માનવતા અને મહાનતા.. – ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, અનુ.: હર્ષદ દવે 9


તાતા ગ્રૂપ મુંબઈની જાણીતી તાજમહાલ હોટેલની માલિકી ધરાવે છે અને એનું સંચાલન કરે છે. આ હોટેલ પર નવેમ્બર ૨૬, ૨૦૦૮ ના રોજ પાકિસ્તાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો.

Adhyatmiktaએક પત્રકારે રતન તાતાને પ્રશ્ન પૂછ્યો કે ‘તાતા ગ્રુપ રિલાયન્સ ગ્રુપ જેટલી કમાણી કેમ નથી કરતું?’ (રિલાયન્સ ગ્રુપ ભારતનું બીજા નંબરનું એક મોટું કોર્પોરેશન છે. રિલાયન્સ ગ્રુપના માલિકોનું નામ વિશ્વના ટોચના દસ ધનિકોમાં છે.) ત્યારે તેમણે જવાબ આપ્યો : “અમે ઉદ્યોગપતિ છીએ અને તેઓ વેપારી છે.”

રતન તાતાએ ૨૬/૧૧ નાં રોજ મુંબઈમાં ત્રાસવાદીઓના હુમલાનો ભોગ બનેલાઓ માટે જે કર્યું તે અત્યંત નોંધપાત્ર છે. “તેમણે સમગ્ર દુનિયાને ‘સંસ્થાની સામાજિક જવાબદારી’ નો અર્થ સમજાવ્યો.” તાતાએ એ કપરા સમયે નીચેનાં કાર્યો કર્યાં :
1. બધી કક્ષાના કર્મચારીઓને તેમણે જ્યાં સુધી હોટેલ બંધ રહી ત્યાં સુધી ફરજ પર હાજર ગણ્યા, તેમાં એક દિવસ પૂરતી રજા પર હતા તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
2. તમામ લોકોને રાહત અને મદદ આપવામાં આવી હતી જેમાં જે લોકો રેલ્વે સ્ટેશને કે આસપાસ તેમનો સમાવેશ કર્યો હતો જેમાં પાઉંભાજી વેચવાવાળા તથા પાનની દુકાનવાળાઓ પણ હતા.
3. જ્યાં સુધી હોટેલ બંધ રહી ત્યાં સુધી દરેકને પગાર મનીઓર્ડરથી મોકલવામાં આવ્યો હતો.
4. જેમને જરૂર હોય તેવાં લોકો માટે તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇન્સીઝનાં સહયોગમાં એક માનસિક ચિકિત્સા કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું.
5. લોકોના મનમાં ઘોળતા વિચારો અને તોળાઈ રહેલી ચિંતા પર સતત દેખરેખ રાખવામાં આવી હતી અને જ્યાં જરૂર હતી ત્યાં માનસિક સહયોગ અને આશ્વાસન પણ આપવામાં આવ્યા હતા.
6. કર્મચારીઓ સહેલાઈથી પહોંચી શકે એવાં સ્થાને કેન્દ્રો ખોલવામાં આવ્યા અને ખોરાક, પાણી, નહાવા-ધોવાની સગવડ, પ્રાથમિક સારવાર સાંત્વના આપતા તેમજ સહાનુભૂતિ આપતા સલાહકારોની સગવડ ત્યાં જ આપવામાં આવી હતી. આ સુવિધામાં ૧૬૦૦ કર્મચારીઓને સારવાર કરવામાં આવી હતી.
7. દરેક કર્મચારી માટે એક વ્યક્તિગત સલાહકારની નિમણૂંક કરવામાં આવી હતી. તે સલાહકારની જવાબદારી હતી કે કર્મચારીને જે કોઈ મદદની જરર હોય તે પૂરી પાડે.
8. જે કર્મચારીઓના પરિવારમાં કોઈને ઈજા થઇ હતી કે મૃત્યુ થયું હતું તેવા ૮૦ એ ૮૦ પરિવારની રતન તાતાએ પોતે વ્યક્તિગત રીતે મુલાકાત લીધી હતી.
9. કર્મચારી પર નભતા એનાં પરિવારના માણસોને પ્લેનમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા અને તેમણે માનસિક આશ્વાસન અને રાહત આપી તેમની કાળજી લેવામાં આવી હતી. તેમણે સહુને ત્રણ અઠવાડિયા સુધી હોટલ પ્રેસીડેન્ટમાં રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી.
10. રતન તાતાએ પોતે એ કુટુંબીજનો પાસે જઇ તેઓ તેમને માટે શું કરી શકે તે વિષે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમને હૈયાધારણ આપી હતી.
11. તાતાએ તેમનાં કર્મચારીઓને રાહત મળે તે માટે એક નવા ટ્રસ્ટની રચના માત્ર વીસ દિવસમાં કરી હતી.
12. સહુથી અદભુત વાત એ હતી કે બીજા લોકો, રેલવેના કર્મચારીઓ, પોલીસખાતાના કર્મચારીઓ, રાહદારીઓ કે જેમણે તાતા સાથે કોઈ પ્રકારનો સંબંધ ન હતો પરંતુ જેમને ત્રાસવાદીઓએ ઈજા પહોંચાડી હતી તેમને પણ વળતર યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તેમાંના દરેકે દરેકને છ મહિના સુધી દર મહિને રૂપિયા દસ હજાર કુટુંબ નિર્વાહ માટે આપવામાં આવ્યા હતા.
13. એક ફેરિયાની ચાર વર્ષની દીકરીને ચાર ગોળી લાગી હતી. ગવર્નમેન્ટ હોસ્પિટલમાં તેમાંથી માત્ર એક જ ગોળી કાઢવામાં આવી હતી. એ દીકરીને બોમ્બે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને બાકીની ત્રણ ગોળીઓ કાઢી એને સાજી કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ તાતા દ્વારા કરવામાં આવ્યો હતો.
14. અમુક લોકોએ પોતાની હાથ લારીઓ ગુમાવી હતી તેમણે નવી હાથલારીઓ પૂરી પાડવામાં આવી હતી.
15. ત્રાસવાદનો ભોગ બનેલા ૪૬ બાળકોના ભણતરની જવાબદારી તાતાએ ઉપાડી લીધી હતી.
16. સંસ્થાના અસ્તિત્વની સાચી કસોટી તો ત્યારે થઇ કે જયારે તેનાં વરિષ્ઠ મેનેજરો કે જેમાં રતન તાતાનો પણ સમાવેશ થતો હતો, તેમણે સહુએ ત્રણ દિવસ સુધી ભોગ બનેલા બધાની અંતિમ ક્રિયમાં હાજરી આપી હતી.
17. પ્રત્યેક મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને રૂ.૩૬ થી રૂ.૮૫ લાખ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નીચે બતાવેલા લાભો પણ મૃત કર્મચારીઓ પાછળ આપવામાં આવ્યા હતા :

