Daily Archives: October 7, 2015


ધર્મનું કેન્સર.. – કંદર્પ પટેલ 3

બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી….! હાય..હાય…હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.

જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલ માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે.