો પોતાના કલાકો સોશિયલ મિડિયામાં ઉમેરતા હોય છે. પરીણામે સોશિયલ મિડિયા મેનેજમેન્ટ આપણા માટે ખૂબ અગત્યનું થઈ પડે તેમ છે. કદાચ આવનારા સમયમાં સોશિયલ મિડિયામાં આપણે કઈ રીતે વર્તવું તેના ક્લાસ પણ ચાલુ થઈ શકે છે.

સોશિયલ મિડિયા આપણને દેશ-વિદેશની ઘટનાઓથી માહિતગાર કરે છે તથા ભૌગોલિક અંતરો અને સીમાઓને નિરર્થક કરી મૂકે છે. વળી કોઈપણ જાતના ભેદભાવ વગર વ્યકિત પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે. એ સાથે તે પોતાના અધિકાર અંગે ઘણો સભાન અને હકારાત્મક બન્યો છે એ ખૂબ આવકારદાયક બાબત છે. આપણી આસપાસ બનતી સામાજીક, રાજકીય, ભૌતિક પ્રકિયાઓના સંદર્ભમાં આપણો મત આપણે રજૂ કરી શકયા છીએ તથા આપણે આપણા રસ મુજબના મિત્રો બનાવીને તેમની સાથે ચર્ચા કરી શક્યા છીએ, આપણા રસને કેળવી શક્યા છીએ. વળી જેમ જેમ આખો દેશ ઈન્ટરનેટના વપરાશ (નિયમિત વપરાશ) તરફ આગળ વધી રહ્યો છે તે મુજબ વિવિધ પ્રકારના સંગઠનો, રાજકીય પ્રશ્નો અને સાંસ્કૃતિક મંડળોએ ઓનલાઈન યુઝર્સને પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેમાં સોશિયલ મિડિયાએ દેશના ખૂણેખૂણાના લોકોને એકબીજાના ક્ષેત્રના પ્રશ્નો જાણવા, સમજવા અને ઉકેલવા માટે પ્રયત્નશીલ કર્યા છે.

વળી પ્રવાસન ક્ષેત્રમાં એકબીજાના ક્ષેત્રની ખાસીયતો, કુદરતી સૌદર્યના ક્ષેત્રમાં જાણકારીમાં વધારો આવ્યો છે. ઓનલાઈન ટ્રેડ અને અન્ય સવલતો વિશે આપણે માહિતગાર બન્યા છીએ.

આપણા જીવનમાં આટલા બધા પ્લસ પોઈન્ટ સાથે સોશિયલ મિડિયાએ પોતાનું મહત્વનું ધ્યાન પ્રાપ્ત કરી ચૂક્યુ જ છે. તેણે આપણા જીવનમાં ઘણા પરીવર્તન આણ્યા છે. સાથે-સાથે અમુક ચોકાવનારા પરીબળો અંગે વિચારતા કર્યા છે.

  • પ્રથમ તો સોશિયલ મિડિયા આપણા સંબંધોને કનેક્ટ કરે છે તે સાચું પણ આ બધામાં આપણા ઓફલાઈન સંબંધો ડિસકનેક્ટ થવા તો નથી જઈ રહ્યા ને?
  • આપણે વૈચારિક રીતે સ્વતંત્ર થયા પરંતુ ગહન અભ્યાસ અને તર્કવિહિન બાબતોને અનુમોદન આપતા તો નથી થયાને? વિચારવા નો સમય તો આપીએ છીએ ને?
  • દેશ-વિદેશના પ્રશ્નો વિશે માહિતી મળે છે. આપણે ચિંતા કરીએ છીએ, દૂર રહેલા સિરિયાના બાળકોના મૃત્યુ આપણા હ્રદયને હચમચાવે છે. પણ કદાચ આપણે ઘરઆગણે રહેલા બાળકોને ભૂલી તો નથી જતા ને? ઘરના પ્રશ્નો, ગામના, આસપાસના?
  • આપણી દિનચર્યાના ફેરફારોથી સ્વસ્થ શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણા સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે? કે આપણે પીઠના, ગરદનના, આંખના દુઃખાવામાં વધારા આવ્યા છે?
  • સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો હોય તો તે કૃત્રિમતાનો છે. કૃત્રિમતા એટલે ઓપચારીકતા અને જીવંત વસ્તુઓનો અભાવ. કદાચ આપણા ઓનલાઈન સંબંધો મિત્રતાઓ કૃત્રિમ તો નથી હોતી ને?
  • આપણા તહેવારો કેવા મનાવવા લાગ્યા છીએ? નવા વર્ષની શુભેચ્છાઓ આપવાનો પ્રકાર, ઓનલાઈન તહેવારોતો નથી ઉજવતાને?
  • સોશિયલ ગેધરીંગ આપણી રીયલ લાઈફ ગેધરીંગ જેટલો આનંદ આપી શકે છે કે નહી?