i. કર્મચારીના કુટુંબને અથવા તેના પર આધારિત વ્યક્તિને આજીવન કર્મચારીને મળતો પગાર.
ii. દુનિયામાં ક્યાંય પણ ભણતા કર્મચારીઓનાં બાળકોનાં કે એમના પર નભતી કુટુંબની વ્યક્તિઓના ભણતરની તમામ જવાબદારી તાતા ગ્રૂપે ઉપાડી લીધી હતી.
iii. આખા કુટુંબની તથા કર્મચારી પર આધારિત વ્યક્તિઓની જીવનભર મેડીકલ સારવાર.
iv. કર્મચારીના તમામ લોન અને ધીરાણો, ગમે તેટલી રકમના હોય, તે બધાં જતાં કરવામાં આવ્યા.
v. દરેક પરિવાર માટે વ્યક્તિગત આજીવન સહાનુભૂતિ માટે સલાહકાર.

હોટેલના કર્મચારીઓએ આતંકવાદીઓના હુમલા વખતે જે વફાદારીની અજોડ ભાવના વ્યક્ત કરી હતી તે કર્મચારીઓમાં કેવી રીતે વિકસાવવામાં આવી? તેઓ જે રીતે વર્ત્યા અને જે કાંઇ કર્યું તે કેવી રીતે અને શા માટે કર્યું? સંસ્થા એ બાબતમાં સ્પષ્ટ હતી કે કર્મચારી માટે જે કાંઈપણ કરવામાં આવ્યું તેનું માન કે આદર કોઈ એક વ્યક્તિને ન મળી શકે. કર્મચારીઓએ કરેલી આવી વર્તણૂંક માટે કોઈ તાલીમ આપવામાં આવી હોય એવું ન હતું. જો કોઈ એવું માને તો લોકો તે વાતને હસી કાઢે. આનો આધાર તાતા સંસ્થાઓની પોતાની અંદરની સંસ્કૃતિ અને એનાં વાતાવરણ પર છે. એને આ સંસ્થામાં ડીએનએ (DNA) તરીકે ઓળખાવી શકાય જે વરસાગત હોય છે. સંસ્થાનો એ મુદ્રાલેખ છે કે જેમાં ગ્રાહકો અને મહેમાનો સર્વોપરિ છે અને જીવન જોખમે પણ તેમનું ધ્યાન સહુથી પહેલા રાખવામાં આવે છે.

જયારે જમશેદજી તાતાનુ એક બ્રિટીશ હોટેલમાં અપમાન કરવામાં આવ્યું હતું અને તેમને એ હોટેલમાં રહેવા દેવામાં આવ્યા ન હતા ત્યારે તેમણે હોટેલનાં ધંધા ની શરૂઆત કરી હતી જે આજે તાતા ગ્રૂપ તરીકે સુપ્રસિદ્ધ છે. ત્યારબાદ તેમણે એવી ઘણી સંસ્થાઓનું સર્જન કર્યું જે વિશ્વમાં આજે પ્રગતિ, સભ્યતા અને આધુનિકતાની પ્રતીક બની છે.

