આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા 14


લેખનું શિર્ષક જોઈને ઘણાંને નવાઈ લાગશે કે આ ત્રણેને કેમ ભેગા કર્યા? ત્રણમાંથી પહેલા બે ઉચ્ચતમ શિક્ષણ પામેલા વૈજ્ઞાનિકો અને મહાવિદ્યાલયોના પ્રોફેસરો છે, જ્યારે ત્રીજો માત્ર અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરેલો ગરીબ ભક્તકવિ છે.

મેં એ ત્રણેને ભેગા કર્યા છે, કારણ કે પહેલા બે જણાએ જે વાત વીસમી સદીમાં કહી છે, એ જ વાત નરસિંહ મહેતાએ સોળમી સદીમાં કહી છે. ત્રણેના વિષય છે બ્રહ્માંડ (Universe), શક્તિ (Energy) અને તત્વ (mass, matter, elements, molecules). પ્રથમ બે જણાએ પોતાના જીવન દરમ્યાન જ પોતે કહેલી વાતો (theories) વારંવાર બદલી છે, પણ નરસિંહે પોતાની વાત સમસ્ત જીવન દરમ્યાન બદલી નથી. વળી નવાઈની વાત તો એ છે કે જ્યારે જ્યારે પોતાની વાત સિધ્ધ કરવામાં અડચણો આવી છે, ત્યારે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નરસિંહની વાત ઉપર જ આવી ગયા છે. ચાલો થોડી વિગતવાર વાત કરૂં.

આઈન્સટાઈને દુનિયાને પોતાની પ્રખ્યાત ફોર્મ્યુલા E=mc2 આપી. એણે કહ્યું, દરેક તત્વમાં શક્તિ સંગ્રહાયેલી છે અને એ શક્તિનું પ્રમાણ આ ફોર્મ્યુલાથી કાઢી શકાય છે. અહીં E એટલે એનર્જી (શક્તિ), m એટલે તત્વ,(mass, matter) અને C એટલે પ્રકાશની ગતિ. નરસિંહે કહ્યું, “તેજમાં તત્વ તું”. પ્રકાશની શક્તિ માટે વપરાયેલું તત્વ તું છે. તમે કહેશો કે એ તત્વ કયું? નરસિંહે જ જવાબ આપી દીધો છે, “પવન તું, પાણી તું, ભૂમિ તું….” (Gases, water, earth). આમ Solids, liquids and gases ત્રણે તત્વોને એણે આવરી લીધા છે. એ કહેવા એ માગે છે કે તું જ શક્તિ છો અને તું જ શક્તિ ઉત્પન્ન કરવા માટે જરૂરી તત્વ છો. એ વૈજ્ઞાનિક ન હતો એટલે ગણિત કરવા C વગેરેની ભાંજગડમાં નથી પડ્યો.

સ્ટીફન હોકીંગે બ્રહ્માંડ(Universe)ની વાતો કરી છે. આ બ્રહ્માંડ ક્યારે સર્જાયું? કેવી રીતે સર્જાયું? “A Brief History of Time” નામના એમના અતિ પ્રખ્યાત પુસ્તકમાં એમણે આની ચર્ચા કરી છે. સમય સમયે એ પોતાની Theory બદલતા રહ્યા, ક્યારેક ઈશ્વરનું અસ્તિત્વ નકારીને વાતો કરી, અને ક્યારેક આગળ ન વધી શકાય ત્યારે ઈશ્વર જેવું કંઇક તો છે એનો સ્વીકાર કરીને, નવી નવી Theory આપતા રહ્યા. Big bang, Black holes વગેરેની ચર્ચા અહીં ન કરતાં એટલું જ કહીશ કે એમની આ બન્ને Theories પણ વિજ્ઞાનની કડક કસોટીમાંથી સાંગોપાંગ ખરી ઉતરી નથી. જ્યારે નરાસિંહે માત્ર એટલું જ કહ્યું, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે”. એક જ પંક્તિમાં Expanding Universe ની વાત કહી દીધી. એણે તો સમજાવી દીધું જ છે કે તું જ શક્તિ છે, અને તું જ શક્તિ પેદા કરનાર તત્વ છે, તારા સિવાય આ અનંત બ્રહ્માંડ (Infinite Universe) પેદા કરવાની શક્તિ અને એના માટે જરૂરી તત્વ ક્યાંથી મળે?

૧૯૧૫માં આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાની Theory of Relativity માં કહ્યું,. “સ્પેસ અને ટાઇમ જેવાં પરિમાણો માટે હવે સ્થિર બેકગ્રાઉન્ડ નથી. બ્રહ્માંડનાં આ પરિમાણ ગતિશીલ-ડાયનેમિક છે, જે બ્રહ્માંડમાં રહેલ મેટર (પદાર્થ) અને ઊર્જા (એનર્જી)ને આકાર આપે છે. બ્રહ્માંડમાં રહીને જ સાપેક્ષતાવાદને વ્યાખ્યાયિત કરી શકાય છે. બ્રહ્માંડની શરૃઆતને સમજાવવી કઇ રીતે? હવે આપણી સુવિધા માટે એક બાહ્ય પરિબળ એક બહારની એજન્સીની જરૂર છે, અને એ એજન્સી છે – ઈશ્વર.”

