Daily Archives: June 9, 2015


છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા 13

વહેલી સવારે છાપાં પર નજર કરી. પોલિટિકલ ન્યુઝ આમ તો મને ઉડતી નજરે જ જોવા ગમે છે, પણ આજે કંઈક અલગ જ હતું! મહિલા મોરચા ની વિશેષ કામગીરીએ એક ઉંચી વગનાં બળાત્કારીને સજા અપાવી હતી એના એ સમાચાર હતાં. ઉડતી નજરે પણ મોટા મોટા નામો અને અમુક ફોટાઓ વચ્ચે એક ચહેરા પર નજર અટકી પડી. એ ચહેરા સાથે નામ હતું કોર્પોરેટર “નસીમ શેખ”

મારા માટે આ ચહેરો અજાણ્યો ન્હોતો. નસીમ મારી નજર સામે મોટી થઈ હતી અને આજે મોટા માણસો વચ્ચે ઉઠતા બેઠતા પણ થઈ હતી મારા માટે એ ગર્વની વાત હતી. નસીમ મારી કામવાળી નૂરબેનની સાવકી ઓલાદ હતી. એની માનાં મોત પછી એની માસી જ એની નવી મા બની ગઈ હતી. એના અબ્બા પણ ચપ્પલ સીવી ગુજરાન ચલાવતાં. નસીમ એમની આંખોનો તારો હતી. માનું વર્તન એની હાજરીમાં ખુબ સારું હતું પણ નસીમ એટલી નસીબદાર ન્હોતી.