આ બધાના જવાબ શોધવા પડશે. આપણી આસપાસ બની રહેલી ગુનાહિત પ્રવૃતિઓ વગેરેમાં શું આપણી ૪ કે ૫ ઈંચના સ્માર્ટફોનનો જાણ્યે અજાણ્યે ફાળો નથી ને? અમુક સંસ્થાઓએ તેમના કર્મચારીઓની કાર્યક્ષમતા ઘટવા પાછળ આ વળગણને ગણ્યુ છે. ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરેમાં વધારો અને એકાકી જીવન વગેરે માટે આ જવાબદાર નથી ને? આશા રાખીએ કે આપણે સૌ આ બધાનો ઉકેલ લાવીને આ એક અતિ મહત્વપૂર્ણ માધ્યમનો યોગ્ય અને સહજ ઉપયોગ કરી શકીએ.

– ધ્રુવ ગોસાઈ


13 thoughts on “સોશિયલ મિડિયા અને આપણે.. – ધ્રુવ ગોસાઈ

  • Chandrakant Lodhavia

    ધ્રુવભાઈ,
    આપ આપની કોમેન્ટનો જવાબ ગુજરાતી લીપી માં ન આપી શકો? આપે ઉઠાવેલા પ્ર્શ્નો યથાર્થ છે. પણ વિકાસની ગાડીએ ગતિ પકડી છે. તેથી કોઇ ઊભા રહી પાછળ ન જોઈ શકે. જેમ ગાડીનો ડ્રાઈવર તેની સામેના નાના આયનામાં પાછળ આવતા વહોનો જ જોઈ શકે. તેને તો નિર્ણયો ઝડપી લેવાના હોય છે. બાકી તો અક્સ્માત નિવારી ન શકાય. બીજુ વાનમાં બે બાજુમાં પણ રાખવા પડે છે. તો આપનો લેખ આવા અરીષા સમાન છે. વિકાસની સીટમાં બેસેલ દરેક જણની ફરજ છે કે આપ જેવા વિચારકોના આયના તો જોતા જ રહેવા જોઈએ.
    ચન્દ્રકાનત લોઢવિયા – વડોદરા

    • Dhruw gosai

      माननीय चन्द्रकांतभाइ,
      आप नी टकोर बदल आभार।
      मोबाइल फोन मा गुजराती लिपि प्रयोग थइ शक्यो नथी ते बदल क्षमा।
      प्रतिभाव बदल आभार!

  • Dhruw gosai

    Ap sau vachak mitro no khub khub abhar!
    Manniy jigneshbhai no antakaran thi dhanyavad jemne pratham prayatne j lakhayel sav prarambhik star na Lekh ne akhsharnaad ma stahn apyu chhe ane Ana pariname biju kasuk lakhawa ane lakhto rahewa mate prerna Mali chhe.

    Ante ap sewve no Mara pratham prayatn ma sundar sahyog Badal dhanyavad

    Dhruv gosai
    Be civil (7th sem).

  • Natubhai Modha

    મિડિયા, નેટ, ઈ-મેલ, ઑનલાઈન, ટ્વીટ્રર એફ.બી.ની જાળમાં (નેટ) ફસાયેલા લોકોને મુસલીમ દેશોમાં થઈ રહેલી ખુવારીથી કેટલા લોકોના હ્રદય દ્રવે છે?
    ડિપ્રેશન. સ્ટ્રેસ, પ્રેસર હોવા છતાં બધાં ઉપર જણાવેલી જાળમાં એવા ફસાયા છે કે તેમને આ બાબતની જાણ મોડેથી થાય છે. જીવન જીવવાનો તાલ ખોઈ બેઠા છે, ને બધું અધ્ધર તાલે ચાલે છે. આજની સદી પછીની સદીઓ જોવા માટે જીવતા રહેનારાઓ નસીબદાર કહેવાશે કે કમનશીબ એ તો સદીમાં પ્રવેશ કરનારાને જ સમજ પડશે.

