Daily Archives: October 13, 2015


બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ 10

નવરાત્રિ અને દશેરાની ચર્ચા હોય અને બંગાળની દુર્ગાપૂજાની વાત ન હોય તો આ ઉત્સવ અધૂરો રહી જાય છે. વસ્તુતઃ દુર્ગાપૂજા વગર બંગાળ અને બંગાળીઓની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બંગાળમાં દશેરા એટલે રાવણદહન નહીં બલ્કી મહિષાસૂર વર્ધિનીનાં પૂજનનો સમય. માન્યતા છે કે નવમી સદીનાં પૂર્વાર્ધમાં બંગાળમાં જન્મેલા દિપક નામનાં સ્મૃતિકારોએ શક્તિ ઉપાસનાની પરિપાટિ (પરંપરા) ચાલું કરેલી. આ સ્મૃતિકારો પછી રઘુનંદન ભટ્ટાચાર્ય નામનાં વિદ્વાન બ્રાહ્મણે દશપ્રહારધારિણીનાં રૂપમાં (પોતાની દશે ભૂજાથી પ્રહાર કરનારી) શક્તિનું પ્રચલન કર્યું ત્યારે તેમણે માતાના આ સ્વરૂપને શાસ્ત્રીય વિધિવિધાનથી સંપુષ્ટ કરી.