પોતાની Big Bang થીયરી વખતે સ્ટીફન હોકીંગ માનતા કે, ”ધ બીગ બેંગ વોઝ સ્ટ્રેન્જ. વી સ્ટીલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ!’ એક વાત નિશ્ચિત છે કે આ ક્ષણોમાં ઇશ્વરની હેલ્પની જરૂર નહિં પડી હોય! આપણાં બ્રહ્માંડના સર્જન માટે, કોઇ બાહ્ય દિવ્ય શક્તિની દખલબાજીની જરૂર પડે તેમ નથી.” પણ વર્ષો બાદ એમણે અને અન્ય વૈજ્ઞાનિકોએ Higgs-Boson particle નો God Particle તરીકે સ્વીકાર કર્યો છે.

અહીં મેં નરસિંહ મહેતા વીસમી અને એકવીસમી સદીના વૈજ્ઞાનિકો કરતાં પણ મહાન હતો એમ કહેવાનો પ્રયત્ન નથી કર્યો, અને ઈશ્વર ભક્તોના મુખે સત્ય બોલાવે છે, એવું સિધ્ધ કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો, મેં તો મારા ધ્યાનમાં આવેલ યોગાનુયોગની વાત જ કરી છે.

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા

  • Chetan Sapariya

    સાહેબ સમય નો સંક્ષિપ્ત ઇતિહાસ બૂક છે સ્ટિફન હોકિંગ્સે.લખેલી ગુજરાતી મા ઍ બૂક જોઇએ છે . Mo. 9469141305

  • Jayvanti Patel

    Davdasaheb, Though Narshih Mehta was illierate, he was directly connected with Nature and Ishwar.
    “Law of Connectivity” . To achieve that understanding, and connectivity it took years for Albert Einstein and Stephen Hawking.
    On the other hand, Narshih Mehta was born with that fine line, that deep understanding and that is the very reason his Prabhatiya, Bhajans, poetry have feelings of depth (ghudh bhavo) in it, which are based on true love and pure truth.
    Thank you for the comparison between the three and thereby, extraordinary conclusion.

  • Sharad Shah

    ઈશ્વર (ગોડ) શબ્દ આપણા માટે એક એલીયન જેવો છે. જેનો કોઈ અનુભવ કે દર્શન નથી બસ વાતો જ વાતો….. કલ્પનાઓ જ કલ્પનાઓ.. તર્ક અને કુતર્કો… તરફેણની દલીલો અને વિરુધ્ધની દલીલો… અને દરેક માનવી આ શબ્દ માત્રથી બેચેન અને વ્યગ્ર છે. કાંઈ સુઝ્તું નથી કે સાચું શું છે… આ ઈશ્વર કઈ બલાનુ નામ છે? છે કે નથી? ક્યાંક આ બાવા સાધુઓની માયાજાળનો એક ભાગ તો નથી ને? ક્યાંક ખરેખર હોય અને બધા કહે છે તેમ આપણા કર્મોના લેખાજોખા કરી ન્યાય તોળતો ન્યાયાધીશ તો નથીને? કે પછી આ ચારે બાજુ જે દેખાય છે તેનો તે રચનાકાર તો નથી ને? બસ આ અને આવી અનેક કલ્પનાઓ અને સંદેહથી ભરેલ આપણુ મન અને બુધ્ધી છે.કહેવાતા આસ્તિકો અને કહેવાતાં નાસ્તિકો બધા કન્ફ્યુઝ છે. સાચું શું છે?
    આજ સુધી જેટલાં બુધ્ધપુરુષો થયા તેમાંથી કોઈએ પણ આવી વ્યાખ્યાઓ કરી નથી પરંતુ આપણે આ બુધ્ધપુરુષોને ઓછા અને બુધ્ધુઓને વધુ સાંભળીએ છીએ અને તેમની વાતોમાં વધુ શ્રધ્ધા હોય છે. જે વર્ગ બુધ્ધીમાં જીવવાવાળો છે તે સમજશે કે ક્યાં આઈન્સ્ટાઈન અને ક્યાં આ ચાર ચોપડી ભણેલો ભગતડો નરસૈયો? જ્યારે કોઈ ભક્ત કે ઈશ્વરના નામ માત્રથી ભયભિત કહેશે, અરે! ક્યાં નરસિંહ મહેતા જેવો ભગતડો જેની હુંડી સ્વિકારી સ્વયં શામળીયાજી પ્રગટ થયેલાં અને ક્યાં આ બે કોડીનો આઈન્સ્ટાઈન???
    સત્ય એ છે કે દરેકે સત્ય (ઈશ્વર) જાતે શોધવું પડે છે તેના કોઈ રેડીમેઈડ ઉત્તરો ક્યારેય સંતોષ આપી નથી શકતાં. જેમ ગોળનો સ્વાદ કે મિઠાશ કેવી તો તે ચાખ્યા વગર કે અનુભવયા વગર ન જાણી શકાય તો ઈશ્વર કેમ કરી વ્યાખ્યાઓ કરી કહી શકાય. હા, એક વાત ચોક્કસ છે તમે માર્ગ વિનાનઓ અપનાવો કે ધર્મનો કે અન્ય પણ આખરી સત્ય જે ઉપલબ્ધ્ધ થાય છે તે એક જ હોય છે. બે મારગની ભાષામાં ફર્ક હોઈ શકે પરંતુ વાત એક જ હોય. વોટર કહો કે પાણી. ચાખ્યા પછી કોઈ ફર્ક નથી. વિજ્ઞાન કહે છે કે અહિં એનર્જી સિવાય બિજું કશું છે જ નહી. આ એનર્જીનો જથ્થો ક્યારેય ઘટી કે વધી શકે નહી. એનર્જી જુદી જુદી રીતે પ્રગટ થાય છે. આ વિજ્ઞાનની ભાષા છે. ધર્મ કહે,(નરસૈયો કહે) એક તૂં શ્રી હરી જુજવા રુપે અનંત ભાષે.” આમાં ફર્ક ક્યાં આવ્યો? બન્ને વાતમાં કોઈ ફર્ક નથી જે આપણને ફર્ક દેખાય છે તે આપણા ભેજાને કારણે જે કન્ડીશન્ડ છે તેને કારણે દેખાય છે પરંતુ મારું ભેજું તો સર્વ શ્રેષ્ઠ. એ કાંઈ કન્ડીશન્ડ હોય? આપણે સ્વિકારી નથી શકતાં અને જે સામે છે તે જોઈ નથી શકતાં.