જયારે સંસ્થાના કર્મચારીઓની સંભાળ લેતા સંચાલકો કર્મચારીઓની મદદ માટે મોટો ખર્ચ કરવાનો એક પ્રસ્તાવ રતન તાતા સામે રજૂ કર્યો ત્યારે તાતાએ કહ્યું: ‘તમને લાગે છે કે આપણે જે કાંઇ કરીએ છીએ તે પૂરતું છે?’ આખો પ્રસ્તાવ એવો હતો કે અમુક કરોડના ખર્ચે હોટેલનું નવસર્જન કરવું. રતન તાતાએ કહ્યું, “શા માટે એવો જ ખર્ચ જેમણે સંસ્થા માટે પોતાનું જીવન રેડ્યું છે તેવા કર્મચારીઓ પાછળ ન કરવો?”

આ બાબત ભારતની ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં નથી આવી કે બીજે ક્યાંય જણાવવામાં નથી આવી.

[ફોરમ ઓફ ઇન્ડસ લેડીઝ, ઓક્ટોબર ૧૦, ૨૦૦૯, ન્યૂઝ, પોલીટીક્સ એંડ સોસાયટીમાં પ્રકાશિત,]
= =
સમગ્ર માનવજાત માટે ઉપયોગી અને સુંદર જીવન જીવવાનું માર્ગદર્શન આપતું એકમાત્ર પુસ્તક: આધ્યાત્મને જીવનમાં, શિક્ષણ અને કેળવણીમાં ઊતારવાની પ્રેરણા આપતો સંદર્ભ ગ્રંથ. (આવું બીજું કોઈ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી)
આધ્યાત્મિકતા દ્વારા એકતા અને સમરસતા:(સ્વામી માધવપ્રિયદાસજી નાં આશીર્વાદ સહિત)
લેખક: ડો.નિરંજન મોહનલાલ વ્યાસ અનુવાદ: હર્ષદ દવે.
પાકા પૂઠાનું રંગીન મુખપૃષ્ઠ: પૃષ્ઠ ૨૦૮ થી વધારે / કીમત રૂ.૧૦૦/-
પ્રકાશક: શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP), અમદાવાદ. પ્રાપ્તિસ્થાન: શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ડ્રાઈવઇન રોડ, મેમનગર, અમદાવાદ-૫૨.
ફોન: (૦૨૭૧૭) ૨૪૨૧૪૧ , મો. ૯૮૨૫૨ ૧૦૦૩૮
= =


Leave a Reply to i kpatelCancel reply

9 thoughts on “માનવતા અને મહાનતા.. – ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, અનુ.: હર્ષદ દવે

  • rudraprasad bhatt

    તાતા ગ્રુપ દ્વારા જે માનવતાનુ કાર્ય સમ્પન્ન થયુ તે માટે તાતા ગ્રુપને લાખ લાખ સલામ.

  • Nitin

    સાચા અર્થ મા તેઓ ઉમદા વ્યક્તિ છે. આ સન્સ્થા કેવળ નાણા રળવા ને જ મહત્વ આપવા સાથે માનવતા ને પણ જોડ છે જે આ લેખ થી સમજાય છે

  • Dushyant Dalal

    માનવતા નેી મહેક જુદેી જ ……પણ મેીડેીયા ને આ બધુ જોઇતુ જ નથેી……..

    તાતા આપ્ ણ્ ને ઘણુ શિખવાડેી જાય છે.

    દુશ્યન્ત દલાલ્

  • i kpatel

    ભારત માં આ કાર્ય માત્ર ટાટા જ કરી શકે. ટાટા ને સલામ.

  • ashok pandya

    અત્યંત પ્રેરક, પ્રોત્સાહક, આ યુગમાં અદ્વિતિય અને બહુ જ લાગણેીસભર.
    તાતા ગ્રુપ એટલે તો આજે પણ તેમની નીતિ, સદ્ભાવ, સમભાવ, કરમચારીઓને કુટુંબના સભ્ય લેખવા અને સમાજ પરત્વે પણ ઋણ અદા કરવામાં અગ્રેસર રહેવું; પેઢી દર પેઢી થી સંક્રમિત થતાં સંસ્કારોનો બહોળો વારસો તેમને મૂઠ્ઠી ઊંચેરા રાખે છે.
    સેલ્યુટ…પ્રણામ..તેમના ઉદ્દાત કર્તવ્ય માટે.

  • જવાહર

    ત્રાસવાદી હુમલો નવેમ્બર ૨૬, ૨૦૧૦ માં નહિં પણ બે વર્ષ પહેલા ૨૦૦૮ માં થયો હતો.