    • Dhruw gosai

      Manniy natubhai,
      Apna sathe smmat chhu.kharekhar addhar taal chali rahyu j chhe,.badhej kutrim laganio kutrim banawo Ni ramzat Jami chhe eno ant kyare awse e nakki nai..

      Apna pratibhav Badal Hardik abhar!

      Bless wisher
      Dhruv

  • Kalidas V. Patel { Vagosana }

    ધ્રુવભાઈ,
    બહુ યથાર્થ પ્રશ્નો ઊઠાવ્યા છે. પરંતુ મોટા ભાગના તો ” અતિશય સર્વત્રે વ્યર્જયતે ” ના ન્યાયે તેના અતિશય બલ્કે ગાંડપણભર્યા ઉપયોગને લીધે ઉદ્ભવતા પ્રશ્નો છે , જે વિવેકસરના સમજપૂર્વકના ઉપયોગથી ટાળી શકાય તેમ છે. વળી, ગુનાહિત પ્રવૃત્તિઓ તો આદિ-અનાદિ કાળથી હતી અને આજે પણ છે, તો તેને માટે ‘મોબાઈલ’ ને જવાબદાર કેવી રીતે ગણી શકાય ? દુર્યોધનની પાસે મોબાઈલ કે સ્માર્ટફોન ક્યાં હતો ? … ટૂંકમાં , સારા અને ખોટાનું દ્વંદ તો રહેવાનું જ !

    મા. જીજ્ઞેશભાઈ,
    ૧. દરેક પેઈજના ટાઈટલમાં — ડાઊનલોડ , સાહિત્યકાર અનુક્રમ , સંપર્ક —- આ ત્રણેય શબ્દોમાં ટાઈપની ભૂલો છે જે સુધારશોજી.
    ૨. આ લેખમાં પણ જોડણીની { કે પછી ટાઈપની } — ૧૧ {અગિયાળ} જેટલી ભૂલો છે. જે સુધારવા વિનંતી છે.
    ૩. પ્રશ્ન – ૨ માં ભૂલ છે. … … ગહન અભ્યાસને અનુમોદન આપવું — ખોટું ગણાય ? … સ્પષ્ટતા કરશો તો ગમશે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

    • Dhruw gosai

      Manniy k.v.patelji apne pratham to khub khub abhar vyakt karis k ape khub sari rite alekhan ne manyu chhe!..apna Awa pratibhav thi saro ewo utsah malyo chhe .a ek prakar no Ashish j ganay ap vadil no..

      Hve haha abhyas vala point ma Mara thi samajava ma thodi bhool Thai chhe jema gahan abhyas ane tark shakti no lop etle thayo chhe k hve a badha Saral karideta madhyamo e ena vicharo no maro chlawyo chhe pariname vyaktigat vicharshakti ane koi point na sadarbha ma gahan abhyas e nabudi par awyo chhe example. Tarike tweeter ma awta RIP HASHTAGE e samjya janya vagar follow that’s hoy chhe and just message forward karwani tewo pan!!

      Ane social media e gunegaro ne adhunik akhartra karwama ane atnki sangathano sathe jodava ma to saro ewo falo apyo chhe ewu Hu manu chhu.

      Bless wisher
      Dhruv

  • P.K.Davda

    ઊઠાવેલા બધા પ્રશ્નો યથાર્થ છે. આજે દરેક દવાની સાથે એની સાઈડ ઇકેફ્ટનું લીસ્ટ આપવામાં આવે છે તેમ આ બધી સાઈડ ઇફેટ્સ છે. આપણે આ સુનામીને રોકવા કંઈ કરી શકવાના નથી, પણ એક વાત સનાતન છે કે દરેક આરંભનો અંત છે. ઈ-મેઈલ આવ્યા, પત્ર લેખન ગયું, વોટ્સએપ આવ્યા ઈ-મેઈલ ગયા..
    સંયુકત કુટુંબ ગયા પછી ૫૦ વરસે હતા તો સારૂં હતું એ સમજાય છે.
    બસ આ બધું એટલે સંસાર !!!!

    • Dhruw gosai

      Apshree no khub khub abhar!!
      Apna pratibhav prernadayak rahya chhe !
      Ana thi bija vishay ma lakhwa tatha samajik vicharo nu alekhan Saral banse.
      Bless wisher
      Dhruv