  • rashmi jagirdar

    Gahan vishay ane mahan tam mahanubhavo ni vat karavi kathin chhe aap shri e 16mi ane 20mi. Sadi ni vato ne sankali je adbhut vichar chhe jo god jevu kai nahoy to —-suraj me kiran valu git yad aavi jay I like the thought as well as the discussion.

  • shirish dave

    નરસિંહ મેહતાએ જે કહ્યું તે હજારો વર્ષ પહેલાં વેદોમાં કહેવાયું છે. ખબર પડતી નથી કે આ સમજ્યા પછી પણ નરસિંહ મેહતાને કૃષ્ણની રાસલીલા જોવા માટે કેમ સ્વપ્નું આવ્યું. જ્ઞાન શું પોથીમાંના રીંગણા છે?
    મારી સમજણ પ્રમાણે પદાર્થ હોય તો જ અવકાશ અને સમયનું અસ્તિત્વ હોઈ શકે છે. પદાર્થને ગતિ હોય છે જે સાપેક્ષે હોય છે. અવકાશ અને સમય જેને એક જ માનવામાં આવે છે તેને ગતિ હોતી નથી. ત્રી-પરિમાણીય અવકાશ અને ચોથું પરિમાણ સમય, એમ જે માનવામાં આવતું હતું તે ગઈ સદીના અંતમાં ધ્વસ્ત થઈ ગયું. અવકાશને ૨૨+૪ પરિમાણો છે. એટલે અવકાશ ગતિમાં નહીં પણ વળાંક વાળું છે. તે કદમાં વધતું હોય તેમ આગે છે.

  • Dr. Dinesh O. Shah

    Thank you Davda bhai for your interpretation of Narsinh Mehta’s poems. Having spent my entire life in Science and Engineering, I agree that we interpret the ideas based on our own intellectual ability.. However, early work on genetics and concept of Gene was done by Mendel who was a priest with botany or plant life as his interest. One thing is clear that the great minds do combine physical world with spiritual world and explore the concept of God ! Narsinh Mehta as the Adi Kavi of Gujarati Poetry and the simplicity and depth of his poems are truely amazing. His poem Vaishnav Jan to has become International Anthem for humane values. His poems like brham lataka kare brham paase, or beej ma tatva tu, tatva maa beej tu..are amazing poems for someone with little formal education. He was a truly soul poet. His inspiration came from depth of heart and after a deep thinking ! Having been a poet, I greatly appreciate his poems.

  • Kantilal Dhimar

    Einstein said, when a writer writes, the contents of his writings depends on his education, the time he was living in, his bringing up,his conditioning, his experiences etc.
    But when a reader reads it, his understanding of the writings will in turn depend on his education, and many other factors.

    So what Narshih Mehta wanted to convey by his write up in 16th century, may not be exactly what Mr. Dawda is trying to make out. Mr. Dawda has added his acquired knowledge to it.

    Similarly people are interpreting the same scripture in different ways in different time zone.

    God is not great and the mankind’s search for truth is on. Lets not conclude like those 4 blind man, ( who described elephant in 4 different ways), what God is?

  • Brinda

    superb concept. this is a creative comparison where none is higher or lower. but i wonder wisdom does not need proof or scientific theory. it just comes with experience and no-ego state! Thank you Davdaji for bringing a new perspective!